તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગુડબાય 2020:BS6 એમિશન નોર્મ્સ લાગુ થવાથી લઇને ઝીરો સેલ્સ સુધી, વાંચો આ વર્ષની 10 એવી ઘટનાઓ જેના કારણે ઓટો ઇન્ડસ્ટ્રી ચર્ચામાં રહી

5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કેન્દ્રએ આદેશ આપ્યો કે 1 એપ્રિલ, 2020 પછી ફક્ત BS6 કમ્પ્લાયન્ટ વાહનો જ બનાવવામાં આવશે, વેચવામાં આવશે અને રજિસ્ટર્ડ કરવામાં આવશે
  • સ્ક્રેપ પોલિસીનો હેતુ રસ્તા પર ચાલતા એવા જૂના વાહનોને બહાર કાઢવાનો છે જે પર્યાવરણને પ્રદૂષિત કરે છે

વર્ષ 2020 ભારતીય ઓટો ઉદ્યોગ માટે ઘણું કપરું રહ્યું, કારણકે ગયા વર્ષે મંદી નડી અને આ વર્ષે ઉદ્યોગને મહામારીનો સામનો કરવો પડ્યો. મહામારી દરમિયાન દેશભરમાં લાગેલા લોકડાઉનને લીધે એપ્રિલમાં આશરે દરેક કંપનીઓનું વેચાણ શૂન્ય રહ્યું. તો બીજી તરફ BS6 એમિશન નોર્મ્સ લાગુ થવાને લીધે વાહન મેકર્સને પોતાની આખી લાઈનઅપમાં ફેરફાર કરવો પડ્યો. આ દરમિયાન ઘણી કંપનીઓએ અમુક વાહનનું મેકિંગ હંમેશાં માટે બંધ કર્યું. આ ઉપરાંત સરકાર તરફથી હેલમેટ અને કાર સેફ્ટી માટે પણ નવા સ્ટાન્ડર્ડ લાગુ કર્યા.

ઓટો જગત સાથે જોડાયેલી આ વર્ષની મહત્ત્વની 10 ઘટનાઓ જાણો, આ દરેકને લીધે ઓટો બિઝનેસ ચર્ચામાં રહ્યો...

1.BS6 એમિશન નોર્મ્સ લાગુ

આ લિસ્ટમાં BS6 એમિશન નોર્મ્સ સૌથી ઉપર છે, જે આ વર્ષથો સૌથી આકરો ફેરફાર હતો. કેન્દ્ર સરકારે આદેશ આપ્યો હતો કે, 1 એપ્રિલ, 2020 પછી માત્ર BS6 કમ્પ્લાયન્ટ વાહનો જ બનાવવા, વેચવા અને રજિસ્ટર્ડ કરવામાં આવશે. આ આદેશને લીધે મેકર્સને ફેરફાર કરવા અને પોર્ટફોલિયો અપડેટ કરવા મજબૂર કર્યા. જ્યાં BS6 ફોર્મ્યુલા અમુક વાહન નિર્માતા માટે કામ કરે છે, તો ત્યાં કેટલાક હજુ પણ જૂના પોર્ટફોલિયોની સરખામણીએ સારા વેચાણ માટે સંઘર્ષ કરી રહ્યા છે.

2. ફ્રંટ પેસેન્જર માટે એરબેગ ફરજીયાત

સરકારે જાહેરાત કરી છે કે, આગળની સીટ પર એરબેગ્સ ફરજીયાત થશે. વર્ષ 2019માં સરકારે ડ્રાઈવર સીટ માટે એરબેગ ફરજીયાત કરી હતી અને હવે ફ્રંટ પેસેન્જર માટે પણ ઈકોનોમી મોડેલ સહિત દરેક કારમાં સરખા સ્તરે સુરક્ષા આપવામાં આવશે. આ નિયમ લોકોની સુરક્ષા માટે ઘણો જરૂરી હતો કારણ કે, ભારતમાં વેચવામાં આવતી કાર હજુ પણ એકદમ સુરક્ષિત નથી. આથી જ અમુક કાર ગ્લોબલ એન કેપ સુરક્ષિત કારના લિસ્ટમાં એન્ટ્રી લઇ શકી નથી.

3. હેલમેટ માટે નવા સ્ટાન્ડર્ડ

સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે ફરજીયાત કર્યું છે કે, દરેક લોકો 1 જૂન 2021થી ISI માર્કવાળું હેલમેટ પહેરે. હેલમેટ ISI સ્ટાન્ડર્ડ પ્રમાણે હોવું જોઈએ અને તેનું વજન 1.2 કિલોગ્રામથી વધારે ન હોવું જોઈએ.

આ નિર્ણય પર ચર્ચાઓ પણ થઇ હતી કારણ કે, ઘણાં ટૂ-વ્હીલર ચાલકોએ ઇન્ટરનેશનલ હેલમેટ પર થોડો વધારે ખર્ચ કર્યો હતો અને તેનું વજન 1.3-1.5 કિલોગ્રામથી ઓછું નથી. હજુ ચોખવટ નથી થઇ કે વધારે વજન ધરાવતા ઇન્ટરનેશનલ હેલમેટને ગેરકાનૂની જાહેરાત કરવામાં આવશે કે નહીં.

4. એપ્રિલમાં શૂન્ય નહીં

તે આખા વિશ્વ માટે ચોંકાવનારું હતું કારણ કે, મહામારીના કારણે ભારતીય સરકારને કડક લોકડાઉનની જાહેરાત કરવાની ફરજ પડી હતી અને તેનો અર્થ શૂન્ય મેન્યુફેક્ચરિંગ અને શૂન્ય વેચાણ હતો.

100% વાર્ષિક ઘટાડો ઘણો નિરાશાજનક હતો પરંતુ ઉદ્યોગોએ વર્ષના અંતમાં સારા વલણ બતાવ્યું અને તહેવારની સિઝને ઉદ્યોગને પાટા પર પાછા લાવવામાં મદદ કરી.

5. દિલ્હી EV પોલિસી

ઓગસ્ટ 2020માં દિલ્હી સરકારે પોતાના ઈલેક્ટ્રિક વાહન પોલિસીની જાહેરાત કરી અને પોલિસીનો હેતુ EV ખરીદવા માટે રજિસ્ટ્રેશન ફી અને રોડ ટેક્સ પર છૂટ, ઈન્સેન્ટિવ, લો-ઈન્ટરેસ્ટ લોન, સબસિડી, ઈલેક્ટ્રિક પબ્લિક ટ્રાન્સપોર્ટ જેવા ભથ્થા પ્રદાન કરવાનો છે.

6. HSRP ઈન્ફોર્સમેન્ટ ડ્રાઈવ

માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલયે 2019 પહેલાં ખરીદવામાં આવેલા વાહનોને HSRP (હાઈ-સિક્યોરિટી રજિસ્ટ્રેશન પ્લેટ) અને એક કલર-કોડેડ સ્ટિકરની સાથે ફરજિયાત કરી દીધું છે. દિલ્હી પરિવહન વિભાગે 'પ્રિ-ઈન્ફોર્સમેન્ટ ડ્રાઈવ' શરૂ કરી. આ ડ્રાઈવમાં કેટલાક અન્ય રાજ્ય પણ સામેલ છે. પરંતુ ડેડલાઈનની સાથે ફૂલ ઈન્ફોર્સમેન્ટ ડ્રાઈવ માત્ર આવતા વર્ષે શરૂ થવાની આશા છે.

7. EVનો ખર્ચ ઘટાડવા અલગથી બેટરી વેચવામાં આવશે

ભારતમાં ઇલેક્ટ્રિક મોબિલિટીને પ્રોત્સાહન આપવા આ પગલું લેવામાં આવ્યું છે. સરકારે EV ખર્ચ ઘટાડવા આ નિયમ લાગુ કર્યો કારણ કે, સૌથી મોંઘું કમ્પોનન્ટ બેટરી પેક છે. મોટાભાગના કેસોમાં બેટરી પેક EVS કિંમતનો આશરે 40% ભાગ લઈ શકે છે. આ પગલાંથી ભારતમાં બેટરીના પ્રોડક્શનમાં વધારો થવાની સંભાવના છે.

8. સ્ક્રેપેજ પોલિસી

સ્ક્રેપેજ પોલિસીએ અંતે પોલિસી મેકર્સનું ધ્યાન આકર્ષિત કરી લીધું છે અને ટૂંક સમયમાં તેનો અમલ થઈ શકે છે. પોલિસીનો હેતુ રસ્તા પર ચાલતા જૂના વાહનોને બહાર કાઢવાનો છે, જે પર્યાવરણને મોટા પ્રમાણમાં દૂષિત કરે છે.

રિપોર્ટ્સ અનુસાર, માપદંડ 15 વર્ષથી વધુ અને 20 વર્ષથી વધુ જૂનાં ખાનગી વાહનોને સ્ક્રેપ કરવાનો આદેશ આપી શકે છે. તમારું વાહન રસ્તા પર ચલાવવા માટે યોગ્ય છે કે નહીં તે નિર્ણયમાં ઓટોમેટેડ વ્હીકલ ફિટનેસ સર્ટિફિકેટ મહત્ત્વપૂર્ણ હોઈ શકે છે.

9. બેક-ટુ-બેક SUV લોન્ચ

આ વર્ષ SUVના નામે રહ્યું. આ વર્ષે ઘણી SUVs લોન્ચ થઈ, જેને જોઇએ એવું કહી શકાય કે ઓટો ઇ્ડસ્ટ્રીને મહામારીમાંથી બહાર કાઢવામાં SUVની મુખ્ય ભૂમિકા રહી છે. વર્ષના અંતમાં લોકડાઉનની શરૂઆતથી જ SUV સેગમેન્ટે તેની ગતિ જાળવી રાખી હતી.

કોમ્પેક્ટ SUVથી લઈને લક્ઝરી SUV સુધી વેચાણના આંકડા ઓટોમેકર્સના આત્મવિશ્વાસને વધારવા માટે પૂરતા હતા. આ વર્ષે સેગમેન્ટમાં સૌથી વધુ લોકપ્રિય નામોમાં હ્યુન્ડાઇ ક્રેટા, કિઆ સોનેટ, હ્યુન્ડાઇ વેન્યૂ, મારુતિ સુઝુકી વિટારા બ્રેઝા, કિઆ સેલ્ટોસ અને નિસાન મેગ્નાઇટનો સમાવેશ થાય છે.

10. ઇન્ડસ્ટ્રીનું ડિજિટલાઇઝેશન

રોગચાળા દરમિયાન ઉદ્યોગમાં ઘણા બધા પરિવર્તન જોવા મળ્યાં હતાં અને લોકડાઉન દરમિયાન જોવા મળેલું ડિજિટલાઇઝેશન એ સૌથી સકારાત્મક પરિવર્તન હતું. શરૂઆતમાં તે માત્ર કોન્ટ્રેક્ટ-લેસ સર્વિસ તરીકે શરૂ થયેલું, જેમાં વાહન, ટેસ્ટ ડ્રાઇવ અને સર્વિસિંગનું બુકિંગ સામેલ હતું. ટૂંક સમયમાં જ AR બેઝ્ડ પર્સનલાઇઝ્ડ પ્રોગ્રામની રજૂઆત કરનારી અનેક ઓટોમોબાઇલ કંપનીઓ સાથે ફુલ્લી લોડેડ ઓનલાઇન એક્સપિરિયન્સમાં બદલાઈ ગયો. ઘણી અન્ય કસ્ટમર સેન્ટ્રિક સર્વિસિસે ખાતરી આપી કે લોકો તેમની સલામતી સાથે સમાધાન કર્યા વિના તેમના ઘરમાં શ્રેષ્ઠ ખરીદીનો અનુભવ મેળવી શકે છે.

કેટલાક અન્ય ચલણ પણ જોવા મળ્યા. જે ખૂબ મોટા નથી પરંતુ ચોક્કસપણે નોંધનીય છે. આમાંના કેટલાક ચલણમાં રોગચાળા દરમિયાન સેકન્ડ હેન્ડ વાહનોની માગમાં વધારો, કેટલીક કંપનીઓ દ્વારા સબ્સ્ક્રિપ્શન મોડેલ્સને મળેલો સારો ફીડબેક સામેલ છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

વધુ વાંચો