તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Automobile
  • For The Third Time This Year, The Price Of Honda Shine Bike Has Gone Up, Now Consumers Have To Pay Rs 72,787 To Buy This Bike.

ભાવવધારો:આ વર્ષે ત્રીજીવાર હોન્ડા શાઇન બાઇકના ભાવ વધ્યા, હવે આ બાઇક ખરીદવા ગ્રાહકોએ 72,787 રૂપિયા ચૂકવવા પડશે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

હોન્ડા મોટરસાઇકલ અને સ્કૂટર ઈન્ડિયા (HMSI)એ ફરીથી તેની હોન્ડા શાઇન બાઇકના ભાવ વધારી દીધા છે. આ ભાવવધારાથી તેના ગ્રાહકોને આંચકો લાગ્યો છે. કંપનીએ આ લોકપ્રિય બાઇકની કિંમતમાં 1,200 રૂપિયા વધારો કર્યો છે. હોન્ડા શાઇનના ડ્રમ બ્રેક વેરિઅન્ટની કિંમત હવે 71,550 રૂપિયાથી વધીને 72,787 રૂપિયા થઈ ગઈ છે. તેમજ, તેના ડિસ્ક બ્રેક વેરિઅન્ટની કિંમત 76,346 રૂપિયાથી વધીને 77,582 રૂપિયા થઈ ગઈ છે. આ તમામ દિલ્હીના એક્સ-શો રૂમના ભાવ છે.

ગયા મહિને જ શાઇનના ભાવમાં 1,072 રૂપિયા વધ્યા હતા
ગયા મહિને જ શાઇનના ભાવમાં 1,072 રૂપિયા વધ્યા હતા

ગયા મહિને જ ભાવ વધ્યા હતા
અગાઉ, કંપનીએ ગયા મહિને જ શાઇનના ભાવમાં 1,072 રૂપિયાનો વધારો કર્યો હતો. છેલ્લાં ત્રણ મહિનામાં આ ત્રીજી વખત છે જ્યારે કંપનીએ તેની હોન્ડા શાઇનના ભાવ વધાર્યા છે. આ હોન્ડાની દેશમાં સૌથી વધુ વેચાતી બાઇક છે.

એન્જિન ડિટેલ્સ
તેના પાવર પરફોર્મન્સ વિશે વાત કરવામાં આવે તો તેમાં 125ccનું એન્જિન આપવામાં આવ્યું છે. તેનું એન્જિન 7,500 rpm પર 10.72 bhp પાવર અને 6,000 rpm પર 10.9Nm પીક ટોર્ક જનરેટ કરે છે. તેનું એન્જિન 5 સ્પીડ ગિયરબોક્સથી સજ્જ છે. તેમાં 10.5 લિટરની કેપેસિટીની પેટ્રોલ ટાંકી આપવામાં આવી છે. તેના ડિસ્ક વેરિઅન્ટનું કર્બ વજન 115 કિલો છે. તેમજ, તેના ડ્રમ બ્રેક વેરિઅન્ટનું કર્બ વજન 114 કિલો છે.

ડાયમેન્શન
આ બાઇકની લંબાઈ 2046mm, પહોળાઈ 737mm અને ઊંચાઇ 1116mm છે. તેમજ, તેનું વ્હીલબેસ 1285mm છે. જ્યારે, તેનું ગ્રાઉન્ડ ક્લિયરન્સ 162mm છે. તેની સીટની લંબાઈ 651mm અને ઊંચાઈ 791mm છે.

હોન્ડા શાઇનના બ્રેકિંગમાં ફ્રંટમાં 240mm ડિસ્ક અથવા 130mm ડ્રમ બ્રેક પસંદ કરવાનો ઓપ્શન મળશે
હોન્ડા શાઇનના બ્રેકિંગમાં ફ્રંટમાં 240mm ડિસ્ક અથવા 130mm ડ્રમ બ્રેક પસંદ કરવાનો ઓપ્શન મળશે

બ્રેકિંગ
આ બાઇકના ફ્રંટમાં ટેલિસ્કોપિક સસ્પેન્શન અને પાછળના ભાગમાં હાઇડ્રોલિક પ્રકારનું સસ્પેન્શન આપવામાં આવ્યું છે. હોન્ડા શાઇનના બ્રેકિંગમાં ફ્રંટમાં 240mm ડિસ્ક અથવા 130mm ડ્રમ બ્રેક પસંદ કરવાનો ઓપ્શન છે. તેમજ, તેના પાછળના ભાગમાં 130mm ડ્રમ બ્રેક આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...