• Gujarati News
  • Utility
  • Automobile
  • From August 1, Kawasaki Bikes Will Become More Expensive, With Customers Paying Between ₹ 6,000 And ₹ 15,000 More To Buy A Bike.

ભાવવધારો:1 ઓગસ્ટથી કાવાસાકીની બાઇક્સ મોંઘી થઈ જશે, ગ્રાહકોએ બાઇક ખરીદવા ₹6,000થી લઇને ₹15,000 રૂપિયા વધુ ચૂકવવા પડશે

6 મહિનો પહેલા
  • કૉપી લિંક

કાવાસાકી ઇન્ડિયા ફરી એકવાર પોતાની બાઇક્સ મોંઘી કરવા જઈ રહી છે. જાપાનની ઓટોમોબાઇલ કંપની કાવાસાકી આગામી મહિનાથી એટલે કે 1 ઓગસ્ટ, 2021થી તેની બાઇક્સના ભાવ વધારી દેશે. કંપની તેની લાઇનઅપ બાઇક્સના ભાવમાં 6,000 રૂપિયાથી લઇને 15,000 રૂપિયા સુધીનો વધારો કરશે.

કાવાસાકી પહેલી એવી પ્રીમિયમ ઓટોમોબાઇલ કંપની બની ગઈ છે જે આ ત્રિમાસિકગાળામાં બાઇક્સના ભાવ વધારી રહી છે. તેથી, જો તમે કાવાસાકીની બાઇક ખરીદવાનું વિચારી રહ્યા હો તો આ ગોલ્ડન ચાન્સ છે સસ્તા ભાવે સ્પોર્ટ્સ બાઇક ખરીદવાનો. 31 જુલાઈ સુધીમાં કાવાસાકીની બાઇક ખરીદી લો નહીં તો પછી આ કંપનીની બાઇક ખરીદવા વધુ પૈસા ચૂકવવા પડશે.

કઈ બાઇકના કેટલા ભાવ વધશે?

કાવાસાકી બાઇક્સવર્તમાન ભાવનવા ભાવતફાવત
Kawasaki Ninja 6506.54 લાખ રૂપિયા6.61 લાખ રૂપિયા7,000 રૂપિયા
Kawasaki Z 6506.18 લાખ રૂપિયા6.24 લાખ રૂપિયા6,000 રૂપિયા
Kawasaki Versys 6507.08 લાખ રૂપિયા7.15 લાખ રૂપિયા7,000 રૂપિયા
Kawasaki Vulcan S6.04 લાખ રૂપિયા6.10 લાખ રૂપિયા6,000 રૂપિયા
Kawasaki W8007.19 લાખ રૂપિયા7.26 લાખ રૂપિયા7,000 રૂપિયા
Kawasaki Z9008.34 લાખ રૂપિયા8.42 લાખ રૂપિયા8,000 રૂપિયા
Kawasaki Ninja 1000SX11.29 લાખ રૂપિયા11.40 લાખ રૂપિયા11,000 રૂપિયા
Kawasaki Ninja ZX-10R14.99 લાખ રૂપિયા15.14 લાખ રૂપિયા15,000 રૂપિયા
Kawasaki Versys 100011.44 લાખ રૂપિયા11.55 લાખ રૂપિયા11,000 રૂપિયા