ફોક્સકોનની ઇલેક્ટ્રિક કાર લોન્ચ:કંપનીની મોડલ C SUV માત્ર 3.8 સેકન્ડમાં 100kmph સ્પીડ પકડશે, મોડલ Eમાં 750 કિલોમીટરની રેન્જ મળશે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોડલ E સેડાન કાર ગ્રાહકો માટે વર્ષ 2023માં લોન્ચ થશે

એપલ માટે આઈફોન બનાવતી કંપની ફોક્સકોન ઇલેક્ટ્રિક કાર અને બસ બનાવશે. ફોક્સકોન તાઇવાનની કંપની છે. સોમવારે કંપનીએ એક સેડાન, એક SUV અને એક બસના પ્રોટોટાઈપની ઝલક કરાવી. કંપનીએ EVનું મેન્યુફેક્ચરિંગ ફોક્સટ્રોન બ્રાન્ડ હેઠળ કર્યું છે. ફોક્સકોન કંપની હાઈ પ્રિસિઝન ઇન્ડસ્ટ્રી કંપનીના નામે પણ ઓળખાય છે. હાલના સમયે ઇલેક્ટ્રિક વ્હીકલે ગ્લોબલ માર્કેટમાં પગ મૂક્યો છે. આશરે દરેક ઓટોમેકર અને અનેક સ્ટાર્ટઅપ ઈ-વ્હીકલ રજૂ કરી રહ્યા છે.

મોડલ E સેડાન
મોડલ E સેડાન

ફ્લેગશિપ E સેડાન ફુલ ચાર્જ પછી 750 કિમી ચાલશે
મોડલ E સેડાન ફુલ ચાર્જ થયા પછી 750 કિમી સુધી ચાલશે. કંપની આ કાર વર્ષ 2023માં લોન્ચ કરશે. મોડલ C SUV માત્ર 3.8 સેકન્ડમાં 100 કિમી પ્રતિ કલાકની સ્પીડ પકડી શકે છે. ફુલ ચાર્જ પછી આ 700 કિમી સુધી ચાલશે.

તાઇવાનની કંપની ફોક્સકોન દુનિયાની સૌથી મોટી આઈફોન અસેમ્બલિંગ કંપની છે. દુનિયાભરના કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક સ્પેસમાં ફોક્સકોન એક વિશ્વસનીય કંપની છે. ઇલેક્ટ્રિક વ્હીકલની દુનિયામાં એન્ટ્રીથી ભવિષ્યમાં ઘણા મોટા ચેન્જ આવી શકે છે.

મોડલ T ઈ-બસ
મોડલ T ઈ-બસ

બસની રેન્જ 400 કિમી
મોડલ T ઈ-બસ ચાર્જ થયા પછી 400 કિમી ચાલશે. આ સ્ટાઈલિશ અર્બન બસ 120 કિમી પ્રતિ કલાકની સ્પીડ પકડી શકે છે.

અન્ય સમાચારો પણ છે...