તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

11% વધારે ગાડીઓ વેચાઈ:ફેબ્રુઆરી 2020 પછી ડિસેમ્બરમાં પહેલીવાર ગાડીઓનું વેચાણ વધ્યું, મારુતિનો માર્કેટ શેર વધ્યો અને હ્યુન્ડાઈનો ઘટ્યો

9 દિવસ પહેલા
  • કૉપી લિંક

ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિએશન (FADA)એ ડિસેમ્બર 2020માં વ્હીકલ રજિસ્ટ્રેશનના ડેટા જારી કર્યા છે. ઓવરઓલ વ્હીકલ સેગમેન્ટમાં વાર્ષિક આધારે દર મહિને 11.01%ની વૃદ્ધિ જોવા મળી છે. ડિસેમ્બર 2020માં 18,44,143 ગાડીઓનું રજિસ્ટ્રેશન થયું, જે ડિસેમ્બર 2019માં 16,61,245 હતું. એટલે કે 1,82,8,98 ગાડીઓનો ગ્રોથ રહ્યો. ટૂ-વ્હીલર અને પેસેન્જર વ્હીકલ સેગમેન્ટમાં વધારો જોવા મળી રહ્યો છે. ટ્રેક્ટર સેગમેન્ટમાં સૌથી વધુ 35.49% વૃદ્ધિ નોંધાઈ છે. અગાઉ ફેબ્રુઆરી 2020માં 2.60%નો ગ્રોથ રહ્યો હતો.

ટૂ-વ્હીલર સેગમેન્ટમાં 11.88%નો ગ્રોથ
આંકડાને જોઈને એવું લાગે છે કે, ડિસેમ્બર 2020માં કોરોના વાઇરસની અસર ઓછી રહી. વ્હીકલ રજિસ્ટ્રેશનમાં જે વધારો થયો તેમાં ટૂ-વ્હીલર સેગમેન્ટનું પણ યોગદાન રહ્યું. ગત મહિને આ સેગમેન્ટમાં વાર્ષિક 11.88%ની વૃદ્ધિ થઈ. ડિસેમ્બર 2019માં 12,73,318 ગાડીઓના રજિસ્ટ્રેશન થયાં હતાં, જે ડિસેમ્બર 2020માં વધીને 14,24,620 થયું હતું. એટલે કે 1,51,302 રજિસ્ટ્રેશન વધારે થયાં હતાં.

ટૂ વ્હીલર સેગમેન્ટની મોટાભાગની કંપનીઓના માર્કેટ શેરમાં પણ વધારો જોવા મળ્યો છે. અથવા તેમના માર્કેટ શેર ડિસેમ્બર 2019ની જેમ સ્થિર રહ્યા છે. હીરો મોટોકોર્પ લિમિટેડનો માર્કેટ શેર 39.25% હતો, જે ડિસેમ્બર 2019માં 38.74% હતો. તે જ રીતે, હોન્ડાનો માર્કેટ શેર 24.55% હતો, જે ડિસેમ્બર 2019માં 24.47% હતો. TVSનો માર્કેટ શેર 14.35% હતો, જે ડિસેમ્બર 2019માં 14.07% હતો. જો કે, બજાજનો માર્કેટ શેર ઘટીને 11.30% થઈ ગયો, જે ડિસેમ્બર 2019માં 11.97% હતો.

પેસેન્જર વ્હીકલ સેગમેન્ટમાં 23.99%નો ગ્રોથ
ટૂ વ્હીલર સેગમેન્ટની સાથે પેસેન્જર વ્હીકલ સેગમેન્ટમાં પણ 23.99%નો ગ્રોથ જોવા મળ્યો. ડિસેમ્બર 2019માં 2,18,775 ગાડીઓનું રજિસ્ટ્રેશન થયું હતું, જે ડિસેમ્બર 2020માં વધીને 2,71,249 થયું. એટલે કે 52,474 રજિસ્ટ્રેશન વધારે થયા.

ડિસેમ્બર 2020માં મારુતિ સુઝુકી ઈન્ડિયા લિમિટેડના શેર 48.21% હતા, જે ડિસેમ્બર 2019માં 46.12% હતા. ટાટ મોટર્સ લિમિટેડના માર્કેટ શેર વધીને 7.25% થઈ ગયા, જે ડિસેમ્બર 2019માં 5.04% હતા. કિઆ મોટર્સ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડનો માર્કેટ શેર 6.60% હતો, જે ડિસેમ્બર 2019માં 4.73% હતો. હ્યુન્ડાઈ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, હોન્ડા, રેનો, ટોયોટા, ફોર્ડ જેવી કંપનીઓનું માર્કેટ શેર ડિસેમ્બર 2019ની તુલનામાં ઘટી ગયા.

2020 નો સૌથી મોટો ગ્રોથ
FADAના ડેટા અનુસાર, વાર્ષિક ધોરણે 2020ના ફેબ્રુઆરીમાં વ્હીકલ રજિસ્ટ્રેશન ડેટામાં 2.60% ગ્રોથ જોવા મળ્યો હતો. હવે ડિસેમ્બર 2020માં આ ગ્રોથ 11.01% રહ્યો. તેમજ, ડિસેમ્બર 2020માં પહેલીવાર એવું થયું કે પેસેન્જર વ્હીકલ સેગમેન્ટમાં 23.99%નો ગ્રોથ જોવા મળ્યો.

SIAM અને FADA બંને આંકડા જાહેર કરે છે
દેશમાં ગાડીઓના વેચાણ સંબંધિત આંકડા સોસાયટી ઓફ ઇન્ડિયન ઓટોમોબાઇલ મેન્યુફેક્ચર્સ (SIAM) અને ફેડરેશન ઓફ ઓટોમોબાઇલ ડીલર્સ અસોસિએશન (FADA) દ્વારા જાહેર કરવામાં આવે છે. SIAMના આંકડાઓ ડીલર્સના સપ્લાય પર આધારિત હોય છે. જ્યારે FADAના આંકડા વ્હીકલ રજિસ્ટ્રેશનને લઇને બહાર પાડવામાં આવે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જમીન-જાયદાદનું કોઇ કામ અટવાયેલું છે તો આજે તેના પૂર્ણ થવાની સંભાવના છે. ભવિષ્યને લગતી થોડી યોજનાઓ ઉપર પણ વિચાર થશે. કોઇ અટવાયેલા રૂપિયા આવી જવાથી ચિંતા દૂર થશે. નેગેટિવઃ- તમારા મહત્ત્વપૂર...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser