• Gujarati News
  • Utility
  • Automobile
  • From Cellario To Mercedes, 8 Cars Are Being Launched This Month, Check Out The Features, Launch Date And What Will Be The Names Of The Cars.

નવેમ્બર અપકમિંગ:સેલેરિયોથી લઇને મર્સિડીઝ સુધી આ મહિને 8 ગાડીઓ લોન્ચ થઈ રહી છે, ફીચર્સથી લઇને લોન્ચિંગ ડેટ અને ગાડીઓના નામ શું હશે ચેક કરી લો

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

નવેમ્બર મહિનાની સાથે જ આ વર્ષની ફેસ્ટિવ સિઝન પણ જતી રહેશે. જો તમે આ મહિને નવી ગાડી ખરીદવાનું વિચારી રહ્યા હો તો ઘણી ઓટોમોબાઇલ કંપનીઓ આ મહિનાના અંત સુધીમાં ભારતમાં 8 કાર લોન્ચ કરવા જઈ રહી છે. તેમાં બજેટવાળી, મોંઘી, સ્પોર્ટ્સ અને ઇલેક્ટ્રિક સેગમેન્ટની ગાડીઓ પણ સામેલ છે. તો ચાલો આ ગાડીઓના નામ, તેમની એક્સપેક્ટેડ લોન્ચિંગ ડેટ અને તેનાં ખાસ ફીચર્સ વિશે જાણીએ...

1. 2021 મારુતિ સેલેરિયો
સેલેરિયો હેચબેકનું ફેસલિફ્ટ વેરિઅન્ટ ટૂંક સમયમાં ભારતમાં આવવાનું છે. કંપનીએ પુષ્ટિ કરી છે કે ન્યૂ જનરેશન હેચબેક કાર આ મહિને લોન્ચ થશે. ન્યૂ જનરેશનનો કારનો લુક, એન્જિન અને ડિઝાઇનમાં ફેરફાર કરવામાં આવ્યા છે.

લોન્ચિંગ પહેલા લીક થયેલા ઘણા ફોટા પરથી જાણી શકાય કે નવી કારની બોડીમાં મોટા ફેરફારો જોવા મળશે. ગ્રિલને પણ ફરીથી ડિઝાઇન કરવામાં આવી છે, જ્યારે ગાડીનો ફેસ પણ રાઉન્ડેડ અને સ્ટાઇલિશ લાગી રહ્યો છે. આ કાર હ્યુન્ડાઈ સેન્ટ્રો, ટાટા ટિયાગો, ડસ્ટન ગો જેવી ગાડીને ટક્કર આપશે.

2. ફોક્સવેગન ટાઇગૂન
ફોક્સવેગન ટાઇગૂન માર્ચ મહિનામાં શોકેસ કરવામાં આવી હતી. જે આ મહિનાના અંત સુધીમાં લોન્ચ થવાની તૈયારી છે. કંપનીએ તેની લોન્ચિંગ ડેટ જાહેર નથી કરી. ટાઇગૂન 2021 એ ટાઇગૂન ઓલ સ્પેસનું નાનું વર્ઝન છે, જેમાં પાંચ સીટ આવેલી છે. આમાં, નવી ગ્રિલ સાથે LED હેડલાઇટનું નવું સેટઅપ પણ જોવા મળશે. કંપનીએ આ કારને MQB AO IN પ્લેટફોર્મ પર તૈયાર કરી છે. આ જ પ્લેટફોર્મનો ઉપયોગ કંપની દ્વારા તાજેતરમાં લોન્ચ કરાયેલી ફોક્સવેગન ટાઇગૂનમાં પણ કરવામાં આવ્યો હતો. ટાઇગૂન SUVમાં 2.0-લિટર TSI પેટ્રોલ એન્જિન આપવામાં આવે એવી શક્યતા છે.

3. ઓડી Q5
ઓડી Q5 SUV એક વર્ષ પછી ઇન્ડિયન માર્કેટમાં કમબેક કરવા માટે તૈયાર છે. ઓડીએ તાજેતરમાં જ ન્યૂ જનરેશન Q5 લોન્ચ કરી છે. તેને નવા BS6 પેટ્રોલ એન્જિન, નવી ડિઝાઇન અને ફીચર્સ સાથે અપગ્રેડ કરવામાં આવી છે. નવી Q5થી વધુ પ્રદૂષણ થતું હોવાથી તેને હટાવી દેવામાં આવી હતી. ત્યારબાદ ઓડી કંપનીએ ભારતમાં કારનું વેચાણ વધારવા માટે Q2 અને Q8 જેવી Q કેટેગરીનો સમાવેશ કર્યો છે. નવી Q5માં 2.0-લિટર 45 TFSI પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે. જે 249hpનો પાવર અને 370Nm ટોર્ક જનરેટ કરી શકે છે. તે BMW X3, મર્સિડીઝ GLC અને તાજેતરમાં લોન્ચ થયેલી Volvo XC60 જેવી ગાડીને ટક્કર આપશે.

4. સ્કોડા સ્લેવિયા
સ્કોડા સ્લેવિયા એ કંપનીની બીજી કાર છે, જે MQB-A0 IN પ્લેટફોર્મ પર આધારિત છે, જ્યારે કુશાક એ જ પ્લેટફોર્મ પર બનેલી ફર્સ્ટ કાર છે. તાજેતરમાં સ્કોડાએ આ કારના ઓફિશિયલ ટેસ્ટિંગની તસવીરો શેર કરી છે. નવી સ્લેવિયા સિડેનમાં 4541mm લાંબી, 1752mm પહોળી, 1487mm લાંબી અને 2651mm વ્હીલબેઝ આપવામાં આવ્યું છે. એટલે કે, સ્લેવિયા પહોળી અને લાંબી છે અને કરન્ટ સ્કોડા રેપિડ કરતાં લાંબો વ્હીલબેસ ધરાવે છે.

સ્લેવિયાને 1-લિટર, ત્રણ-સિલિન્ડર એન્જિન મળશે, જે 115PS પાવર જનરેટ કરવામાં સક્ષમ હશે. તેમજ, તેમાં મળેલું 1.5-લિટર ફોર-સિલિન્ડર એન્જિન 150PS પાવર ડિલિવર કરવામાં સક્ષમ હશે. બંને એન્જિનમાં 6-સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન આપવામાં આવ્યું છે. જ્યારે 1-લિટર એન્જિન 6-સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન (ટોર્ક-કન્વર્ટર) સાથે રજૂ કરવામાં આવશે, જ્યારે 1.5-લિટરને 7-સ્પીડ DSG (ટ્વીન-ક્લચ) ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે જોડવામાં આવશે.

5. મર્સિડીઝ બેન્ઝ AMG A45 S
મર્સિડીઝ બેન્ઝ ઈન્ડિયા દેશમાં તેની પર્ફોર્મન્સ કારની રેન્જ પર મોટો દાવ લગાવી રહી છે. જર્મન લક્ઝરી ઓટોમોબાઇલ કંપની 17 નવેમ્બરે ભારતમાં AMG A45 S લાવવા માટે તૈયાર છે. 2.0-લિટર, ચાર-સિલિન્ડર, ટર્બોચાર્જ્ડ એન્જિન 416 bhp આઉટપુટ અને 500 Nm ટોર્ક જનરેટ કરી શકે છે. તે માત્ર 3.9 સેકન્ડમાં 100 kmphની સ્પીડ પકડી શકે છે અને મેક્સિમમ 270 kmphની સ્પીડ સાથે આવે છે.

6. પોર્શન ટેકન EV
કોવિડ-19 મહામારીને કારણે તેણે તેની તમામ ગાડીઓનું લોન્ચિંગ અટકાવી દીધું હતું. આખરે 12 નવેમ્બરે કંપની ભારતમાં તેના ફ્લેગશિપ મોડેલ ટેકનનું ઇલેક્ટ્રિક વર્ઝન લાવવા જઈ રહી છે. ટેકન EVએ તાજેતરમાં વિશ્વભરમાં વેચાયેલા 28,640 યૂનિટના વેચાણની દૃષ્ટિએ 911 મોડેલની કારને પાછળ છોડી દીધી છે. પોર્શ ટેકન EV 2 વેરિઅન્ટમાં આવી શકે છે, જેમાં ટર્બો અને ટર્બો S વેરિઅન્ટનો સમાવેશ થાય છે. તેનું વ્હીલબેઝ 2,900 mm છે અને તે 21-ઇંચના એલોય વ્હીલ્સથી સજ્જ છે. બે ઇલેક્ટ્રિક મોટર્સ સાથે રજૂ થયેલી ટેકન 71 kWh બેટરી પેક અને 83.7kWh બેટરી પેક સાથે આવે છે, જે સિંગલ ચાર્જ પર 500 કિમી સુધીની રેન્જ આપે છે.

7. મિનિ કૂપર SE
BMW આ મહિનાના અંતમાં ભારતમાં ઓલ-ઇલેક્ટ્રિક Mini Cooper SE લાવવાની તૈયારીમાં છે. BMWએ ગયા અઠવાડિયે 1 લાખ રૂપિયામાં 3-ડોર EVનું બુકિંગ શરૂ કર્યું છે. 32.6 kWh બેટરી પેક Mini Cooper SE 184 hp પાવર અને 270 Nm ટોર્ક જનરેટ કરે છે. તે માત્ર 7.3 સેકન્ડમાં કલાક દીઠ 100 કિમીની સ્પીડ પકડી લે છે. BMW દાવો કરે છે કે, Mini EV સિંગલ ચાર્જ પર 270 કિમીની રેન્જ આપશે.

8.પોર્શે મેકન
ઇલેક્ટ્રિક ટેકન સાથે પોર્શે મેકન પણ ફેસલિફ્ટ વર્ઝનમાં લોન્ચ થઈ શકે છે. તે 2.0-લિટર ફોર-સિલિન્ડર ટર્બોચાર્જ્ડ એન્જિન મેળવી શકે છે, જે કાર નિર્માતાના 7-સ્પીડ DCT ટ્રાન્સમિશન સાથે જોડવામાં આવશે. જે 2.9-લિટર V6 એન્જિનથી સજ્જ હશે.

અન્ય સમાચારો પણ છે...