ભાવવધારો:બે મહિનામાં બીજીવાર હોન્ડા શાઇનના ભાવ વધ્યા, હવે ખરીદવા 71,550 રૂપિયા ચૂકવવા પડશે

5 મહિનો પહેલા
  • કૉપી લિંક

હોન્ડા મોટરસાઇકલ અને સ્કૂટર ઇન્ડિયાએ હોન્ડા શાઇનના ભાવમાં વધારો કર્યો છે. તે વિશ્વની સૌથી વધુ વેચાનારી બાઇક છે. છેલ્લાં બે મહિનામાં આ બીજી વખત હશે જ્યારે તેની કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે. આ વખતે તેની કિંમતમાં રૂપિયા 1,072નો વધારો કરવામાં આવ્યો છે. જેના કારણે ડ્રમ બ્રેક વેરિઅન્ટની કિંમત 71,550 (એક્સ શો રૂમ) સુધી પહોંચી ગઈ છે. સમાન ડિસ્ક બ્રેક વેરિઅન્ટની કિંમત 76,346 રૂપિયા (એક્સ શો રૂમ) છે. જો કે, બાઇકનાં ફીચર્સમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. કંપની હોન્ડા શાઇન ખરીદવા પર SBI ક્રેડિટ કાર્ડ પર 3,500 રૂપિયાનું કેશબેક આપે છે.

5 સ્પીડ ગિયર મળશે
હોન્ડા શાઇનમાં PGM-FI ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેના કારણે તે વધુ એવરેજ આપે છે. તેમાં 5 સ્પીડ ગિયરબોક્સ આપવામાં આવ્યું છે. બાઇકમાં 125ccનું એન્જિન છે. હોન્ડા શાઇનમાં સ્વીચ, DC હેડલેમ્પ, 5 સ્ટેપ અડજસ્ટેબલ રિઅર સસ્પેન્શન, કોમ્બી બ્રેકિંગ સિસ્ટમ જેવાં ફીચર્સ ઉપલબ્ધ છે. બાઇકમાં નવાં એલોય વ્હીલ્સ આપવામાં આવ્યાં છે. તેમાં 4 કલર ઓપ્શન છે, જેમાં ગ્રે, બ્લેક, રેડ અને બ્લુ શામેલ છે. કંપની બાઇકમાં 6 વર્ષની વોરંટી આપે છે, જેમાં 3 વર્ષની સ્ટાન્ડર્ડ વોરંટી અને 3 વર્ષની એક્સટેન્ડેડ વોરંટી સામેલ છે.

કંપનીએ ફ્રી સર્વિસિંગની ડેટ લંબાવી
લોકડાઉનને કારણે કંપનીએ ભારતીય ગ્રાહકો માટે સર્વિસિંગ ડેટ વધારી દીધી છે, જે ગ્રાહકોના વ્હીકલનો સર્વિસ પિરિયડ 1 એપ્રિલથી 31 મે વચ્ચે પૂરો થઈ રહ્યો છે તેને 31 જુલાઈ સુધી વધારી દેવામાં આવ્યો છે.

હોન્ડાની બાઇક અને તેની કિંમત

નંબરહોન્ડા બાઇક્સ

એક્સ-શો રૂમ કિંમત (રૂ.માં)

1.એક્ટિવા 5G54,632
2.ડિયો63,273
3.CB શાઇન SP64,098
4.CD 110 ડ્રીમ64,421
5.લીવો69,971
6.CB શાઇન71,550
7.SP 12577,145
8.CB યુનિકોર્ન 16097,356