રિકોલ / ફોર્ડે EcoSport કાર્સ રિકોલ કરી, ચાઇલ્ડ લોક ફંક્શનમાં ખામી આવવાને કારણે નિર્ણય લેવાયો

X

દિવ્ય ભાસ્કર

May 23, 2020, 01:48 PM IST

દિલ્હી. ફોર્ડ ઇન્ડિયાએ આ વર્ષે નવા એમ્શન નોર્મ્સ અનુસાર તેની સંપૂર્ણ લાઇનઅપ અપડેટ કરી હતી. તેમ છતાં કંપનીએ તેના મોડેલ્સની કિંમતમાં વધારે ફેરફાર નહોતો કર્યો. હવે કંપનીએ તેના મોસ્ટ પોપ્યુલર મોડેલ્સમાંનું એક ફોર્ડ ઇકોસ્પોર્ટ કાર્સ રિકોલ કરી છે. કંપનીએ 22 જાન્યુઆરીથી 8 ફેબ્રુઆરી દરમિયાન મેન્યુફેક્ચર કરેલી કાર્સ પરત બોલાવી છે. તેમાં પેટ્રોલ અને ડીઝલ બંને મોડેલ્સ સામેલ છે.

ગાડીઓ રિકોલ કરવાનું કારણ શું?

જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં મેન્યુફેક્ચર કરવામાં આવેલા આ યૂનિટ્સમાં રાઇટ હેન્ડ સાઇડના ચાઇલ્ડ લોક ફંક્શનમાં ખામી હતી. ચાઇલ્ડ લોક એક્ટિવ હોવા છતાં આ ખામીને કારણે ડોર અંદરથી ખોલી શકાતું હતું. કંપનીએ આ વિશે તેના કસ્ટમર્સને મેલ કર્યો અને નજીકના સર્વિસ સ્ટેશને ગાડી લઈ જવાના આદેશ આપ્યા છે.

પેટ્રોલ અને ડીઝલ એન્જિનની એવરેજ

કંપનીનો દાવો છે કે, પેટ્રોલ એન્જિન લિટર દીઠ 15.9 કિમીની એવરેજ આપે છે. તેમજ, ડીઝલ એન્જિન લિટર દીઠ 21.7 કિમીની એવરેજ આપે છે. BS6 ડીઝલ એન્જિન સાથે આવનારી નવી ઇકોસ્પોર્ટમાં 1.5 લિટરનું TDCi ડીઝલ એન્જિન આપવામાં આવ્યું છે, જે 100 PS પાવર અને 215Nm ટોર્ક જનરેટ કરે છે. તેમજ, BS6 પેટ્રોલ એન્જિનવાળી નવી ઇકોસ્પોર્ટમાં 3 સિલિન્ડર 1.5 લિટર Ti-VCT પેટ્રોલ એન્જિન છે, જે 122 PS પાવર અને 149 Nm ટોર્ક જનરેટ કરે છે. પેટ્રોલ એન્જિનમાં 5 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન અને 6 સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશનનો ઓપ્શન છે.

ઇકોસ્પોર્ટમાં કુલ 6 એરબેગ્સ

નવી ઇકોસ્પોર્ટમાં પહેલાં જેવું જ એક્સટિરિયર અને ઇન્ટિરિયર સ્ટાઇલિંગ મળશે. ઇકોસ્પોર્ટના ઘણાં વેરિઅન્ટ્સમાં સનરૂફનો ઓપ્શન પણ છે. સારા પ્રોટેક્શન માટે ઇકોસ્પોર્ટમાં 6 એરબેગ્સ આપવામાં આવી છે. કનેક્ટિવિટી ફીચર તરીકે આ ગાડીમાં SYNC 3 ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, 8 ઇંચની ટચસ્ક્રીન આપવામાં આવી છે. તેમજ, આ કારમાં ઓટોમેટિક HID હેડલેમ્પ્સ, ડેટાઇમ રનિંગ લાઇટ્સ, ઇલેક્ટ્રોક્રોમિક મિરર, રેન સેન્સિંગ વાઇપર્સ અને પુશ બટન સ્ટાર્ટ આપવામાં આવ્યું છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી