આજે લોકો ફેક ID બનાવીને અથવા ખોટી ઓળખ આપીને અનેક સોશિયલ મીડિયાની એપ્લિકેશનનો ઉપયોગ કરી રહ્યા છે. તો ડમી ડોક્યુમેન્ટ આપીને સિમ ખરીદવું તામ્ર માટે મુશ્કેલી ઉભી કરી શકે છે. જો કોઈ યુઝર આવું કરતા પકડાઈ જાય છે તો એક વર્ષની જેલની સજા થઇ શકે છે. આટલું જ નહીં આ સાથે જ 50 હજાર રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવી રહ્યો છે. આ વાતની જાણકારી ઈંડીઉં ટેલિકોમ્યુનિકેશન બિલ 20222ના ડ્રાફ્ટમાં આપવામાં આવી છે.
ઓનલાઈન આઇડેન્ટિટી ફ્રોડ મામલામાં પ્રતિબંધ લગાવવાની તૈયારી
સરકારે આ વીલની સાથે-સાથે ઓનલાઈન આઇડેન્ટિટી ફ્રોડ ઉપર પણ પ્રતિબંધ લગાડવાની તૈયારી કરી છે. એક રિપોર્ટ અનુસાર, આ બિલ વિશે ડિપાર્ટમેન્ટ ઓફ કમ્યુનિકેશને જણાવ્યું હતું કે, 'આ બિલથી ટેલિકોમ સર્વિસનો ઉપયોગ કરીને કરવામાં આવી રહેલા ફ્રોડ પર પ્રતિબંધ લગાડવામા પણ મદદરૂપ થશે. તેથી આ બિલમાં જ્યાં જરૂરત હશે ત્યાં ઓળખથી જોડાયેલા કાયદાનો સમાવેશ કરવામાં આવ્યો છે.'
પોલીસ કોઈપણ વોરંટ વિના છેતરપિંડી કરનારની ધરપકડ કરશે
આ ગુનાને બિલમાં 'કોગ્નિઝેબલ ઓફનસ' તરીકે વર્ણવવામાં આવ્યો છે. આનો અર્થ એ છે કે પોલીસ આઇડેન્ટિટી ફ્રોડ કરનાર વ્યક્તિને કોઈપણ વોરંટ વિના ધરપકડ કરી શકે છે.આ બાબતે કેન્દ્રીય ટેલિકોમ મંત્રી અશ્વિની વૈષ્ણવા જણાવ્યું હતું કે, નવા બિલથી ઘણા પ્રકારના સાઈબર ક્રાઈમને રોકવામાં મદદ મળશે. આ સાથે તેમણે એમ પણ કહ્યું કે OTT સેવાઓ માટે પહેલાથી જ કડક KYC નિયમો છેતરપિંડીની ઘટનાઓને ઘટાડવામાં પણ મદદ કરશે.
અશ્વિની વૈષ્ણવે વધુમાં જણાવ્યું હતું કે, કોલ રિસીવ કરનાર યુઝરને ખબર હોવી જોઈએ કે તેને અલગ-અલગ પ્લેટફોર્મ પરથી કોણ કોલ કરી રહ્યું છે. હવે ડેટા અને વોઈસ કોલ વચ્ચેનો ભેદ ખતમ થઈ ગયો છે.તેથી, OTT સહિત તમામ પ્લેટફોર્મને એક કાયદા હેઠળ લાવવામાં આવી રહ્યા છે.
રિસીવર સ્ક્રીન પર જોવા મળશે કોલરનું KYC ડોક્યુમેન્ટવાળું નામ
ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ (DoT) એ ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) ને એવી સિસ્ટમ તૈયાર કરવા કહ્યું છે કે જેમાં કોલ કરનારનું નામ, જે KYC દસ્તાવેજોમાં હોય તેજ નામ સ્ક્રીન પર ડિસ્પ્લેમાં જોવા મળશે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.