• Home
  • Utility
  • Automobile
  • Follow safety tips to prevent coronavirus infection in the car, clean the door handle frequently

કારમાં કોરોનાવાઇરસના ચેપથી બચવા સેફ્ટી ટિપ્સ ફોલો કરો, ડોર હેન્ડલ વારંવાર સાફ કરો

Follow safety tips to prevent coronavirus infection in the car, clean the door handle frequently
X
Follow safety tips to prevent coronavirus infection in the car, clean the door handle frequently

  • વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા COVID-19ને મહામારી જાહેર કરવામાં આવી છે
  • કોરોના વાઇરસ તમારી કારની સીટ, ડોર હેન્ડલ, સ્ટિયરિંગ ગમે ત્યાં હોઈ શકે છે

દિવ્ય ભાસ્કર

Mar 22, 2020, 02:21 PM IST

ઓટો ડેસ્કઃ સેલ્ફ સેફ્ટી એ કોરોના વાઇરસથી બચવાનું સૌથી મોટું પગલું છે. તેથી, પોતાની જાતને સ્વચ્છ રાખવાની સાથે સાથે આસપાસની વસ્તુઓ પણ સ્વચ્છ રાખવી જરૂરી છે. ખાસ કરીને જો તમે દૈરરોજ કારથી મુસાફરી કરતા હો તો તેની સફાઈ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. કારણ કે, કોરોના વાઇરસ તમારી કારની સીટ, ડોર હેન્ડલ, સ્ટિયરિંગ પર ક્યાંય પણ હોઈ શકે છે. આવી સ્થિતિમાં, તમારે તમારી કારને સાફ કરવાના કેટલાક બેઝિક સ્ટેપ્સ ફોલો કરવાં પડશે, જે તમને COVID-19 સાથે અન્ય તમામ પ્રકારના વાઇરસથી સુરક્ષિત રાખશે.

સૌપ્રથમ પોતાની જાતને સ્વચ્છ રાખો

કાર ચલાવતી વખતે આત્મ-સુરક્ષા સૌથી મહત્ત્વપૂર્ણ છે. જો તમે પોતાને સુરક્ષિત રાખશો તો કારની અંદર વાઇરસ થવાની સંભાવના બહુ ઓછી થઈ જાય છે. આવી સ્થિતિમાં, સ્વચ્છતા અંગે વિશ્વ આરોગ્ય સંગઠન દ્વારા જાહેર કરાયેલી માર્ગદર્શિકાનું પાલન કરવું જરૂરી છે. જો તમે વારંવાર તમારા હાથ સાફ કરતા હો તો તમે આ ચેપથી બચી શકો છો. હંમેશા ડ્રાઇવિંગ પહેલાં અને પછી તમારા હાથ સાફ કરો. તમારી કારમાં હેન્ડ સેનિટાઇઝર રાખો. કારનો ઉપયોગ કરતાં પહેલાં તમારે આ કરવું જોઈએ. આ ઉપરાંત, જે લોકો તમારી કારમાં મુસાફરી કરી રહ્યા હોય તેમણે પણ સેનિટાઇઝરનો ઉપયોગ કરવો જ જોઇએ. જો શક્ય હોય તો મોં પર માસ્ક લગાવીને વાહન ચલાવો. તેમજ, કારમાં રહેલા દરેકને માસ્ક પહેરવાનું કહો.

કારની કેબિન સાફ રાખો

કારની કેબીની સફાઈ કરવી એ સૌથી મહત્ત્વપૂર્ણ છે. આ દિવસોમાં તમારે હંમેશાં ડ્રાઇવિંગ પહેલાં કેબિનને સંપૂર્ણપણે સાફ કરવી જોઈએ. વાઇરસ યોગ્ય રીતે સાફ ન થાય ત્યાં સુધી તે તમારી કારમાં રહેશે. તમે સફાઈ માટે કોઈપણ કાર ક્લિનિંગ પ્રોડક્ટનો ઉપયોગ કરી શકો છો. વેક્યુમ ક્લીનર્સનો ઉપયોગ કારની કેબિન સાફ કરવા માટે થઈ શકે છે. કારની કેબિનના કોઈપણ ભાગમાં ધૂળ કે અન્ય પ્રકારની ગંદકી ન થાય તેનો પ્રયાસ કરો. જો કારમાં કર્ટેન્સ હોય તો તેને પણ સાફ કરો. કારનાં ડેશબોર્ડ, સ્ટિયરિંગ અને એસી વેન્ટ્સ પણ સાફ કરો.

વારંવાર સ્પર્શ થતો હોય એવી જગ્યાનું ધ્યાન રાખો

કારની એ જગ્યાએ જ્યાં વારંવાર સ્પર્ષ થતો હોય એ ભાગને વારંવાર સાફ કરવું જરૂરી છે. ખાસ કરીને કારના ડોર હેન્ડલને ઘણા લોકો સ્પર્શ કરતા હોય છે. તેથી, તેની સફાઈ કરવી જોઅએ. આટલું જ નહીં, તમારે સફાઈ કર્યા પછી તરત જ હેન્ડ સેનિટાઇઝરનો પણ ઉપયોગ કરવો જોઈએ. આ સિવાય, કારમાં સ્ટીઅરિંગ વ્હીલ, ગિયરબોક્સ, હેન્ડ બ્રેક, સન વીઝર્સ, સીટ એડજસ્ટમેન્ટ લીવર, સીટ બેલ્ટ, ડેશબોર્ડ, મ્યુઝિક સિસ્ટમ અથવા ટચસ્ક્રીનની પણ સફાઈ કરવી જોઅએ. તેમને સાફ કરવા માટે કારમાં કોઈપણ જંતુનાશક પદાર્થ રાખો. તે બધાંને કપડાથી સાફ કરો અને તે કપડું પણ પણ પછી સાફ કરીને મૂકો.

લેધર સીટ અને કવરની સફાઈ

વાઇરસ કારના સીટ કવર અને લેધરને પોતાનું ઘર બનાવી શકે છે. જો આની પર વાઇરસ આવી જાય તો તમારા હાથ અને કપડાં પર સરળતાથી પહોંચી શકે છે. આ સાથે, હેડરેસ્ટ્સ, સીટબેક પોકેટ્સ, બેકરેસ્ટ્સ અને આર્મરેસ્ટ્સ એ ઘણી એવી જગ્યાઓ છે જે નિયમિતપણે સાફ થવી જોઈએ. તેને સાફ કરવા માટે તમે પાણીમાં શેમ્પૂ મિક્સ કરી શકો છો અને તેને હળવા ભીના કપડાંથી સાફ કરી શકો છો. શક્ય હોય તો રાત્રે કારમાં કોઈ જંતુનાશક દવાનો છંટકાવ કરવો. આ કારમાં હાજર તમામ પ્રકારના જંતુઓ અને વાઇરસને દૂર કરશે.

એર કન્ડિશનરની સફાઈ

કોઈપણ પ્રકારનો વાયઇરસ એસીમાં સૌથી ઝડપથી સક્રિય થાય છે અને ઝડપથી ફેલાય છે. કારણ કે, કારનું ક્ષેત્રફળ નાનું છે અને એસી ચાલતી વખતે વાઇરસ તમામ મુસાફરો સુધી પહોંચી શકે છે. ઉનાળાની ઋતુમાં મોટાભાગના લોકો એસીનો ઉપયોગ કરે છે. તેથી કારમાં એસીની સફાઈ કરવી સૌથી જરૂરી છે. આ માટે તમે એસી વેન્ટ્સ ક્લીન કરો. આ સાથે જ વેન્ટ્સમાં જંતુનાશક સ્પ્રેનો ઉપયોગ અવશ્ય કરો.

એકલા ટ્રાવેલ કરવાનો પ્રયત્ન કરો

થોડા સમય માટે તમારે સોશિયલ નેટવર્કથી અલગ થવું પડશે. એટલે કે, પ્રયત્ન કરો કે કારમાં એકલા જ ટ્રાવેલ કરો. કોઈ બહારના મિત્ર, પરિચિત વ્યક્તિ સાથે ટ્રાવેલિંગ કરવાનું ટાળો. જો કોઈ પરિસિથ્તિમાં તેમની સાથે જવું પડે તો સેનિટાઇઝની પ્રોસેસનું ધ્યાન રાખો. ટ્રાવેલિંગ દરમિયાન તમામ પ્રકારના પેમેન્ટ ડિજિટલી થાય એવો પ્રયત્ન કરો કારણ કે, ચલણી નોટ ઉપર પણ વાઇરસ હોઈ શકે છે, જે તમારા વોલેટથી તમારા હાથ સુધી પહોંચી શકે છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી