અલગ-અલગ રીતે છેતરપિંડી કેવી રીતે કરવી તેનો જુગાડ શોધતા રહે છે. છેલ્લા થોડા સમયથી વિદેશમાં કામ કરવાની લાલચ આપીને વ્હોટ્સએપ પર છેતરપિંડી કરવાની નવી તરકીબો અજમાવી રહ્યા છે. જે લોકો બ્રિટનમાં કામ કરવા માગે છે તે લોકો આ સ્કેમનો ભોગ આસાનીથી બની રહ્યા છે. છેતરપિંડીની નવી ટેકનીકથી ભારતીયોને વિદેશમાં કામ કરવા માટે વિઝા અને બીજા લાભોની લાલચ આપવામાં આવે છે. આ સ્કેમને લઈને માઈક્રોસોફ્ટે એન્ડ્રોઇડ યુઝર્સને ચેતવણી આપી છે.
પ્રીમિયમ સર્વિસ વગર સબ્સ્ક્રાઇબ કરાવે છે
માઈક્રોસોફ્ટ કંપની દ્વારા કહેવામાં આવ્યું છે કે, એક મેલવેયર યુઝર્સને ટાર્ગેટ કરી રહ્યું છે. માઈક્રોસોફ્ટના સંશોધકો દિમિત્રીયોસ વલસમારસો અને સોગ શિન જંગોના જણાવ્યા અનુસાર, આ મેલવેયર બિલિંગ ફ્રોડની સબકેટેગરીમાં રાખવામાં આવે તેવી શક્યતા છે. આ મેલેશિયસ યુઝર્સને પ્રિમિયમ સર્વિસ આપ્યા વગર જ સબ્સ્ક્રાઇબ કરાવે છે.
તો રીપોર્ટમાં એ પણ જણાવ્યું છે કે, આ ટોલ ફ્રોડ SMS કે કોલ પણ કોલ કરવાને બદલે વાયરલેસ એપ્લિકેશન પ્રોટોકોલ (WAP) પર કામ કરે છે. આ સ્કેમ કરનાર લોકો Wi-Fi પર કામ નથી કરતા. ઘણા મામલામાં મેલવેયર એપ્સ તમને Wi-Fiમાંથી ડિસ્કનેક્ટ કરાવીને મોબાઈલ ડેટા વાપરવા માટે ફોર્સ કરે છે.
OTP વગર જ શરૂ કરી દે છે સબ્સ્ક્રિપ્શન
આ મેલવેયર મોબાઈલ નેટવર્ક દ્વારા એપ્સનું સબ્સ્ક્રિપ્શન શરૂ કરી દે છે. યુઝર્સને ગેરમાર્ગે દોરવા માટે વેબસાઈટ પર ગાઈડ પણ કરવામાં આવે છે. આ માટે OTPની જરૂર હોય છે પરંતુ આ એપ્લિકેશન OTPના વિકલ્પને હાઇડ કરી દે છે.
આ સ્કેમથી બચવા માટે સંશોધકોએ યુઝર્સેને ચેતવણી આપતા જણાવ્યું હતું કે, કોઈ એપ્લિકેશનમાં બહુ વાર પરમિશન માગે છે પરંતુ તેને લઈને પણ સર્તક રહેવાની જરૂર છે, જો કોઈ એપ્સ કે ફેક ડેવલપર પ્રોફાઈલ અથવા એક જ પ્રકારના આઇકન પસંદ કરે છે તો સાવધાની રાખવાની જરૂર છે.
આ પ્રકારના માલવેયરથી સુરક્ષિત રહેવાની જરૂર
જો તમે ગૂગલ પ્લે સ્ટોર પરથી કોઈ પણ એપ્લિકેશન ડાઉનલોડ કરતા હોય તો તે પહેલાં રેટિંગ પર જરૂર ધ્યાન આપો. જો તમે ભુલથી પણ મેલેશિયસ એપ ડાઉનલોડ કરી લીધી તો તમારા ફોનમાં અનેક સમસ્યાઓ થઇ શકે છે. તો યુઝર્સને સલાહ આપવામાં આવે છે કે, કોઈ પણ થર્ડ પાર્ટી એપ્સ અથવા વેબસાઈટ પરથી પણ એપ ડાઉનલોડ ન કરો.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.