તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
આ વર્ષ ઓટો નિર્માતાઓ માટે નિરાશાજનક રહ્યું છે પરંતુ નવું વર્ષ બાઈક પ્રેમીઓ માટે ખાસ હશે. કોરોનાના કારણે લોકો પોતાનું વાહન ખરીદવાનું વધારે પસંદ કરી રહ્યા છે અને આવી સ્થિતિમાં બાઈકની વધતી માગથી કંપનીઓ પણ ઉત્સાહિત છે. ઓટો કંપનીઓ 2021ની શરૂઆતથી જ ઈલેક્ટ્રિક, ક્રૂઝર સહિત ઘણી નવી બાઈક લોન્ચ કરવા જઈ રહ્યા છે.
આ અપકમિંગ બાઈકમાંથી કેટલીક બાઈક રોડ ટેસ્ટ દરમિયાન ભારતીય રસ્તાઓ પર ફરતી જોવા મળી છે. જો તમે નવા વર્ષમાં બાઈકનો પ્લાન કરી રહ્યા છો તો અહીં અમે પાંચ અપકમિંગ બાઈકનું લિસ્ટ તૈયાર કર્યું છે, જેની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. નીચે જુઓ લિસ્ટ...
હીરો AE 47 (Hero AE 47)
સંભવિત કિંમતઃ 1.25 લાખ રૂપિયા
TVS ઝેપેલિન-આર (TVS Zeppelin R)
સંભવિત કિંમતઃ 1.15 લાખ રૂપિયા
TVS ફિએરો 125 (TVS Fiero 125)
સંભવિત કિંમત: 70 હજાર રૂપિયા
TVSએ પોતાના અપકમિંગ બાઈક માટે વધુ એક નામ ફિએરો ટ્રેડમાર્ક કર્યું છે. રિપોર્ટ પ્રમાણે, TVSના અપકમિંગ ફિએરો 125ના ફીચર્સ વિશે જણાવીએ તો તેમાં એર કૂલ્ડ એન્જિન હશે જે 125ccનું હશે. તેનું એન્જિન 9.38Psનો પાવર અને 10.5Nm ટોર્ક જનરેટ કરે છે. Bs6 કમ્પ્લીટ TVS ફિએરો 125 પાંચ ગિઅરબોક્સ સાથે આવશે અને તેના રિયરમાં ડ્રમ બ્રેક અને ફ્રન્ટમાં ડિસ્ક બ્રેક હોઈ શકે છે.
બજાજ પલ્સર RS 250(Bajaj Pulsar RS 250)
સંભવિત કિંમત: 1.2 લાખ રૂપિયા
બજાજ પોતાની ફેવરિટ બાઈક પલ્સર 250ને નવા ફીચર્સ સાથે લોન્ચ કરી શકે છે. એવું માનવામાં આવી રહ્યું છે કે, આ પલ્સર RS 250 હશે જેના ડિઝાઈન એલિમેન્ટ RS 200 જેવા જ હશે, પરંતુ તેમાં ડોમિનાર 250 એન્જિન હશે. આ બાઈકમાં ABS, LED હેડલાઈટ, બ્લુટૂથ કનેક્ટિવિટી અને TFT ડિસ્પ્લે મળશે.
રોયલ એનફિલ્ડ 650 ક્રૂઝર (Royal Enfield 650 Cruiser)
સંભવિત કિંમત: 3.5 લાખ રૂપિયા
રોયલ એનફિલ્ડનું બુલેટ (ક્લાસિક 350) દેશમાં ઘણું લોકપ્રિય છે. કંપની હવે ટ્રુ ક્રૂઝર સેગમેન્ટમાં જવાની તૈયારી કરી રહી છે. નવા વર્ષે ભારતમાં રોયલ એનફિલ્ડ 650 ક્રૂઝર નામની બાઈક લોન્ચ કરશે. આ બાઈકને કંપનીનાં RI 650 ટ્વિન પ્લેટફોર્મ પર ડિઝાઈન કર્યું છે. આવતા વર્ષે પ્રથમ છ મહિનામાં કંપની આ બાઈક લોન્ચ કરી શકે છે.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.