• Gujarati News
  • Utility
  • Automobile
  • Ford India To Sell Units In Chennai, Relieve 2600 Employees, Both Units Could Be Handed Over To Ola And Mahindra & Mahindra

પ્લાનિંગ:તમિલનાડુ સરકાર ફોર્ડ ઇન્ડિયાનું ચેન્નાઈ યૂનિટ અન્ય ઓટોમોબાઇલ કંપનીને સોંપવાનું વિચારી રહી છે, 2,600 કર્મચારીઓનું ભવિષ્ય સુધરી જશે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

ફોર્ડ કંપની ભારતમાં પ્રોડક્શન બંધ કરી રહી છે. આ દરમિયાન ચેન્નાઈના મારાઈમલાઈ નગરમાં આવેલી ફોર્ડ મોટર ફેક્ટરી માટે સારા સમાચાર છે. તમિલનાડુ રાજ્ય સરકારે ફોર્ડ ઇન્ડિયાને એક અન્ય ઓટોમોબાઇલ કંપનીને આ યૂનિટ ચલાવવાની વાત કહી છે. જો આવું બને તો ત્યાં કામ કરી રહેલા 2,600 કર્મચારીઓને રાહત મળી શકે છે.

તમિલનાડુ સરકારમાં ઇન્ડસ્ટ્રી મામલાના પ્રમુખ સચિવ એન. મુરુગનંદમે મીડિયાને જણાવ્યું કે, જો તેમને કોઈ કંપનીની સારી ડીલ મળશે તો રાજ્ય સરકાર સરળતાથી તે કંપનીને જમીન આપી દેશે. ગત વર્ષે જ ફોર્ડનાં વેચાણ અને કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગ માટે ઓલા અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા જેવી બંને ફર્મ સાથે વાતચીત ચાલી રહી હતી. પરંતુ આ વાતચીત સફળ થઈ કે નહીં એ કન્ફર્મ નથી થઈ શક્યું.

પ્રોડક્શન બંધ થવાથી 40,000 લોકોને અસર થશે
થોડા દિવસ પહેલા જ ફોર્ડ મોટર કંપની જાહેરાત કરી ચૂકી છે કે તે ભારતમાં તેની કાર ફેક્ટરીઝ બંધ કરી દેશે અને 2 બિલિયન ડોલર (14.69 કરોડ રૂપિયા)નો રિસ્ટ્રક્ચરિંગ ચાર્જ ચૂકવશે. કંપનીના જણાવ્યાનુસાર, ભારતમાં વ્હીકલ પ્રોડક્શન બંધ થવાથી 4,000થી વધુ કર્મચારીઓ અને ડીલર્સ મળીને લગભગ 40,000 લોકો અસરગ્રસ્ત થશે.

કંપનીનું સાણંદ વ્હીકલ અસેમ્બલ યૂનિટ વર્તમાન નાણાકીય વર્ષની ત્રિમાસિકગાળા સુધી બંધ રહેશે. તેમજ, ચેન્નાઈ એન્જિન અને વ્હીકલ અસેમ્બલી પ્લાન્ટમાં આગામી નાણાકીય વર્ષના પ્રથમ માસિકગાળાથી પ્રોડક્શન બંધ થશે.

ચેન્નાઈ યૂનિટમાં વાર્ષિક 2 લાખ યૂનિટ બનાવવાની કેપેસિટી
350 એકરના વિસ્તારમાં ફેલાયેલા ચેન્નાઈ યૂનિટની વાર્ષિક પ્રોડક્શન કેપેસિટી લગભગ 2 લાખ વાહનો અને 3.40 લાખ એન્જિન હતી. જ્યાં અત્યાર સુધીમાં લગભગ 1 અબજ ડોલર (લગભગ 7.35 હજાર કરોડ)નું રોકાણ ફોર્ડ ઇકોસ્પોર્ટ અને ફોર્ડ એન્ડેવર કારમાં કરવામાં આવ્યું છે, જે લગભગ 37 દેશોમાં નિકાસ પણ કરવામાં આવી હતી.

બીજીબાજુ, સાણંદ યૂનિટ 460 એકરમાં ફેલાયેલું છે અને દર વર્ષે 2.40 લાખ વાહનો અને 2.70 લાખ એન્જિનનું ઉત્પાદન કરે છે. જ્યાં ફોર્ડ એસ્પાયર અને હેચબેક ફોર્ડ ફિગો જેવી કાર બનાવવામાં આવે છે. જેમાં લગભગ 1 અબજ ડોલરનું રોકાણ પણ કરવામાં આવ્યું છે.

પ્લાન્ટના કર્મચારીઓને ભવિષ્યની ચિંતા
મરાઈમલાઈ નગર યૂનિટમાં આશરે 2,600 કર્મચારીઓ કામ કરે છે. તેમને ખબર નથી કે કંપની આગામી દિવસોમાં શું નિર્ણય લેશે. ગણેશ ચતુર્થીના તહેવારને કારણે પ્લાન્ટ બંધ રહ્યો હતો. તેમજ, જ્યારે મીડિયાએ પ્લાન્ટમાં હાજર સુરક્ષા અધિકારીઓને શટડાઉન વિશે પૂછ્યું ત્યારે તેમણે કહ્યું કે પ્લાન્ટ લગભગ એક અઠવાડિયાં સુધી બંધ રહેશે.

ચેન્નાઈ ફોર્ડ વર્કર્સ યૂનિયનના સેક્રેટરી અરુણ સંજીવનું કહેવું છે કે અમને મીડિયા પાસેથી પ્લાન્ટ બંધ થવાની માહિતી પણ મળી. જો કે, મેનેજમેન્ટે સોમવારે બેઠક બોલાવી છે, તે દિવસે તેઓ શું કહે છે તે જોવાનું રહે છે. જો તેઓ પ્લાન્ટને કોઈ અન્ય કંપનીને સોંપશે તો આ નિર્ણય અહીંના કર્મચારીઓ માટે સારો સાબિત થશે.

અન્ય સમાચારો પણ છે...