હીરો મોટોકોર્પે સુપર સ્પ્લેન્ડર 125ccનું નવુ એક્સટેક (XTEC) વર્ઝન લોન્ચ કરી દીધુ છે. કંપનીએ તેની શરુઆત એક્સ-શો રુમ કિંમત ₹83,368 રાખી છે. કંપની બાઈકમાં 68 કિલોમીટર / લિટરની શ્રેષ્ઠ માઈલેજ ઓફર કરી રહી છે. સુપર સ્પ્લેન્ડર XTEC ત્રણ કલર વિકલ્પોની સાથે ગ્લોસ બ્લેક, કેન્ડી બ્લેજિંગ રેડ અને મેટ એક્સિસ ગ્રેમાં ઉપલબ્ધ છે. તા ચાલો જાણીએ બાઈકનાં ફીચર્સ અને સ્પેસિફિકેશન્સ વિશે...
સર્વિસ રિમાઈન્ડર અને માલફંક્શન ઈન્ડીકેટર જેવા એડવાન્સ્ડ ફીચર્સ
હીરો મોટોકોર્પને સુપર સ્પ્લેન્ડર XTEC ફીચર્સથી સજજ છે. તેમાં લો ફ્યુલ ઈન્ડીકેટર્સની સાથે ફૂલ્લી ડિજિટલ સ્પીડોમીટર, સર્વિસ રિમાઈન્ડર અને માલફંક્શન ઈન્ડીકેટર જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. તે સિવાય બ્લૂટુથ કનેક્ટિવિટીની સાથે કોલ અને SMS એલર્ટ જેવા એડવાન્સ્ડ ફીચર્સ પણ મળે છે. આ બાઈક LED હેડલેમ્પ, હાઈ-ઈન્ટેન્સિટી પોઝિશન લેમ્પ અને નવા ડ્યુઅલ ટોન સ્ટ્રાઈપ્સની સાથે આવે છે.
સુપર સ્પ્લેન્ડર XTEC : એન્જિન, પાવર અને માઈલેજ
સુપર સ્પ્લેન્ડર XTECનાં એન્જિનને નવા એમિશન નોર્મ્સ મુજબ અપડેટ કરવામાં આવ્યુ છે. તેમાં 125ccનું એર કૂલ્ડ, 4 સ્ટ્રોક, OHC BS-VI સિંગલ સિલિન્ડર એન્જિન આપવામાં આવ્યુ છે. જે 7500RPM પર 10.7 BHPની પાવર અને 10.6 ન્યૂનમીટરનો ટોર્ક જનરેટ કરે છે. આ બાઈક 68km/lનું માઈલેજ ડિલિવર કરે છે. નવી સુપર સ્પ્લેન્ડર ઈન્ટિગ્રેટેડ USB ચાર્જર અને સેફ ડ્રાઈવ એક્સપિરિયન્સ માટે સાઈડ સ્ટેન્ડ એન્જિન કટ-ઓફ સાથે આવે છે.
હોન્ડા CB શાઈન અને TVS રેન્ડરની સાથે ટકકર
હીરો સુપર સ્પલેન્ડર XTECમાં ફ્રન્ટ ડિસ્ક બ્રેક, રિયર ડ્રમ બ્રેક, ટેલિકોપિક ફ્રન્ટ ફોકર્સ, ટ્વિન શોક એબ્ઝોર્બર, એલોય વ્હીલ્સ બ્લેક ફિનિશ, કમ્ફર્ટ રાઈડર ટ્રાયએન્ગલ અને બીજુ ઘણુ બધુ મળશે. ભારતીય બજારમાં આ બાઈકની ટકકર હોન્ડાની CB શાઈન 125cc અને TVSની રેડર સાથે થશે.
ફેબ્રુઆરી 2023માં કંપનીનું વેચાણ 10.11% વઘ્યું
કંપનીએ વેચાણ મામલે ફેબ્રુઆરી 2023માં 10.11%ની વૃદ્ધિ હાંસલ કરી છે. આ દરમિયાન કંપનીએ ઘરેલૂ અને એક્સપોર્ટને મિક્સ કરીને 3,94,460 ગાડીઓ વેચી છે. જો કે, ગયા વર્ષે આ જ મહિનામાં 3,58,254 ગાડીઓ વેચી હતી. ફેબ્રુઆરી 2023માં હીરો મોટોકોર્પે દેશમાં 3,82,317 બાઈક અને સ્કૂટર વેચ્યા છે, જો કે ગયા વર્ષે ફેબ્રુઆરીમાં કંપનીએ 3,31,462 ગાડીઓ વેચી હતી. જો કે, આ દરમિયાન કંપનીએ એક્સપોર્ટમાં ઘટાડો પણ નોંધ્યો. કંપનીએ ફેબ્રુઆરી-2022માં 26,792 યૂનિટ્સને એક્સપોર્ટ કર્યુ હતું પણ ફેબ્રુઆરી 2023માં 54.68%ના ઘટાડા સાથે 12,143 યૂનિટ્સને એક્સપોર્ટ કર્યા છે.
સૌથી વધુ આ મોડેલ વેચાયા
હીરો મોટોકોર્પનાં ફેબ્રુઆરી 2023માં સૌથી વધુ વેચાયેલા મોડલ્સમાં સ્પ્લેન્ડર, HF ડિલક્સ, પેશન, એક્સપલ્સ, એક્સટ્રીમ સામેલ રહ્યા. જો કે, સ્કૂટર સેગ્મેન્ટમાં કંપનીએ મેસ્ટ્રો, ડેસ્ટીનીની સાથે ઝૂમ અને વિડા ઈલેક્ટ્રિક સ્કૂટરનું વેચાણ કર્યું. કંપનીએ ફેબ્રુઆરી-2023માં 9.87%નાં ગ્રોથની સાથે 3,71,854 બાઈક્સ વેચી અને 14.17%નાં ગ્રોથ સાથે 22,606 સ્કૂટર વેચ્યા. ફેબ્રુઆરી 2022માં 3,38,454 બાઈક્સ અને 19,800 સ્કૂટરનું વેચાણ પણ કર્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.