તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાવવધારો:1 જુલાઈથી એસ્કોર્ટ્સ ટ્રેક્ટરના ભાવ વધશે, ટ્રેક્ટરના પાર્ટ્સ સતત મોંઘા થવાથી નિર્ણય લેવાયો

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

મારુતિ કાર, હીરો બાઇક પછી ટ્રેક્ટર કંપની નિર્માતા એસ્કોર્ટ્સે તેના ટ્રેક્ટરના ભાવ વધારવાની જાહેરાત કરી છે કંપની 1 જુલાઇથી ટ્રેક્ટરની કિંમતમાં વધારો કરશે. ભાવમાં વધારો કરવા અંગે કંપનીનું કહેવું છે કે, ફુગાવાના કારણે ટ્રેક્ટરના ભાગોની કિંમતમાં સતત વધારો થઈ રહ્યો છે. આને કારણે ટ્રેક્ટરના ભાવમાં વધારો કરવામાં આવી રહ્યો છે. ટ્રેક્ટરની વધેલી કિંમત મોડેલ અને વેરિઅન્ટ પ્રમાણે જુદી-જુદી હશે. કંપનીના ટ્રેક્ટરની કિંમતમાં કેટલા રૂપિયા સુધીનો વધારો કરવામાં આવશે તેની જાહેરાત કરવામાં આવી નથી.

ટ્રેક્ટર બનાવવામાં ઉપયોગમાં લેવાતા કાચા માલના ભાવમાં સતત વધારો નોંધાયો
ટ્રેક્ટર બનાવવામાં ઉપયોગમાં લેવાતા કાચા માલના ભાવમાં સતત વધારો નોંધાયો

ટ્રેક્ટરના પાર્ટ્સના ભાવમાં વધારો થવાનું કારણ
કંપનીએ નિવેદનમાં કહ્યું કે, ટ્રેક્ટર બનાવવામાં ઉપયોગમાં લેવાતા કાચા માલના ભાવમાં વધારો થયો છે. તેમાં આયર્ન, સ્ટીલ, એલ્યુમિનિયમ, પ્લાસ્ટિક અને કિંમતી ધાતુઓ સામેલ છે. કાચા માલના ભાવોમાં થતી અસરને ઘટાડવા માટે કંપનીએ ટ્રેક્ટરના ભાવમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે.

અન્ય સમાચારો પણ છે...