હીરો ઈલેક્ટ્રિકે બુધવારનાં રોજ ભારતમાં Optima CX5.0 (ડ્યુઅલ બેટરી), Optima CX2.0 (સિંગલ બેટરી) અને NYX CX5.0 (ડ્યુઅલ બેટરી) નામનાં 3 નવા સ્કૂટર્સ લોન્ચ કરી દીધા છે. હીરો ઈલેક્ટ્રિક કમ્ફર્ટ અને સિટી સ્પીડ સ્કૂટરની કિંમત અનુક્રમે ₹85,000થી ₹95,000ની વચ્ચે અને ₹1.05 લાખથી ₹1.30 લાખની વચ્ચે છે. નવુ લોન્ચ કરેલું Optima CX5.0 ડાર્ક મેટ બ્લૂ અને મેટ મરુનમાં ઉપલબ્ધ છે. જો કે, Optima CX2.0 ડાર્ક મેટ બ્લૂ અને ચારકોલ બ્લેક કલરમાં ઉપલબ્ધ છે. આ સિવાયનું ત્રીજુ સ્કૂટર NYX ચારકોલ બ્લેક અને પર્લ વ્હાઈટ કલર ઓપ્શનમાં ઉપલબ્ધ છે.
નવા ઈલેક્ટ્રિક સ્કૂટર્સમાં કમ્ફર્ટ રાઈડિંગનો અનુભવ મળશે
હીરો ઈલેક્ટ્રિકનો દાવો છે કે, આ ઈલેક્ટ્રિક સ્કૂટરની નવી રેન્જ અત્યાધુનિક જાપાનીઝ મોટર ટેક્નોલોજીની સાથે આવે છે, જે એક કમ્ફર્ટ રાઈડિંગનો અનુભવ આપે છે. આ સાથે જ સ્કૂટર્સમાં શ્રેષ્ઠ પ્રદર્શન માટે જર્મન ECU ટેક્નોલોજી આપવામાં આવી છે. હીરો ઈલેક્ટ્રિકનો દાવો છે કે, આ નવા મોડેલમાં ‘હાઈબરનેટિંગ બેટરી ટેક્નોલોજી’ અને ‘ડાયનેમિકલી સિંક્રોનાઈઝ્ડ પાવરટ્રેન’ જેવી સુવિધાઓ મળે છે.
ટોપ સ્પીડ અને ચાર્જિંગ
Optima CX5.0 અને Optima CX2.0, 48 કિમી/કલાકની ડ્રાઈવિંગ સ્પીડ અને 165mmની ગ્રાઉન્ડ ક્લિયરન્સની સાથે આવે છે. આ સ્કૂટરને 4.5 કલાકમાં ફૂલ ચાર્જ કરી શકાય છે જ્યારે NYX CX5.0ની વાત કરીએ તો 175mmનાં ગ્રાઉન્ડ ક્લિયરન્સ સાથે 48 કિમી/કલાકની ડ્રાઈવિંગ સ્પીડ મળે છે. આ સ્કૂટરમાં પાવર માટે 3 kWh C5 Li-ion બેટરી લાગેલી છે, જેને 3 કલાકમાં ફૂલ ચાર્જ કરી શકાય છે. આ ત્રણેય EV સ્કૂટર્સ એડવાન્સ્ડ સેફ્ટી ફીચર્સથી સજજ છે, જેમાં બેટરી, સેફ્ટી એલાર્મ, ડ્રાઈવ મોડ લોક, રિવર્સ રોલ પ્રોટેક્શન, સાઈનડ સ્ટેન્ડ સેન્સર સામેલ છે.
યૂઝર્સ ફીડબેકનાં આધાર પર ડિઝાઈન કર્યા સ્કૂટર
હીરો ઈલેક્ટ્રિકનાં CEO સોહિંદર ગિલે કહ્યું કે, કંપની ભારતીય ગ્રાહકોની જરુરિયાતોને પૂરી કરવા માટે અનેક પોર્ટફોલિયોમાં EV સ્કૂટર લોન્ચ કરી રહી છે. તેઓએ એવો પણ દાવો કર્યો છે કે, EV સ્કૂટરની નવી રેન્જને 6 લાખથી વધુ ગ્રાહકોનાં મળેલા ફીડબેકનાં આધાર પર ડિઝાઈન કરવામાં આવ્યુ છે. ગિલે આગળ કહ્યું કે, આ EVની નવી રેન્જ પાવરટ્રેનની સાથે આવે છે.. તેને બેટરી પાવરની એક-એક બૂંદને સ્કૂટર માટે ઊપયોગી ઉર્જામાં બદલવા માટે વિકસિત કરવામાં આવ્યું છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.