ઓક્ટોબર વેચાણ:ફેસ્ટિવ સિઝન થઈ ફેલ, મારુતિ સુઝુકીનું વેચાણ 24% તો બજાજ ઓટોનું વેચાણ 14% ઘટ્યું, સામે કોની ડિમાન્ડ વધી ચેક કરી લો

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

ઓટોમોબાઈલ કંપનીઓએ ઓક્ટોબરના વેચાણના આંકડા જાહેર કરવાનું શરૂ કરી દીધું છે. દેશની સૌથી મોટી કાર મેન્યુફેક્ચરિંગ કંપની મારુતિ સુઝુકીને વાર્ષિક ધોરણે 24%નું નુકસાન થયું છે. ટૂ અને થ્રી વ્હીલર બનાવતી કંપની બજાજ ઓટોએ ઓક્ટોબરમાં વાર્ષિક ધોરણે વેચાણમાં 14% ઘટાડો નોંધાવ્યો છે. તેમજ, હેવી કોમર્શિયલ વ્હીકલ બનાવનારી કંપની અશોક લેલેન્ડને વાર્ષિક ધોરણે 11% વૃદ્ધિ મળી છે. અહીં એસ્કોર્ટ ટ્રેક્ટરને વાર્ષિક ધોરણે 1%નું નુકસાન થયું છે. ચાલો જાણીએ આ તમામ ઓટો કંપનીઓનું ઓક્ટોબરનું વેચાણ કેટલું રહ્યું...

મારુતિ સુઝુકીનું ડોમેસ્ટિક સેલ્સ 32% ઘટ્યું
ઓક્ટોબર 2021માં કંપનીનું વેચાણ 1.38 લાખ યૂનિટ હતું. ઓક્ટોબર 2020માં આ આંકડો 1.38 લાખ યૂનિટ હતો. એટલે કે વાર્ષિક ધોરણે કંપનીના કુલ વેચાણમાં 24.2%નો ઘટાડો થયો છે. આ સમયગાળા દરમિયાન તેનું ડોમેસ્ટિક સેલ્સ 32.4% ઘટ્યું હતું. ગયા મહિને કંપનીનું ડોમેસ્ટિક સેલ્સ 1.17 લાખ યૂનિટ હતું. ગયા વર્ષે ઓક્ટોબરમાં આ આંકડો 1.73 લાખ યૂનિટ હતો. જો કે, એક્સપોર્ટમાં તે 1.2 ગણો વધ્યો છે. કંપનીએ ગયા મહિને 21,322 યૂનિટની નિકાસ કરી હતી જે એક વર્ષ અગાઉ 9,586 યૂનિટ હતી.

ટાટા મોટર્સને વાર્ષિક ધોરણે 30%નો બંપર ગ્રોથ
ટાટા મોટર્સે ઓક્ટોબરમાં 67,829 યૂનિટનું વેચાણ કર્યું હતું. ગયા વર્ષે ઓક્ટોબરમાં આ આંકડો 52,132 યૂનિટ હતો. એટલે કે તેને વાર્ષિક ધોરણે 30%ની વૃદ્ધિ મળી છે. આ સમયગાળા દરમિયાન, કંપનીએ કોમર્શિયલ વાહનોના વેચાણમાં 18%નો વધારો કર્યો હતો. ગયા મહિને તેણે 33,674 યૂનિટનું વેચાણ કર્યું હતું, જે એક વર્ષ અગાઉ 28,472 યૂનિટ હતું. ફેસ્ટિવ સિઝનને કારણે કંપનીએ ડોમેસ્ટિક સેલ્સમાં 31% ગ્રોથ નોંધાવ્યો છે. તેણે 65,151 યૂનિટનું વેચાણ કર્યું હતું, જે એક વર્ષ અગાઉ 49,669 યૂનિટ હતું.

બજાજ ઓટોને ડોમેસ્ટિક સેલ્સમાં 22% નુકસાન
ઓક્ટોબરમાં બજાજનું કુલ વેચાણ 4.39 લાખ યૂનિટ હતું. જ્યારે ઓક્ટોબર 2020માં આ આંકડો 5.12 લાખ યૂનિટ હતો. એટલે કે તેને વાર્ષિક ધોરણે 14%નો ભારે ઘટાડાનો સામનો કરવો પડ્યો હતો. આ સમયગાળા દરમિયાન કંપનીના સ્થાનિક વેચાણમાં 22%નો ઘટાડો થયો છે. કંપનીએ ઓક્ટોબર 2020માં 2.81 લાખ યૂનિટનું વેચાણ કર્યું હતું, જે ઓક્ટોબર 2021માં ઘટીને 2.18 લાખ યૂનિટ થયું હતું. કંપનીને એક્સપોર્ટમાં પણ 4%નું નુકસાન થયું છે. ગયા મહિને તેણે કુલ 2.21 લાખ યૂનિટની નિકાસ કરી હતી. એક વર્ષ પહેલા આ આંકડો 2.31 લાખ યૂનિટ હતો.

અશોક લેલેન્ડનો હેવી કોમર્શિયલ વ્હીકલમાં 32%નો ગ્રોથ નોંધાયો
ઓક્ટોબર 2021માં કંપનીના કુલ વેચાણમાં વાર્ષિક ધોરણે 11%નો વધારો થયો છે. ગયા મહિને તેણે 11,079 યૂનિટનું વેચાણ કર્યું હતું. એક વર્ષ પહેલાં આ આંકડો 9,989 યૂનિટ હતો. આ સમયગાળા દરમિયાન, તેના મીડિયમ અને હેવી કોમર્શિયલ વ્હીકલ સેગમેન્ટમાં 32% ગ્રોથ જોવા મળ્યો હતો. કંપનીએ ગયા મહિને આ સેગમેન્ટમાં 6,078 યૂનિટનું વેચાણ કર્યું હતું. એક વર્ષ પહેલા ઓક્ટોબરમાં તેણે 4,588 યૂનિટનું વેચાણ કર્યું હતું. જો કે, કંપનીને લો કોમર્શિયલ વ્હીકલ સેગમેન્ટમાં 7%નું નુકસાન થયું છે. તેણે આ સેગમેન્ટમાં 5,001 યૂનિટનું વેચાણ કર્યું. એક વર્ષ પહેલાં આ આંકડો 5,401 યૂનિટ હતો.

ફેસ્ટિવ સિઝનમાં એસ્કોર્ટ ટ્રેક્ટરની ડિમાન્ડ ઘટી
દેશમાં તહેવારોની સિઝન ઓક્ટોબરમાં શરૂ થઈ હતી. પરંતુ આ સિઝનમાં ટ્રેક્ટરની માગ વાર્ષિક ધોરણે થોડી ઘટી છે. એસ્કોર્ટે ઓક્ટોબર 2021માં કુલ 13,515 ટ્રેક્ટર વેચ્યાં. એક વર્ષ પહેલાં આ આંકડો 13,664 યૂનિટ હતો. એટલે કે કંપનીએ 149 ઓછા ટ્રેક્ટર વેચ્યાં. તેને વાર્ષિક ધોરણે 1.1%નું નુકસાન થયું છે.

TVSનું વાર્ષિક વેચાણ 10% ઘટી ગયું
TVS માટે પણ ઓક્ટોબર મહિનો સારો રહ્યો નથી. કંપનીએ ગયા મહિને વાર્ષિક ધોરણે 10%ની ખોટ નોંધાવી હતી. આ સમયગાળા દરમિયાન તેણે કુલ 3.55 લાખ યૂનિટનું વેચાણ કર્યું હતું. ગયા વર્ષે ઓક્ટોબરમાં આ આંકડો 3.94 લાખ યૂનિટ હતો. બાઇકના વેચાણ દરમિયાન તેને 10.6%નું નુકસાન થયું હતું. ગયા મહિને તેણે 3.41 બાઇક વેચી હતી. એક વર્ષ પહેલાં આ આંકડો 3.82 લાખ યૂનિટ હતો. આ દરમિયાન, કંપનીએ એક્સપોર્ટમાં 3% નફો કર્યો. તેણે 95,191 યૂનિટની નિકાસ કરી હતી. એક વર્ષ પહેલાં આ આંકડો 92,520 યૂનિટ હતો.