લીક:સિટ્રોન C3 SUVનાં એક્સટિરિયરની ડિટેલ્સ લીક થઈ, કાર ટર્બો પેટ્રોલ એન્જિન સાથે એડવાન્સ્ડ ફીચર્સથી સજ્જ હશે

8 મહિનો પહેલા

ફ્રાંસની ઓટોમોબાઇલ કંપની સિટ્રોન તેની પહેલી મેડ ઇન ઈન્ડિયા કાર સિટ્રોન C3 લોન્ચ કરવા જઈ રહી છે. તાજેતરમાં જ આ કાર ટેસ્ટિંગ દરમિયાન સ્પોટ થઈ હતી. જેના કારણે આ SUVની ઓનલાઇન તસવીરો લીક થઈ ગઈ છે. ઓનલાઇન લીક થયેલા પિક્ચર્સમાં સ્પષ્ટ જોવા મળે છે કે, આ કારને સ્મોલ SUVનો લુક આપવામાં આવ્યો છે. દેખાવમાં આ કારની ડિઝાઇન પ્રીમિયમ જોવા મળી રહી છે.

SUV ફ્રંટ બંપર ઓરેન્જ એલિમેન્ટ્સ, ડ્યુઅલ ટોન ડાયમંડ કટ એલોય વ્હીલ્સ, બ્લેક કલરના પિલર અને રૂફ રેલ્સથી સજ્જ
SUV ફ્રંટ બંપર ઓરેન્જ એલિમેન્ટ્સ, ડ્યુઅલ ટોન ડાયમંડ કટ એલોય વ્હીલ્સ, બ્લેક કલરના પિલર અને રૂફ રેલ્સથી સજ્જ

કારનું એક્સટિરિયર
આ કારમાં ફ્લેટ રૂફ અને ફ્લેટ બોનેટ સાથે એક અપરાઇટ ડિઝાઇન આપવામાં આવી છે. કારની આગળના ભાગમાં પહોળી ગ્રિલ્સ આપવામાં આવી છે, જેના કિનારે શાર્પ ડ્યુઅલ લેયર હેડલેમ્પ આપવામાં આવ્યો છે. આ સિવાય, SUVમાં ફ્રંટ બંપર ઓરેન્જ એલિમેન્ટ્સ, ડ્યુઅલ ટોન ડાયમંડ કટ એલોય વ્હીલ્સ, બ્લેક કલરના પિલર અને રૂફ રેલ્સ અને બ્લેક ક્લેન્ડિંગ સાથે કોન્ટ્રાસ્ટ ઓરેન્જ રૂફ જોવા મળે છે.

C3 કંપનીના કરન્ટ મોડેલ C5 એરક્રોસ જેવું જ હશે
આ SUVમાં ક્રોમનો પણ સારો ઉપયોગ કરવામાં આવ્યો છે. ખાસ કરીને કારની ફ્રંટ ગ્રિલમાં, જ્યાં હેડલાઇટ્સને કનેક્ટ કરતો લોગો બનાવવામાં આવ્યો છે. કારના રિઅરમાં બ્લેક ક્લેન્ડિંગ સાથે એક ડ્યુઅલ ટોન બંપર અને રેક્ટેન્ગ્યુલર ટેલલેમ્પ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત, સિમ્પલ દેખાતા ટેલગેટના સેન્ટરમાં એક મોટો સિટ્રોન લોગો આપવામાં આવ્યો છે. આ C3 SUV કંપનીના કરન્ટ મોડેલ C5 એરક્રોસ SUV મોડેલ જેવી જ છે.

C3 SUVમાં 1.2-લિટર ટર્બો-પેટ્રોલ એન્જિનનો ઉપયોગ કરવામાં આવી શકે છે
C3 SUVમાં 1.2-લિટર ટર્બો-પેટ્રોલ એન્જિનનો ઉપયોગ કરવામાં આવી શકે છે

એન્જિન ડિટેલ્સ
કંપની તેની નવી C3 SUVમાં 1.2-લિટર ટર્બો-પેટ્રોલ એન્જિનનો ઉપયોગ કરી શકે છે. આ કારનું એન્જિન 5 સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ સાથે આવે છે. કારમાં DCT ઓટોમેટિક ગિયરબોક્સનો પણ ઉપયોગ કરવામાં આવી શકે છે. આ કાર ફક્ત પેટ્રોલ એન્જિનના વેરિઅન્ટમાં ઉપલબ્ધ થશે. ગ્લોબલ માર્કેટમાં કંપની આ કારને ટૂંક સમયમાં લોન્ચ કરી શકે છે. જો કે, કંપની આ કાર આ વર્ષના અંતમાં ભારતમાં લોન્ચ કરી શકે છે.