• Gujarati News
  • Utility
  • Automobile
  • From Hero Splendor To Honda Activa, 5 Bike scooters Became First Choice, Check Its Price And Average Before Buying A New One.

ટોપ-5 ટૂ-વ્હીલર:હીરો સ્પ્લેન્ડરથી લઇને હોન્ડા એક્ટિવા સહિત 5 બાઇક-સ્કૂટર બન્યાં ફર્સ્ટ ચોઇસ, નવું ખરીદતાં પહેલાં તેની કિંમત અને એવરેજ પણ ચેક કરી લો

2 દિવસ પહેલા
  • કૉપી લિંક

તહેવારની સિઝનમાં નવું ટૂ-વ્હીલર ખરીદવું સારું ગણાય છે અને એટલે જ નવરાત્રિથી દિવાળી સુધી વાહનોનું જોરદાર વેચાણ થાય છે. આ દિવસોમાં કંપની અથવા ડીલર્સ તરફથી ઘણી ઓફર પણ આપવામાં આવે છે. આ વર્ષે ટૂ-વ્હીલર્સના ભાવમાં તીવ્ર વધારો થયો છે. જેના કારણે ગ્રાહકોને તહેવારોની સિઝનમાં ડિસ્કાઉન્ટ નથી મળી રહ્યું. જો કે, ડીલર્સ તેમના તરફથી ગ્રાહકને વિવિધ ઓફર અથવા ગિફ્ટ આપી રહ્યા છે.

અહીં તમને એ 5 ટૂ-વ્હીલર્સ વિશે જણાવવામાં આવ્યું છે જેની ડિમાન્ડ છેલ્લાં 3 મહિનામાં સતત વધી છે. આ ગાડીઓ મોટાભાગના ગ્રાહકોની ફર્સ્ટ ચોઇસ પણ બની છે. આમ જોવા જઇએ તો છેલ્લાં 3 મહિનામાં ટૂ-વ્હીલર્સનું વેચાણ ઘટ્યું છે. તેમ છતાં આ ગાડીઓની ડિમાન્ડ પર કોઈ અસર નથી થઈ. આ ગાડીઓની એક્સ શો રૂમ કિંમત, મેન્ટેનન્સ કોસ્ટ, એવરેજ અને લોન જેવી તમામ મહત્ત્વપૂર્ણ બાબતો તમને જાણવા મળશે.

સૌપ્રથમ જાણીએ કે છેલ્લાં 3 મહિનામાં ટૂ-વ્હીલર્સની ડિમાન્ડ કેવી રહી...

દેશમાં હીરો સ્પ્લેન્ડર બાઇકની ડિમાન્ડ સૌથી વધુ જોવા મળી
હીરોની સ્પ્લેન્ડર બાઇક છેલ્લાં ઘણાં વર્ષોથી દેશની સૌથી વધુ વેચાતી બાઇક છે. છેલ્લાં 3 મહિના દરમિયાન કંપનીએ દર મહિને તેના 2 લાખથી વધુ યૂનિટ વેચ્યાં છે. આ બાઇક 97.2cc એર-કૂલ્ડ, 4-સ્ટ્રોક, સિંગલ સિલિન્ડર OHC એન્જિનથી ચાલે છે. તેનો મેક્સિમમ પાવર 5.9 kW અને મેક્સિમમ ટોર્ક 8.05 Nm છે. બાઇકની એવરેજ 60થી 70 કિમી પ્રતિ લિટર છે. તેની પ્રારંભિક એક્સ-શો રૂમ કિંમત 64,850 રૂપિયા છે. સ્પ્લેન્ડરની મેન્ટેનન્સ કોસ્ટ 2 વર્ષ અથવા 12,000 કિમી દરમિયાન લગભગ 2,994 રૂપિયા હશે.

હીરોની HF ડિલક્સ સેકન્ડ મોસ્ટ સેલિંગ બાઇક
હીરોની HF ડિલક્સ બાઇક દેશમાં બેસ્ટ સેલિંગ લિસ્ટમાં બીજા નંબરે છે. છેલ્લાં 3 મહિના દરમિયાન, કંપનીએ દર મહિને તેના 1 લાખથી વધુ યૂનિટ વેચ્યાં છે. આ બાઇક 97.2cc એર-કૂલ્ડ, 4-સ્ટ્રોક, સિંગલ સિલિન્ડર OHC એન્જિનથી ચાલે છે. તેનો મેક્સિમમ પાવર 5.9 kW અને મેક્સિમમ ટોર્ક 8.05 Nm છે. બાઇકની એવરેજ 65 થી 70 કિમી પ્રતિ લિટર છે. તેની પ્રારંભિક એક્સ-શો રૂમ કિંમત 53,700 રૂપિયા છે. બાઇકના મેઇન્ટેનન્સ માટે 2 વર્ષ અથવા 12000 કિમી દરમિયાન લગભગ 1,391 રૂપિયાનો ખર્ચ થશે.

એક્ટિવા દેશનું સૌથી વધુ વેચાતું સ્કૂટર
હોન્ડા એક્ટિવા બેસ્ટ સેલિંગ સ્કૂટરનાં લિસ્ટમાં ફર્સ્ટ નંબર પર છે. વેચાણની દૃષ્ટિએ ઘણી બાઇક્સ પણ તેની સામે ટકતી નથી. છેલ્લાં 3 મહિનામાં તેનું વેચાણ બમણું થયું છે. સ્કૂટરમાં ફેન કૂલ્ડ, 4 સ્ટ્રોક, 109.51ccનું SI એન્જિન આપવામાં આવ્યું છે. તેનો મેક્સિમમ પાવર 5.73 kW અને મેક્સિમમ ટોર્ક 8.84 Nm છે. બાઇકની એવરેજ 50થી 60 કિમી પ્રતિ લિટર છે. તેની પ્રારંભિક એક્સ-શો રૂમ કિંમત 69,645 રૂપિયા છે. 2 વર્ષ અથવા 24000 કિમીમાં એક્ટિવાની મેન્ટેનન્સ કોસ્ટ લગભગ 4,772 રૂપિયા હશે.

ટોપ સેલિંગ બાઇકમાં હોન્ડા શાઇન પણ સામેલ
હોન્ડા શાઇન દેશની સૌથી વધુ વેચાનારી ટોપ-3 બાઇકનાં લિસ્ટમાં સામેલ છે. છેલ્લાં 3 મહિના દરમિયાન દર મહિને તેનો વેચાણનો આંકડો 71,869 યૂનિટથી વધીને 1,29,926 યૂનિટ પર પહોંચી ગયો છે. તેમાં 123.94ccનું SI, BS-VI એન્જિન આપવામાં આવ્યું છે. તેનો મેક્સિમમ પાવર 7.9 kW અને મેક્સિમમ ટોર્ક 11 Nm છે. બાઇકની એવરેજ 55થી 65 km/l સુધી છે. તેની પ્રારંભિક કિંમત એક્સ શો રૂમ કિંમત 73,352 રૂપિયા છે. બાઇકના મેન્ટેનન્સ પર 2 વર્ષ અથવા 24,000 કિમી દરમિયાન લગભગ 4,222 રૂપિયાનો ખર્ચ આવશે.

બજાજ પ્લેટિના પણ વેચાણમાં આગળ
દેશમાં સૌથી વધુ વેચાતી બાઇક્સનાં લિસ્ટમાં બજાજ પ્લેટિનાનું નામ પણ સામેલ છે. આ સૌથી વધુ એવરેજ ધરાવતી બાઇકની ડિમાન્ડ છેલ્લા 3 મહિનાથી સતત વધી રહી છે. તેમાં 100cc DTS-i એન્જિન છે. તેનો મેક્સિમમ પાવર 7.9 kW અને મેક્સિમમ ટોર્ક 8.3 Nm છે. બાઇકની એવરેજ 70થી 90 કિમી પ્રતિ લિટર છે. તેની પ્રારંભિક એક્સ-શો રૂમ કિંમત 58,042 રૂપિયા છે. બાઇકની મેઇન્ટેનન્સ કોસ્ટ 3 વર્ષ અથવા 29,500 કિમી માટે લગભગ 3,235 રૂપિયા રહેશે.

ટૂ-વ્હીલર પર મળતી લોન અને તેનો વ્યાજ દર
ફેસ્ટિવ સિઝનમાં ઘણી બેંકો અને ફાઇનાન્સ કંપનીઓ ટૂ-વ્હીલર્સ પર લોન આપી રહી છે. જુદી જુદી બેંકો અને તેમની સ્થિતિ અનુસાર લોનની રકમ અને તેના પરનો વ્યાજ દર નક્કી થાય છે. ઉદાહરણ તરીકે, કેટલીક બેંકો વાહનની કુલ કિંમતના 10% ડાઉન પેમેન્ટ બાદ બાકીની રકમ સામે લોન આપે છે. તેમજ, કેટલીક બેંકો ગ્રાહકના સિવિલ સ્કોરના આધારે વાહનની કુલ કિંમતની લોન આપે છે. વિવિધ બેંકો લોન પર પ્રોસેસિંગ ફી પણ વસૂલ કરે છે.

અન્ય સમાચારો પણ છે...