ડિસેમ્બર ઓટો સેલ્સ:એસ્કોર્ટનું વેચાણ અત્યાર સુધી સૌથી ઉચ્ચતમ સ્તર પર, મહિન્દ્રાના ફાર્મ ઈક્વિપમેન્ટમાં 25%નો ગ્રોથ
- મહિન્દ્રાએ ડિસેમ્બર 2020માં વેચાણમાં 35,187ની સાથે 10.3 ટકાનો ઘટાડો નોંધાવ્યો
- મહિન્દ્રાએ ફાર્મ ઈક્વિપમેન્ટમાં 22,417 યુનિટ્સની સાથે 25 ટકાની વૃદ્ધિ નોંધાવી
ઓટો નિર્માતાઓ માટે વર્ષ 2020 મુશ્કેલીભર્યું રહ્યું. મહામારીને કારણે ઓટો ઉદ્યોગમાં ઉતાર-ચઢાવ જોવા મળ્યા. જો કે, સમયની સાથે સેક્ટરે વેગ પકડ્યો અને ફરીથી પહેલા જેવી સ્થિતિ જોવા મળી. ડિસેમ્બર 2020માં પણ કંપનીઓએ વેચાણના આંકડા સારા એવા પ્રાપ્ત કર્યા. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ ફાર્મ ઈક્વિપમેન્ટમાં 25 ટકાની ટકાની વૃદ્ધિ નોંધાઈ.
મહિના એન્ડ મહિન્દ્રા- ઘરેલુ વેચાણમાં 21,173 યુનિટ્સની સાથે 23% ગ્રોથ
- મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડે ઓટોમોટિવ ડિવિઝનમાં ડિસેમ્બર 2020માં વેચાણમાં 35,187 યુનિટ્સ સાથે 10.3% ઘટાડો નોંધાયો, જ્યારે ગત વર્ષે આ જ સમયગાળામાં કંપનીએ 39,230 યુનિટનું વેચાણ કર્યું હતું.
- કુલ પેસેન્જર વ્હીકલના વેચાણમાં 16,182 યુનિટ્સની સાથે 3 ટકાનો ગ્રોથ નોંધાવ્યો જ્યારે 2,210 યુનિટ્સની સાથે નિકાસમાં 3% વૃદ્ધિ જોવા મળી.
- મહિન્દ્રા ઓટોમેટિવ ડિવિઝનના ચીફ એક્ઝિક્યુટિવ વિજય નાકરાના જણાવ્યા પ્રમાણે- સતત બદલાતા વૈશ્વિક બદલાવથી સંબંધિત સપ્લાય ચેન પડકારોના કારણે અમારા કુલ વેચાણને અસર થઈ છે, ખાસ કરીને ઈલેક્ટ્રોનિક કંટ્રોલ યુનિટમાં ઉપયોગ કરવામાં આવતા માઈક્રો-પ્રોસેસર (સેમી-કન્ડક્ટર્સ)ના સપ્લાયમાં ઘટાડો જોવા મળ્યો.
- બીજી તરફ, ફાર્મ ઈક્વિપમેન્ટ સેગમેન્ટે ડિસેમ્બર 2020માં 22,417 યુનિટ્સના વેચાણમાં 25%ની વૃદ્ધિ નોંધાઈ, જ્યારે ગત વર્ષે આ જ સમયગાળામાં 17,991 યુનિટ્સ હતા.
- ઘેરલુ વેચાણ 21,173 યુનિટ્સની સાથે 23 ટકા હતું, જ્યારે નિકાસ 60 ટકા વધીને 1,244 યુનિટ્સ થયા.