ગ્રાહકની રુચિ અને જવાબોને ધ્યાનમાં રાખીને ફોર્ડ ઇન્ડિયાએ તેની લોકપ્રિય કોમ્પેક્ટ SUV ઇકોસ્પોર્ટનું નવું વેરિઅન્ટ લાઇનઅપ જાહેર કર્યું છે. કંપનીનું કહેવું છે કે નવાં લાઇનઅપમાં દરેક વેરિઅન્ટ વધુ મૂલ્ય અને ફીચર્સ આપે છે. કંપનીએ ટાઇટેનિયમ ટ્રીમ પર સનરૂફ પણ આપવામાં આવ્યું છે. આ લોકપ્રિય ફીચર હવે ગ્રાહકો પાસેથી મળેલા ફીડબેકના જવાબમાં અડધી ઇકોસ્પોરટ લાઇનઅપમાં ઉપલબ્ધ છે. તેની પ્રારંભિક કિંમત પેટ્રોલ માટે 7.99 લાખ રૂપિયા છે, જ્યારે તે ડીઝલ વેરિઅન્ટ માટે 8.69 લાખ રૂપિયા છે.
તેની મેન્ટેનન્સ કોસ્ટ સેગમેન્ટમાં સૌથી ઓછી છે
ફોર્ડ ઇકોસ્પોર્ટને તેના 2020 મેન્ટેનન્સ રિપોર્ટમાં ઓટોકાર ઇન્ડિયાએ સસ્તાં મેન્ટેનન્સવાળી કોમ્પેક્ટ SUV સેગમેન્ટ વચ્ચે રેટ કરવામાં આવી હતી. રિપોર્ટમાં ફોર્ડ ઇકોસ્પોર્ટની મેન્ટેનન્સ કોસ્ટ સૌથી ઓછી રહી. પેટ્રોલ ઇકોસ્પોર્ટની મેન્ટેનન્સ કોસ્ટ 21,754 રૂપિયા (અથવા 36 પૈસા પ્રતિ કિમી) અને 60 લાખ રૂપિયા છે અથવા પાંચ વર્ષની ઓનરશિપ સાઇકલ પછી 27,882 (અથવા 46 પૈસા પ્રતિ કિમી) છે.
પેટ્રોલ-ડીઝલ બંને એન્જિન ઓપ્શનમાં અવેલેબલ
આ SUV પેટ્રોલ અને ડીઝલ બંને પાવરટ્રેનમાં ઉપલબ્ધ છે. આ બંને પાવરટ્રેન્સ કોમ્પેક્ટ SUV સેગમેન્ટમાં પરફોર્મન્સ લીડર રહી છે. તે ફોર્ડની સૌથી વિશ્વસનીય 1.5-લિટર TDCi ડીઝલ એન્જિન સાથે ઉપલબ્ધ છે, જે 100PS પાવર અને 215Nm ટોર્ક આપે છે. થ્રી સિલિન્ડરવાળું 1.5-લિટર Ti-VCT પેટ્રોલ એન્જિન સેગમેન્ટ-બેસ્ટ 122PS પાવર અને 149Nm ટોર્ક આપે છે. ગ્રાહક 5-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સનો ઓપ્શન પસંદ કરી શકે છે, જે બંને એન્જિનો સાથે આપવામાં આવે છે. ઇકોસ્પોર્ટનું પેટ્રોલ-પાવર્ડ વેરિઅન્ટ એક 6-સ્પીડ ટોર્ક કન્વર્ટર ઓટોમેટિક સાથે પણ ઉપલબ્ધ છે.
લોક-અનલોક એપથી કરી શકાશે
ફોર્ડ ઇકોસ્પોર્ટ એકમાત્ર એવી કોમ્પેક્ટ SUV છે જેણે તેની સંપૂર્ણ લાઇનઅપમાં વૈશ્વિક સ્તરે પ્રખ્યાત મોબિલિટી અને કનેક્ટિવિટી સોલ્યુશન્સ ફોર્ડપાસ ટીએમ આપી છે. ફોર્ડપાસ ટીએમ એ એક વન-સ્ટોપ સ્માર્ટફોન એપ્લિકેશન છે. તે એક ફેક્ટરી ફીટેડ ક્લાઉડ-કનેક્ટેડ ડિવાઇસ સાથે આવે છે. ગ્રાહક એપ્લિકેશન દ્વારા અનેક ફંક્શન્સ જેવાં કે, કાર સ્ટાર્ટ કરવી, બંધ કરવી અને રિમોટલી લોક-અનલોક કરવી ઓપરેટ કરી શકશે.
2021 ફોર્ડ ઇકોસ્પોર્ટ એડવાન્સ સેફ્ટી, કનેક્ટિવિટી અને સુવિધા આપે છે, જેમ કે ...
2021 ફોર્ડ ઇકોસ્પોર્ટ પ્રાઇસ લિસ્ટ
ફોર્ડ ઇકોસ્પોર્ટ- 1.5l Ti-VCT પેટ્રોલ |
|
ફોર્ડ ઇકોસ્પોર્ટ- 1.5l TDCi ડીઝલ |
|
(કિંમત, એક્સ શો રૂમ, દિલ્હી) |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.