ભારતમાં વુમન એન્ટરપ્યોનર્સને આગળ વધતી જોવા ઈચ્છુ છુ:‘CarDekho’નાં ફાઉન્ડર અમિત બોલ્યા, ‘મહિલાઓને રોકાણ બાબતે હંમેશા મદદ કરીશ’

5 મહિનો પહેલા
  • કૉપી લિંક

‘શાર્ક ઈન્ડિયા’ સીઝન-1 હિટ રહ્યા બાદ ફરી એકવાર સીઝન-2 સાથે ધમાકેદાર વાપસી કરવાની તૈયારીમાં છે. આ વખતે શો સાથે ‘CarDekho.com’નાં ફાઉન્ડર અમિત જૈન જોડાયા છે. તેઓની સાથે શોમાં જોડાવા અને રોકાણ કરવા વિશે ચર્ચા થઈ હતી.

મને યાદ છે કે- મે-જૂનની આસપાસ શો માટે મારો સંપર્ક કરવામાં આવ્યો હતો. ઓડિશન થયું હતું, મોક પિચ અને રેકોર્ડિંગ્સ થયા હતા. ત્યારબાદ સોની ચેનલની ટીમને લાગ્યું કે, મારા માધ્યમથી નવું ફ્લેવર અને ડાયમેન્શન આવી શકે છે. મારું આ શોમાં જોડાવવાનું કારણ એ છે કે, હું મારી કંપનીને જે સ્ટેજ આપી શક્યો છું તે જ સ્ટેજ અહીંનાં નવા એન્ટરપ્યોનર્સને પણ આપી શકું.

તેઓને મારા અનુભવોનો ફાયદો મળે. આ શોની પહેલી સિઝન સુપરહિટ ગઈ હતી. વિશેષ તો નાના શહેરોમાં યુવાઓએ આ શોને ખૂબ જ પસંદ કર્યો, જે પોતાની કારકિર્દીમાં કંઈક નવું કરવા ઈચ્છે છે. મને લાગ્યું કે, મારું જ્ઞાન મારા પૂરતું જ સીમિત ન રાખીને આ શોનાં માધ્યમથી તેને અન્ય લોકો સુધી પહોંચાડું. મારા માટે શો સાથે જોડાવાનો સફર ખૂબ જ રસપ્રદ રહ્યો.

કોઈ વિશેષ પ્રકારનાં બિઝનેસ આઈડિયાને અહીં સપોર્ટ કરી રહ્યા છો?
એવું કંઈ પૂર્વનિર્ધારિત નથી. માર્કેટિંગ અને ટેક્નોલોજી એ મારા કી પોઈન્ટ્સ છે. જ્યાં સુધી મને લાગે છે, તેના માધ્યમથી હું કોઈપણ બિઝનેસમાં વેલ્યૂ ઉમેરી શકુ છું અને તે મારો ક્લિયર સેટ છે. કોઈપણ કંપનીમાં ટેક્નોલોજી પ્રોડક્ટનાં માધ્યમથી કઈ થઈ શકે, તો તે મારુ ફોકસ રહેશે.

ઘણીવાર નાના પાયાનાં બિઝનેસ પણ આકર્ષિત કરે છે, જ્યાં મને લાગે છે કે, તેના માધ્યમથી કરોડો લોકો પ્રેરણા લઈ શકે તો ત્યાં હું રોકાણ કરવામાં વધુ રસ દાખવુ છુ. બાકી હું વુમન એન્ટરપ્યોનર્સને આગળ વધે તે જોવા ઈચ્છુ છુ અને તેઓને રોકાણ કરવામાં મદદ કરવા ઈચ્છુ છુ.

અત્યાર સુધીમાં કેટલા લોકોનાં બિઝનેસ આઈડિયામાં રોકાણ કર્યું છે?
મેં અત્યાર સુધીમાં ઘણા બધા લોકોને તેના બિઝનેઝ આઈડિયામાં સપોર્ટ કર્યા છે. હાલ આંકડો તો ખ્યાલ નથી કે, કેટલા લોકોની મદદ કરી? આ આંકડા તો સોની ચેનલ પાસે હશે. રુપિયાની બાબતે કેટલી વાર મદદ કરી ચૂક્યો છુ? એ જણાવવું પણ મુશ્કેલ છે પણ ટૂંક સમયમાં જ આંકડા સૌ કોઈની સામે આવી જશે કે, મે કયા પ્રકારનાં બિઝનેસમાં કેટલું રોકાણ કર્યું?

‘CarDekho’ની શરુઆત કેવી રીતે કરી?
મારુ એક મોટી કંપની બનાવવાનું મન હતું. વર્ષ 2007માં મે નાના ભાઈ સાથે મળીને એક આઉટસોર્સિંગ કંપનીની શરુઆત કરી. અમે બીજી કંપનીઓ માટે કોડિંગ કરતા હતા. આ સમયે લાગ્યું કે, કંપનીને મોટી બનાવવા માટે તનતોડ મહેનત કરવી પડશે ત્યારે વિચાર્યું કે, ઈન્ટરનેટનાં માધ્યમથી કંઈક એવું કરીએ કે, એક જ રુમમાં બેસીને આખા ભારત સુધી કેવી રીતે પહોંચવું?

એવું કંઈક કે જેથી ગ્રાહક સીધો જ અમારી પાસે પહોંચી શકે. પછી અમે એક ઓટો એક્સપોમાં કૂદી પડ્યા, જે-તે સમયે દિલ્હીમાં થઈ રહ્યો હતો. પછી અમે જોયું અહીં અમુક એવી ગાડીઓ પણ છે કે, જે મળી રહી નથી તો ઓનલાઈન તેની તમામ માહિતી મેળવી અને એક એવું પ્લેટફોર્મ તૈયાર કરીએ કે, જ્યાં દરેક વ્યક્તિને કાર સાથે જોડાયેલી તમામ માહિતી મળે.

ધીમે-ધીમે વેબસાઈટ પરનું ટ્રાફિક વધતું ગયું. પછી અમે બીજી પણ અનેક વસ્તુઓનો પ્લાન કર્યો જેમ કે, મોબાઈલ દેખો, સ્માર્ટ જ્વેલરી અને બાઈક દેખો પણ લોન્ચ કરી. પછી CarDekho જ એટલું મોટુ થઈ ગયું કે, અમે અમારું તમામ ફોકસ તેના પર કેન્દ્રિત કરી દીધુ.

એક ક્લાસિફાઈડ વેબસાઈટ બનાવી કે, જ્યાં ગ્રાહક પોતાની કાર વેચી પણ શકે છે. પછી અમે તેમાં ઈન્શ્યોરન્સ પણ ઉમેર્યો. આ સાથે જ લોનની સ્કીમ પણ શરુ કરી. અમે ઈન્ડોનેશિયા, મલેશિયા અને ફિલિપાઈન્સમાં પણ આ કામ શરુ કર્યું. ત્યાં પણ અમારો બિઝનેસ ખૂબ જ સારી રીતે ચાલ્યો.

શું શાર્ક ટેન્કમાં કોઈ ફક્ત આઈડિયા લેવલ પર જ આવ્યું હતું?
આ વખતે શાર્ક ટેન્કમાં આવેલા લોકો તૈયાર થઈને આવ્યા છે. આવેલા તમામ ઉમેદવારોએ પહેલી સીઝનમાં જોયું હતું કે, કેવા પ્રકારના પ્રશ્નો આવે છે? તે અર્થમાં તેઓ ખૂબ જ તૈયાર હતા, ઘણા બિઝનેસ તો પહેલાથી જ સારું પ્રદર્શન કરી રહ્યા છે. અહીં મને જુદાં-જુદાં ક્ષેત્રોના ઘણા સારા ફાઉન્ડર મળ્યા, જેમની પાસેથી મને ઘણું શીખવા મળ્યું. મને પણ ખૂબ જ મજા આવી. મેં પણ ઘણું રોકાણ કર્યું છે. આ વખતે આઈડિયા લેવલ પર કોઈ નહોતું આવ્યું.

નવા એન્ટરપ્યોનર્સ માટે તમારા મંતવ્યો શું છે?
તમારી આસપાસની પરિસ્થિતિનું નિરિક્ષણ કરીને અનુભવો કે, એવી કઈ વસ્તુ છે કે જે લોકોને આકર્ષે છે. સમસ્યાઓને પકડો અને જુઓ કે, લોકોની સમસ્યાઓ શું છે? અને તેનું નિરાકરણ કેવી રીતે લાવવું? ફંડિંગને લઈને એક રણનીતિ તૈયાર કરો. પૈસા ઉપાડો તમારા પ્રોડક્ટ અને બિઝનેસને આખા ભારતમાં ફેલાવવા માટે. મોટાભાગે અનેક ફાઉન્ડર ફંડિંગ અને મૂલ્યાંકનનાં ફેઝમાં આવીને અટકી પડે છે. તમારો વધુમાં વધુ સમય એક્ઝિક્યુશનમાં લગાવો, પૈસા આપમેળે ચાલીને આવશે.