ગુડ ન્યૂઝ:મારુતિની ગાડીઓનું ફાઇનાન્સિંગ હવે ઓનલાઇન પણ કરાવી શકાશે, કંપનીના સ્માર્ટ ફાઇનાન્સિંગ પોર્ટલ પર સુવિધા મળશે

6 મહિનો પહેલા
  • કૉપી લિંક

દેશની સૌથી મોટી ઓટોમોબાઇલ કંપની મારુતિ સુઝુકી ઇન્ડિયાએ ઓનલાઇન સ્માર્ટ ફાઇનાન્સ સુવિધા લોન્ચ કરી છે. મારૂતિ સુઝુકી અરેના, નેક્સા ડીલરશિપમાંથી કાર ખરીદનારાઓ આ સુવિધાનો લાભ લઈ શકશે. આની મદદથી, તમે સરળતાથી, કોઈપણ જગ્યાએ અને કોઈપણ સમયે ઓનલાઇન કારનું ફાઇનાન્સ કરાવી શકશો.

આ સુવિધા શરૂ કરનારી પહેલી કંપની
મારુતિ સુઝુકી સ્માર્ટ ફાઇનાન્સને www.marutisuzuki.com અને www.nexaexperience.com પર હોસ્ટ કરવામાં આવી છે. મારુતિ સુઝુકી એ પહેલી ઓટોમોબાઈલ કંપની છે, જેણે આ પહેલ શરૂ કરી છે. અગાઉ, મારુતિ સુઝુકી સ્માર્ટ ફાઇનાન્સ ડિસેમ્બર 2020માં મર્યાદિત શહેરોમાં શરૂ કરવામાં આવી હતી.
ત્યારબાદ તેને આજકાલ 25 લાખથી વધુ ગ્રાહકો મળી ચૂક્યા છે. જે લોકો મારુતિ કાર ખરીદવા માગતા હોય તેમના માટે આ સુવિધા ઘણી રીતે ફાયદાકારક સાબિત થઈ શકે છે.

ગ્રાહકને લાભ મળશે
હાલ મારુતિ સુઝુકી સ્માર્ટ ફાઇનાન્સમાં HDFC બેંક, ICICI બેંક, યસ બેન્ક, એક્સિસ બેન્ક, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, ઇન્ડસઇન્ડ બેન્ક, બેંક ઓફ બરોડા, કરુર વ્યાસ બેંક, ચોલામંડલમ ફાઇનાન્સ, AU સ્મોલ ફાઇનાન્સ બેંક, મહિન્દ્રા ફાઇનાન્સ, કોટક મહિન્દ્રા સહિત 14 ફાઇનાન્સર છે.

તેમ છતાં કંપની હજી વધુ ફાઇનાન્સ કંપનીઓ ઉમેરવાની યોજના બનાવી રહી છે. મારુતિ કંપની ઇચ્છે છે કે વધુને વધુ ગ્રાહકો આ સ્માર્ટ ફાઇનાન્સનો લાભ લે.

પાયલટ પ્રોજેક્ટ ગયા વર્ષે શરૂ કરાયો હતો
આ પ્રસંગે શશાંક શ્રીવાસ્તવ, સિનિયર એક્ઝિક્યૂટિવ ડાયરેક્ટર (માર્કેટિંગ એન્ડ સેલ્સ), મારુતિ સુઝુકી ઇન્ડિયાએ જણાવ્યું કે, અમે ગયા વર્ષે મર્યાદિત શહેરોમાં એક પાયલટ પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. જેનો રિસ્પોન્સ બહુ સરસ રહ્યો. ગ્રાહકો તરફથી મળેલા સકારાત્મક પ્રતિસાદને કારણે કંપનીનો ઉત્સાહ પણ વધ્યો છે.

કંપની હવે તેનું વિસ્તરણ કરવાની યોજના ધરાવે છે. કંપનીના આ પ્લેટફોર્મ પર લોન આપનારી અન્ય કંપનીઓ તેમની પ્રોડક્ટ રજૂ કરશે. કંપનીના જણાવ્યા અનુસાર, તેણે અગાઉ આ સુવિધા તેની નેક્સા રિટેલ ચેનથી 30 શહેરોમાં શરૂ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...