તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ભાવવધારો:લોન્ચિંગ પછી પહેલીવાર બજાજ ડોમિનાર 400ની કિંમત વધી, આશરે 3 હજાર રૂપિયાનો વધારો નોંધાયો

દિલ્હી4 મહિનો પહેલા

બજાજ ઓટોએ ઇન્ડિયામાં તેની પોપ્યુલર બાઇક ડોમિનાર 400ની કિંમત વધારી દીધી છે. કંપની તરફથી આ બાઇકના BS6 કમ્પ્લાયન્ટ વર્ઝનની લોન્ચિંગ પછી પહેલીવાર તેની કિંમત વધારવામાં આવી છે. ભારતમાં BS6 બજાજ ડોમિનારને 1,91,751 લાખ રૂપિયાની કિંમતે લોન્ચ કરવામાં આવી હતી, જેની કિંમત હવે 1,94,751 રૂપિયા થઈ ગઈ છે. એટલે કે આ બાઇકની કિંમતમાં આશરે 3 હજાર રૂપિયાનો વધારો કરાયો છે. જો કે, આ ભાવવધારો કેમ કરવામાં આવ્યો તે અંગે કોઈ જાણકારી મળી નથી.

એન્જિન ડિટેલ્સ

કરન્ટ BS4 મોડેલમાં 373,3ccની કેપેસિટીનું સિંગલ સિલિન્ડરયુક્ત લિક્વિડ કૂલ્ડ DOHC એન્જિન આપવામાં આવ્યું છે, જે 40bhp પાવર અને 35Nm ટોર્ક જનરેટ કરે છે. આ સાથે જ આ બાઇક્માં એક ઓલ ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર સાથે ઓલ LED હેડલેમ્પ આપવામાં આવ્યો છે. તેમજ, બાઇકમાં ડાયમંડ કટ એલોય વ્હીલ્સ સાથે ડબલ બેરલ એક્ઝોસ્ટ સેટ અનેસ્લીપર ક્લચનો પણ ઓપ્શન આપવામાં આવ્યો છે.

ફીચર્સ

આ ઉપરાંત, ડોમિનાર 400ના રિઅરમાં 230mmની ડિસ્કઅને ફ્રંટમાં 320mmની ડિસ્ક બ્રેક આપવામાં આવી છે, જે ABSથી સજ્જ છે. બાઇકની સસ્પેન્શન સિસ્ટમમાં પાછળની બાજુ અડજસ્ટેબલ મોનોશોક સાથે 43mm USD ફોર્ક્સ પણ સામેલ છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ધૈર્ય અને વિવેકનો ઉપયોગ કરીનો કોઇપણ સમસ્યાનો ઉકેલ લાવવામાં સક્ષમ રહેશો. આર્થિક પક્ષ પહેલાંથી વધારે સુદઢ સ્થિતિમાં રહેશે. પરિવારના લોકોની નાની-મોટી જરૂરિયાતોનું ધ્યાન રાખવાથી તમને સુખ...

વધુ વાંચો