• Gujarati News
  • Utility
  • Automobile
  • Facelift Version Will Be Launched With New Grille Update, You Can Control Many Features Of SUV From The Comfort Of Your Home.

2022 હ્યુન્ડાઈ વેન્યૂનું બુકિંગ શરૂ:નવા ગ્રિલ અપડેટ સાથે લોન્ચ થશે ફેસલિફ્ટ વર્ઝન, ઘરેબેઠા SUVના ઘણાં ફીચર્સ કંટ્રોલ કરી શકશો

25 દિવસ પહેલા
  • કૉપી લિંક

હ્યુન્ડાઇએ તેની આગામી SUV વેન્યુ ફેસલિફ્ટનું સત્તાવાર બુકિંગ શરૂ કરી દીધું છે. આ કારના બુકિંગ માટે 21,000 રૂપિયાની ટોકન રકમ આપવી પડશે. આ સાથે જ તેનું લોન્ચિંગ 16 જૂને થવાનું છે. જોકે, કેટલીક ડીલરશિપ પર તેનું બુકિંગ શરૂ થઈ ચૂક્યું હતું. આ નવી વેન્યૂમાં એવા ઘણાં ફિચર્સ એડ કરવામાં આવ્યા છે, જે તમને પહેલીવાર આ મોડલ રેન્જમાં જોવા મળશે. આ સિવાય તમને આ મોડેલ 5 જુદાં-જુદાં વેરિએન્ટમાં જોવા મળશે.

ફ્રન્ટમાં તમને એકદમ નવી ગ્રીલ જોવા મળશે
હ્યુન્ડાઇ વેન્યૂ ફેસલિફ્ટનો લુક અપડેટ કરવામાં આવ્યો છે. આમાં તમને ફ્રન્ટમાં એકદમ નવી ગ્રિલ જોવા મળે છે. આ ઉપરાંત ફ્રન્ટ બમ્પરમાં વધુ સારા હેડલેમ્પ્સ, ટર્ન ઇન્ડિકેટર પોઝિશનિંગ, વ્યાપક સેન્ટ્રલ એર ઇન્ટેક અને નવા એલોય વ્હીલ્સ પણ ઉમેરવામાં આવ્યા છે. તેના બે-સ્લેટ યુનિટની હાલના મોડેલ સાથે તુલના કરવામાં આવે તો આગામી મોડેલમાં DRLને થ્રી-સ્લેટ યુનિટ સાથે જોવામાં આવે છે. આ કાર ફુલ LED લાઈટિંગ સાથે આવશે અને લોઅર વેરિએન્ટમાં રિફલેક્ટર મળવાની આશા છે. 2022 હ્યુન્ડાઇ વેન્યુ 7 કલર ઓપ્શન પોલર વ્હાઇટ, ટાયફૂન સિલ્વર, ફેન્ટમ બ્લેક, ડેનિમ બ્લુ, ટાઇટન ગ્રે અને ફેરી રેડમાં ઉપલબ્ધ હશે.

ફેસલિફ્ટના એન્જિન અને પાવરમાં કોઈ ફેરફાર નહીં
આગામી હ્યુન્ડાઇ વેન્યુ ફેસલિફ્ટના એન્જિન અને પાવરમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. તેમાં પહેલાની જેમ જ 1.2 લિટર નેચરલ એસ્પિરેટેડ પેટ્રોલ એન્જિન, 1.5 લિટર ડીઝલ એન્જિન અને 1.0 લિટર ટર્બો પેટ્રોલ એન્જિન જેવા વિકલ્પો જોવા મળશે. તેનું 1.5 લિટર એન્જિન 82bhp પાવર અને 114nm પીક ટોર્ક જનરેટ કરે છે. બીજી તરફ પેટ્રોલ મોટર 1.0 લિટર કપ્પા ટર્બો JDi યુનિટ છે, જે 118bhp અને 172Nm ટોર્ક જનરેટ કરે છે. ટ્રાન્સમિશનની વાત કરીએ તો આ SUVમાં 5 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશનની સાથે-સાથે 6 સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન ઓપ્શન પણ જોવા મળશે.

એલેક્સા અને ગૂગલને વોઈસ આસિસ્ટન્ટ ફીચર્સ મળશે
નવી વેન્યુમાં અપડેટેડ અને નવી સુવિધાઓની ખૂબ જ મોટી સૂચિ છે. તેની કેબિનમાં 60થી વધુ બ્લુલિંક કનેક્ટેડ ફીચર્સ આપવામાં આવશે, જેમાંથી કેટલાકમાં એમ્બેડેડ વોઇસ કમાન્ડ, એલેક્સા સાથે હોમ ટુ કાર (H2C) અને ગૂગલ વોઈસ આસિસ્ટન્ટ, ક્લાઇમેટ કન્ટ્રોલ, ડોર લોક/ડોર અનલોક સામેલ છે. આ સિવાય વ્હીકલ સ્ટેટસ ચેક, ફાઇન્ડ માય કાર, ટાયર પ્રેશરની માહિતી, ફ્યુઅલ લેવલની માહિતી જેવા ફીચર્સ પણ આપવામાં આવ્યા છે.

વિટારા બ્રેઝાને ટક્કર આપશે હ્યુન્ડાઈ વેન્યુ ફેસલિફ્ટ
રિપોર્ટ્સ મુજબ અપડેટેડ વેન્યૂને 7 લાખ રૂપિયા (એક્સ શો-રૂમ)ની કિંમતે લોન્ચ કરી શકાય છે. તેના સેગમેન્ટમાં 2022 હ્યુન્ડાઇ વેન્યૂ એ મારુતિ સુઝુકી વિટારા બ્રેઝા (7.84 લાખ રૂપિયા), ટોયોટા અર્બન ક્રૂઝર (9.02 લાખ રૂપિયા), કિયા સોનેટ (7.15 લાખ રૂપિયા), XUV 300 (8.41 લાખ રૂપિયા) અને ક્રેટા (10.44 લાખ રૂપિયા) સાથે સ્પર્ધા કરશે. આ તમામ કિંમતો એક્સ-શોરૂમની છે.