અપકમિંગ:ફોર્ડ આવતા વર્ષે 6 નવી ગાડીઓ ઇન્ડિયન માર્કેટમાં લોન્ચ કરશે, લિસ્ટમાંથી તમારા માટે કઈ ગાડી વધુ સારી રહેશે ચેક કરી લો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

1. ફોકસ

 • ફોકસ ફોર્ડના વૈશ્વિક લાઈનઅપમાં ફિએસ્ટા ઉપર બેસે છે અને કાર હાલ 4th જનરેશનમાં છે. હેચબેકને અલગ અલગ પાવરટ્રેનની રેન્જ સાથે રજૂ કરવામાં આવે છે, જેમાં 1.0 લિટરના 3 સિલિન્ડરવાળા ઈકોબૂસ્ટ યૂનિટ સામેલ છે. તે 125psનો પાવર પ્રોડ્યુસ કરે છે, આ પાવરટ્રેનનું માઈલ્ડ હાઈબ્રિડ વર્ઝન 1.5 લિટર ઈકોબ્લૂ ઓઈલ બર્ન છે. તે 120 ps/300 Nm પાવર જનરેટ કરે છે. આ સાથે જ 2.0 લિટર ડીઝલ એન્જિન, જે 150ps મેક્સિસમ પાવર અને 370Nmનો પિક ટોર્ક જનરેટ કરે છે.
 • ફોકસનું રેન્જ ટોપિંગ 12.3 ઈંચના ડિજિટલ ઈન્સ્ટ્રુમેન્ટ ક્લ્સ્ટર, એપલ કાર પ્લે અને એન્ડ્રોઈડ ઓટો સાથે 8 ઈંચની TFT ઈન્ફોટેનમેન્ટ ડિસ્પ્લે, એમ્બિઅન્ટ લાઈટિંગ, 10 સ્પીકર બેગ અને ઓલુફસન પ્રીમિયમ ઓડિયો સિસ્ટમ, LED હેડલાઈટ્સ અને ટેલ લેમ્પ, ડ્યુઅલ ઝોન ક્લાઈમેન્ટ કન્ટ્રોલ, કોર્ડપાસ કનેક્ટિવિટી સહિત ઘણાં ફીચર્સ સાથે આવે છે.

2. ફોકસ ST

 • ફોર્ડે ફોકસ હેચબેકને સુપર સ્પોર્ટી RS વર્ઝનને પેન યુરોપીય ઉત્સર્જન માનક અને ઉચ્ચ વિકાસ ખર્ચાને કારણે બંધ કરવાનો નિર્ણય કર્યો છે તેથી ST વર્ઝન સૌથી સ્પોર્ટી ફોકસ બને છે. રેગ્યુલર ફોકસથી વિપરિત, પર્ફોર્મન્સ રેટેડ STને 19 ઈંચના મેગ્નેટાઈડ વ્હીલ્સ, યુનિક ST ફ્રન્ટ અને રિયર બમ્પર, સ્પેશ્યલાઈઝ્ડ ST અપર અને લોઅર ગ્રિલ, ફૂલી સ્ટાઈલિંગ કિટ, રિયર સ્પોઈલર, STની ચારેબાજુ બેઝિંગ, ઈલેક્ટ્રોનિક લિમિટેડ સ્લિપ ડિફર્ન્શિયલ અને એક યુનિક સ્પોર્ટ્સ સસ્પેન્શન સાથે અટેચ છે.
 • જો કે, સૌથી મોટો ફેરફાર તેનું 2.3 લિટર ઈકોબૂસ્ટ પાવરટ્રેન છે, જે 420 ps મેક્સિમમ પિક ટોર્ક સાથે 280 ps પાવર પ્રોડ્યુસ કરે છે. તેમાં 6 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન અથવા ઓપ્શનલ 7 સ્પીડ ઓટોમેટિક ઓપ્શન મળી શકે છે. હોટ હેચબેક મેન્યુઅલ સાથે 5.7 સેકન્ડમાં 0થી 100 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે પહોંચી શકે છે. જ્યારે ઓટોમાં 6 સેકન્ડમાં 0થી 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પહોંચી શકે છે.

3. રેન્જર રેપ્ટર

 • ફોર્ડ રેન્જર મૂળ રૂપે એવરેસ્ટ SUVનું પિકઅપ વર્ઝન છે, જેને એન્ડવેર રૂપે માનવામાં આવે છે. રેન્જર રેપ્ટર આ પિકઅપ ટ્રકનું હાઈ પર્ફોર્મન્સ વર્ઝન છે. જેને સ્પીડ ઓફ રોડ ડ્રાઈવિંગ માટે ઓપ્ટિમાઈઝ કરવામાં આવ્યું છે.
 • રેન્જર રેપ્ટર 2.0 લિટર, 4 સિલિન્ડર ટર્બો ડીઝલ એન્જિનથી સજ્જ છે, જે 500Nmના મેક્સિમમ પિક ટોર્ક સાથે 213 psનો મેક્સિમમ પાવર આપે છે. એન્જિન BS6 એન્ડવેરની જેમ 10 સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સ સાથે આવે છે. પિકઅપ ટ્રક પર 4 વ્હીલ ડ્રાઈવ સિસ્ટમ સ્ટાન્ડર્ડ છે. રેન્જર રેપ્ટરની ભારતમાં કિંમત આશરે 65-70 રૂપિયા હોઈ શકે છે.

4. ફોર્ડ ફિગો

વર્ષ 2015માં લોન્ચ થયા બાદ ફિગોને કોઈ નોંધપાત્ર અપડેટ નથી મળી. એવું કહેવામાં આવી રહ્યું છે કે, હેચબેક હવે કેટલાક અન્ય કોમ્પિટિટર્સ કરતાં જૂની લાગે છે. આ જ કારણ છે કે તેનાં વેચાણની સંખ્યા પણ ઘટી રહી છે. જો કે, ફોર્ડે પુષ્ટિ કરી છે કે, વર્ષ 2021ના ​​અંત સુધીમાં ફિગોનું નવું વર્ઝન લોન્ચ કરવામાં આવશે. સંભવ છે કે નેક્સ્ટ જનરેશન ફિગોને પાવર આપવા માટે તેમાં મહિન્દ્રાનું mStallion 1.2-લિટર ટર્બો પેટ્રોલ એન્જિન હશે, જેને 2020 ઓટો એક્સપોમાં શોકેસ કરવામાં આવી હતી. આ એન્જિન દેશમાં XUV300 Sportz સાથે ડેબ્યૂ કરશે.

5. નેક્સ્ટ જનરેશન ઇકોસ્પોર્ટ

 • 8 વર્ષથી દેશમાં હોવા છતાં ફોર્ડ ઇકોસ્પોર્ટ તેનાં ફર્સ્ટ જનરેશન અવતારમાં વેચાઈ રહી છે. પરંતુ જ્યારે ફોર્ડ ઇકોસ્પોર્ટ ઇન્ડિયન માર્કેટમાં પહેલી સબ-4 મીટર SUVમાંની એક હતી તો વિવિધ ઓટોમોબાઇલ કંપનીઓએ પોતાનાં મોડેલ રજૂ કરીને આ સેગમેન્ટને દેશનું સૌથી સ્પર્ધાત્મક ક્ષેત્ર બનાવ્યું.
 • સ્પર્ધાને ટક્કર મારવા ફોર્ડ એક ન્યૂ જનરેશન ઇકોસ્પોર્ટ રજૂ કરવા પર કામ કરી રહી છે, જેને મહિન્દ્રા XUV300 Sportz જેવું 1.2 લિટર mStallion TGDi ટર્બો-પેટ્રોલ એન્જિનથી સજ્જ કરવામાં આવશે. આ એન્જિન 230PS મેક્સિમમ ટોર્ક સાથે 130PS પાવર પ્રોડ્યૂસ કરશે.

6. ન્યૂ C-SUV

 • મહિન્દ્રા અને ફોર્ડ વચ્ચેના જોઇન્ટ વેન્ચરના એક ભાગરૂપે ઇન્ડિયન માર્કેટ માટે SUVની એક સિરીઝ ડેવલપ કરવામાં આવશે, જેનું ફર્સ્ટ રિઝલ્ટ C-SUV હશે, જે આવતા વર્ષના મધ્યમાં ડેબ્યૂ કરી શકે છે.
 • કોડનેમ CX75વાળી ફોર્ડ C-SUV અપકમિંગ જનરેશન XUV500 સાથે પોતાની અંડરપિનિંગ શેર કરશે, જે આવતા વર્ષે લોન્ચ થવાની છે. ફોર્ડે અગાઉ પુષ્ટિ પણ કરી હતી કે નવી C-સેગમેન્ટની SUVને મહિન્દ્રાની માલિકીની ઇટાલિયન હાઈ-એન્ડ કાર ડિઝાઇન કંપની પિનિનફેરિના દ્વારા ડિઝાઇન કરવામાં આવશે.