બેસ્ટ કાર્સ / ફ્રેંકફર્ટ મોટર શોમાં 5 બેસ્ટ કાર્સ રજૂ થઈ, અનોખી ડિઝાઇન અને ફીચર્સ સાથે હાઈ-ટેક કાર્સ જોવા મળી

Frankfurt Motor Show presents 5 Best Cars, High-Tech Cars with Unique Design and Features

Divyabhaskar.com

Sep 12, 2019, 12:20 PM IST

ઓટો ડેસ્કઃ અત્યારે જર્મનીમાં 2019 Frankfurt Motor Show ચાલી રહ્યો છે, જે દુનિયાના સૌથી મોટા ઓટો શોમાંનો એક છે. આ મોટર શોમાં સેંકડો કાર કંપનીઓએ ભાગ લીધો છે અને આ વખતે અહીં ભવિષ્યની હાઈ ટેક કાર્સને રજૂ કરવામાં આવી રહી છે. આ કારની અનોખી ડિઝાઇન અને તેનાં ફીચર્સ એવા છે જેની પરથી નજર હટે એમ નથી. ફ્રેંકફર્ટ મોટર શોમાં કેટલીક ખાસ કોન્સેપ્ટ કાર્સને રજૂ કરવામાં આવી છે.

1. Hyundai 45 EV

ફ્રેંકફર્ટ મોટર શોમાં Hyundai 45 EV કોન્સેપ્ટ કાર રજૂ કરવામાં આવી છે. આ કારનું નામ કંપનીની પોની કૂપ કોન્સેપ્ટ કાર પર રાખવામાં આવ્યું છે, જેને 45 વર્ષ પહેલાં વર્ષ 1947માં રજૂ કરવામાં આવી હતી. આ કારની ડિઝાઇન વર્ષ 1920નાં એરક્રાફ્ટથી પ્રેરિત છે. આ કોન્સેપ્ટ કારના આગળના અને પાછળના ભાગમાં 45 ડિગ્રી એન્ગલમાં હીરાના આકારની ડિઝાઇન આપવામાં આવી છે.

2. Audi AI:TRAIL

જર્મનીની લક્ઝરી કાર કંપની ઓડીએ આ ફ્રેંકફર્ટ મોટર શોમાં AI TRAIL ઈલેક્ટ્રિક કોન્સેપ્ટ કાર રજૂ કરી. જે સેલ્ફ ડ્રાઇવિંગ સાથે આવશે. આ કારની ડિઝાઇન અને તેનાં હાઇ ટેક ફીચર્સ તમને આશ્ચર્યચકિત કરી દે એવાં છે. કારનો મોટાભાગનો ભાગ ગ્લાસનો બનેલો છે અને તેમાં બહુ મોટાં વ્હીલ્સ આપવામાં આવ્યાં છે.

3. BMW Concept 4

BMWએ જર્મનીમાં ચાલી રહેલા ફ્રેંકફર્ટ મોટર શોમાં તેની અગ્રેસિવ લુક ધરાવતી કૂપ કોન્સેપ્ટ કાર રજૂ કરી. BMW 4 સિરીઝ કૂપ આ જ કોન્સેપ્ટ પર આધારિત હશે. તેનું ફાઇનલ પ્રોડક્શન મોડલ ક્યારે લોન્ચ થશે એ વિશે અત્યારે કોઈ જાણકારી નથી મળી. પરંતુ કોન્સેપ્ટ કારને જોઇને કહી શકાય કે હવે BMW તેની કાર્સની ડિઝાઇનમાં કંઇક નવું ટ્રાય કરવા માગે છે.

4. Cupra Tavascan

Cupra સ્પેનની SEAT કંપનીની એક સ્પોર્ટી બ્રાન્ડ છે. આ મોટર શોમાં તેનું કોન્સેપ્ટ મોડલ રજૂ કરવામાં આવ્યું છે. આ કોન્સેપ્ટ કારને જોઇને અંદાજ લગાવી શકાય કે ભવિષ્યની ગાડીઓ ખરેખર હાઇ ટેક બનવાની છે. આ પ્યોર ઈલેક્ટ્રિક એસયુવી છે. આ કારનું પ્રોડક્શન આ વર્ષના અંત સુધીમાં બનવાનું શરૂ થઈ જશે.

5. Mercedes-Benz Vision EQS

અગાઉ આપણે મર્સિડીઝ-બેન્ઝનાં અનેક કોન્સેપ્ટ મોડલ જોઈ ચૂક્યાં છીએ પણ આ વખતે આ મોડલ થોડું અલગ જોવા મળી રહ્યું છે. આ મોડલમાં 940 LED લાઇટ્સ લગાવવામાં આવી છે. તેનું ઈન્ટિરિયર અલ્ટ્રા મોડર્ન સલૂન ટાઇપ્સ છે. આ એક ઈલેક્ટ્રિક મોડલ છે અને તેમાં બે ઈલેક્ટ્રિક મોટર હશે.

X
Frankfurt Motor Show presents 5 Best Cars, High-Tech Cars with Unique Design and Features
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી