લોન્ચ પહેલાં મારુતિ S-Pressoનો પહેલો ઓફિશિયલ ફોટો લીક થયો, રેડ અને વ્હાઇટ કલરનાં કોમ્બિનેશનમાં જોવા મળી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઓટો ડેસ્કઃ મારુતિ તેની નવી કાર S-Presso ટૂંક સમયમાં જ ઈન્ડિયન માર્કેટમાં ઉતારવા જઈ રહી છે. આ કારને લઇને છેલ્લા ઘણા સમયથી માર્કેટમાં બઝ જોવા મળી રહ્યું છે. આ કાર ટેસ્ટિંગ દરમિયાન પણ અનેકવાર જોવા મળી છે. પરંતુ તેનો ઓફિશિયલ ફોટો હજી હવે બહાર આવ્યો છે. આ કાર આ મહિનાની 30મી તારીખે લોન્ચ થઈ રહી છે. આ એક માઇક્રો-એસયુવી પર બેઝ્ડ હશે. નવી S-Presso એરિના ડીલરશિપ પર પહોંચવાની શરૂ થઈ ગઈ છે. માનવામાં આવી રહ્યું હતું કે આ કારની સીધી ટક્કર રેનો ક્વિડ સાથે થશે. નવી ક્વિડ ટૂંક સમયમાં જ નવા અવતારમાં રિ-લોન્ચ થવા જઈ રહી છે.


નવી S-Presso મારુતિ સુઝુકીની પહેલી એવી ગાડી હશે જે BS-6 માન્ય હશે અને 1.0 લિટર K10B પેટ્રોલ એન્જિનથી સજ્જ હશે. આ એન્જિન 3 સિલિન્ડરવાળું હશે, જે 68hp અને 90Nm ટોર્ક આપશે. આ ઉપરાંત, આ એન્જિન 5 સ્પીડ મેન્યુઅલ AMT સાથે આવશે. તેમાં ત્રણ વેરિઅન્ટ VXi, VXi (O) અને VXi સામેલ કરવામાં આવશે. S-Presso મારુતિ સુઝુકીની હાર્ટેક્ટ પ્લેટફોર્મ પર આધારિત છે અને તેનું વજન 726 કિલોગ્રામ છે.


આ કારમાં નવી ગ્રિલ અને હેડલાઇટ આપવામાં આવી છે. તેમજ તેમાં 14 ઈંચનાં એલોય વ્હીલ્સ જોવાં મળી રહ્યાં છે. તેનાં ટોપ મોડલમાં વ્હીલ કવર પણ મળશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ગાડીની કિંમત 4 લાખ રૂપિયાની આસપાસ હોઈ શકે છે.