• Gujarati News
  • Utility
  • Automobile
  • Featuring Kia Karens Unveiled Before Launch, Equipped With 6 Airbags And 66 Connected Features, The Car Will Have A 10.25 Inch Touchscreen.

'કારેન્સ' અપડેટ:લોન્ચિંગ પહેલાં કિઆ કારેન્સનાં ફીચર્સ જાહેર થયાં, 6 એરબેગ્સ અને 66 કનેક્ટેડ ફીચર્સથી સજ્જ આ કારમાં 10.25 ઇંચની ટચસ્ક્રીન મળશે

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

સેલ્ટોસ અને સોનેટની ધમાકેદાર સફળતા પછી ઓટોમોબાઇલ કંપની કિઆ ઇન્ડિયન માર્કેટમાં તેની નવી પ્રોડક્ટ લાવવા જઈ રહી છે. થોડા સમય પહેલાં જ કંપનીએ તેની નવી ગાડી કારેન્સને શોકેસ કરી હતી અને ત્યારથી કિઆના ફેન્સ આ કાર લોન્ચ થવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે અને ગ્રાહકોની આ જ ઉત્સુકતાને સમજીને કિઆ ઇન્ડિયાએ કિઆ કારેન્સનાં લોન્ચિંગ પહેલાં તેનાં ફીચર્સ વિશેની માહિતી અને ટેક્નિકલ સ્પેસિફિકેશન્સનો ખુલાસો કરી દીધો છે. કારેન્સનું બુકિંગ 14 જાન્યુઆરી, 2022થી શરૂ થશે. આ કાર 5 ટ્રીમ લેવલ પ્રીમિયમ, પ્રેસ્ટિજ, પ્રેસ્ટિજ પ્લસ, લક્ઝરી અને લક્ઝરી પ્લસમાં આવશે.

કારમાં પાવરટ્રેન અને સીટિંગ ઓપ્શન પણ ઘણાં હશે
કારમાં પાવરટ્રેન અને સીટિંગ ઓપ્શન પણ ઘણાં હશે

આ સાથે, તેમાં ઘણાં પાવરટ્રેન અને સીટિંગ ઓપ્શન પણ હશે. તમામ 5 ટ્રીમ લેવલમાં સ્ટાન્ડર્ડ પાવરફુલ 10 હાઈ સેફ્ટી પેકેજ આપવામાં આવ્યું છે, જે કારેન્સને ફેમિલી ડ્રાઈવ માટે વધુ સુરક્ષિત બનાવશે. કિઆ કારેન્સનાં ફ્યુચરિસ્ટિક અને બોલ્ડ એક્સટિરિયર સાથે ઇન્ટિરિયરને ગ્રાહકોની સુવિધાને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે. તો ચાલો કિઆની આ નવી ગાડીનાં હાઇટેક ફીચર્સ વિશે જાણીએ.

8 સ્પીકર્સ સાથે બોસ પ્રીમિયમ સાઉન્ડ સિસ્ટમ, વાયરસ અને બેક્ટેરિયા પ્રોટેક્શન સાથે સ્માર્ટ પ્યોર એર પ્યુરિફાયર, વેન્ટિલેટેડ ફ્રંટ સીટ જેવાં અનેક ફીચર્સ હશે
8 સ્પીકર્સ સાથે બોસ પ્રીમિયમ સાઉન્ડ સિસ્ટમ, વાયરસ અને બેક્ટેરિયા પ્રોટેક્શન સાથે સ્માર્ટ પ્યોર એર પ્યુરિફાયર, વેન્ટિલેટેડ ફ્રંટ સીટ જેવાં અનેક ફીચર્સ હશે

એન્જિન, એક્સટિરિયર અને ઇન્ટિરિયર

  • આ કારમાં 10.25 ઇંચના HD ટચસ્ક્રીન નેવિગેશન સાથે નેક્સ્ટ જનરેશન કિઆ કનેક્ટ, 8 સ્પીકર્સ સાથે બોસ પ્રીમિયમ સાઉન્ડ સિસ્ટમ, વાયરસ અને બેક્ટેરિયા પ્રોટેક્શન સાથે સ્માર્ટ પ્યોર એર પ્યુરિફાયર, વેન્ટિલેટેડ ફ્રંટ સીટ, સેકન્ડ રોની સીટ વન ટચ ઇઝી ઇલેક્ટ્રિક ટમ્બલ સાથે સ્કાયલાઈટ સનરૂફ જેવાં અનેક ફર્સ્ટ ઇન ક્લાસ ફીચર્સ આપવામાં આવ્યા છે.
  • કિઆ કારેન્સ ત્રણ પાવરટ્રેન ઓપ્શન સ્માર્ટસ્ટ્રીમ 1.5 પેટ્રોલ, સ્માર્ટસ્ટ્રીમ 1.4 T-GDi પેટ્રોલ અને 1.5 CRDi VGT ડીઝલ સાથે ઉપલબ્ધ હશે. આ ઉપરાંત, ગ્રાહકોને ત્રણ ટ્રાન્સમિશન ઓપ્શન 6MT, 7DCT અને 6ATમાંથી પસંદ કરવાનો વિકલ્પ પણ મળશે. આ કાર 7 સીટર ઓપ્શનમાં પ્રીમિયમથી લઈને લક્ઝરી ટ્રીમમાં ઓફર કરવામાં આવશે, જ્યારે લક્ઝરી પ્લસ ટ્રીમ 6 અને 7 સીટર બંને વિકલ્પો સાથે ખરીદી થશે.
  • કિઆ કારેન્સ એ ટેક્નિકલી ખૂબ જ એડવાન્સ ગાડી છે, જે સ્માર્ટ અને હાઇટેક ફીચર્સથી સજ્જ છે. કિઆ કનેક્ટ સાથે કનેક્ટેડ કારને વધુ સારી બનાવશે. 'કિઆ કનેક્ટ' નેવિગેશન, રિમોટ કંટ્રોલ, વ્હીકલ મેનેજમેન્ટ, સેફ્ટી અને સિક્યોરિટી અને સુવિધા જેવી કેટેગરીમાં 66 કનેક્ટેડ ફીચર્સ આપવામાં આવે છે. આ 66 ફીચર્સમાંથી 11 ફીચર્સ માત્ર કિઆ કારેન્સના ગ્રાહકો માટે છે.
  • આ ફીચર્સમાં ફાઇનલ ડેસ્ટિનેશન ગાઇડન્સ, સર્વર બેઝ્ડ રૂટિંગ ગાઇડન્સ, રિમોટ સીટ વેન્ટિલેશન કંટ્રોલ, પ્રો-એક્ટિવ વ્હીકલ સ્ટેટસ અલર્ટ વગેરેનો સમાવેશ થાય છે. ઓવર-ધ-એર મેપ અપડેટ ઉપરાંત કિઆ ગાડીના ગ્રાહકોને ઓવર-ધ-એર (OTA) સિસ્ટમ અપડેટ પણ મળશે, જેનાથી કિઆ ફીચર્સમાં સોફ્ટવેર અપગ્રેડ કરવા માટે સર્વિસ સેન્ટરની મુલાકાત લેવાની ઝંઝટ દૂર થશે.

કોમ્પિટીશન
લોન્ચ થયા બાદ કિઆ કારેન્સ હ્યુન્ડાઈ અલ્કાઝાર, ટાટા સફારી, મારુતિ સુઝુકી XL6, ટોયોટા ઈનોવા ક્રિસ્ટા અને મહિન્દ્રા મરાઝો જેવી શ્રેષ્ઠ ગાડીઓને ટક્કર આપશે. જો કે, આ વખતે આ કોમ્પિટીશન ગાડીનો ભાવ કેટલો છે તેના પર પણ નિર્ભર છે.

અન્ય સમાચારો પણ છે...