તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • Automobile
  • For The Second Time In The New Year The Price Of The Royal Enfield Classic 350 Range Has Increased, Check The Variant Wise New Price List

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાવવધારો:નવાં વર્ષમાં બીજીવાર રોયલ એન્ફિલ્ડ ક્લાસિક 350 રેન્જની કિંમત વધી, વેરિઅન્ટ વાઇઝ નવું પ્રાઇઝ લિસ્ટ ચેક કરી લો

21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભાવવધારા પછી ક્લાસિક 350ની પ્રારંભિક કિંમત 1,67,235 લાખ રૂપિયા થઈ ગઈ છે
  • સૌથી વધુ ભાવવધારો ક્લાસિક 350ના સ્ટેલ્થ બ્લેક/ક્રોમ બ્લેક વેરિઅન્ટમાં થયો છે

રોયલ એન્ફિલ્ડે નવા વર્ષમાં બીજી વખત તેની ક્લાસિક 350ની કિંમતમાં વધારો કરી દીધો છે. ક્લાસિક 350 રેન્જ હવે અગાઉના ભાવવધારા બાદ 4,262 રૂપિયા સુધી મોંઘી થઈ ગઈ છે. નવા ભાવવધારા બાદ પ્રારંભિક કિંમત 1,67,235 લાખ રૂપિયા થઈ ગઈ છે, જે 1,92,608 રૂપિયા સુધી જાય છે.

ક્લાસિક 350 રેન્જની નવી કિંમત

કલરવેરિઅન્ટફેબ્રુઆરી 2021 કિંમતજાન્યુઆરી 2021 કિંમતતફાવત

એશ, ચેસ્ટનટ​​​​​​​ રેડ, રેડડિચ રેડ, પ્યોર બ્લેક અને મરકરી સિલ્વર

સિંગલ ABS1,67,235 રૂ.1,61,688 રૂ.3,674 રૂ.
ક્લાસિક બ્લેક, પ્યોર બ્લેક અને મરકરી સિલ્વરડ્યુઅલ ABS1,75,405 રૂ.1,71,570 રૂ.5,788 રૂ.
ગમનેટલ ગ્રેડ્યુઅલ ABS સ્પોક1,77,294 રૂ.1,73,422 રૂ.3,872 રૂ.
ગનમેટલ ગ્રેડ્યુઅલ ABS એલોય1,89,360 રૂ.1,85,252 રૂ.4,108 રૂ.
સિગન્લ્સ એડિશન સ્ટોર્મરાઇડર સેન્ડડ્યુઅલ ABS1,85,902 રૂ.1,81,862 રૂ.4,040 રૂ.
સિગ્નલ્સ એડિશન એરબોર્ન બ્લુડ્યુઅલ ABS1,85,902 રૂ.1,81,901 રૂ.4,001 રૂ.
ઓરેન્જ એમ્બર/મેટલો સિલ્વરડ્યુઅલ ABS1,89,360 રૂ.1,85,252 રૂ.4,108 રૂ.
સ્ટેલ્થ બ્લેક/ક્રોમ બ્લેકડ્યુઅલ ABS1,92,608 રૂ.1,88,346 રૂ.4,262 રૂ.

ભાવ વધ્યો પણ એન્જિન-વિઝ્યુઅલમાં કોઈ ફેરફાર નહીં
ભાવ વધ્યા છે પરંતુ કંપનીએ ક્લાસિક 350ને કોઈપણ પ્રકારની કોસ્મેટિક અથવા મિકેનિકલ અપડેટ આપી નથી. આ અગાઉની જેમ જ 346ccનાં સિંગલ-સિલિન્ડર ફ્યુઅલ-ઇન્જેક્ટેડ પુશ-રોડ બેઝ્ડ એર-કૂલ્ડ એન્જિનથી સજ્જ છે. તેમાં મેક્સિમમ 19.1bhp પાવર આઉટપુટ અને 28Nm પીક ટોર્ક મળે છે. ક્લાસિક 350નું પ્રોડક્શન વર્ષ 2009થી ચાલી રહ્યું છે અને તેનું અપડેટ વર્ઝન પણ આવતા મહિને લોન્ચ કરવામાં આવશે.

નેક્સ્ટ-જનરેશન ક્લાસિક 350 એપ્રિલ અથવા મેની આસપાસ લોન્ચ થશે
નેક્સ્ટ જનરેશન ક્લાસિક 350 એક નવાં J1D પ્લેટફોર્મ (ડબલ ડાઉનવેટ ફ્રેમ) અને રિવાઇઝ્ડ એન્જિન સાથે લોન્ચ થશે. સેકન્ડ જનરેશન રોયલ એન્ફિલ્ડ 350 આ વર્ષે એપ્રિલ અથવા મેની આસપાસ લોન્ચ થઈ શકે છે. રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, નેક્સ્ટ જનરેશન મોડેલ ઓછા વાઇબ્રેશન, વધુ સારી રીતે ફિટ અને ફિનિશ સાથે આવશે. આ સિવાય, તેમાં ટ્રાઇપર નેવિગેશન સિસ્ટમ અને નવી એક્સેસરીઝ પણ મળશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

વધુ વાંચો