કિઆએ ચુપચાપ પોતાની 2023 કારેન્સ MPV લોન્ચ કરી દીધી છે, જે હવે નવા પાવરટ્રેન, ગિયરબોક્સ અને નવી સુવિધાઓની સાથે આવે છે. કંપનીએ નવી કિંમતો પોતાની અધિકારીક વેબસાઈટ પર પણ જાહેર કરી છે. 2023 Kia Carens હાલ ₹10.45 લાખથી ₹18.95 લાખની પ્રાઈસ રેન્જમાં ઉપલબ્ધ છે. આ કિંમતો દિલ્હીની એક્સ શો-રુમની છે.
2023 કિઆ કારેન્સ ટર્બો iMTની કિંમત
મોડેલ | કિંમત |
પ્રીમિયમ 1.5L iMT | ₹12 લાખ |
પ્રેસ્ટીજ 1.5L iMT | ₹13.25 લાખ |
પ્રેસ્ટીજ પ્લસ 1.5L iMT | ₹14.75 લાખ |
લક્ઝરી 1.5L iMT | ₹15.70 લાખ |
લક્ઝરી પ્લસ 6-સીટ 1.5L iMT | ₹17 લાખ |
લક્ઝરી પ્લસ 1.5L iMT | ₹17.05 લાખ |
કિઆ કારેન્સ ટર્બો DCTની કિંમત
મોડેલ | કિંમત |
પ્રેસ્ટીજ પ્લસ 1.5L DCT | ₹15.25 લાખ |
લક્ઝરી પ્લસ 6-સીટ 1.5L DCT | ₹17.90 લાખ |
લક્ઝરી પ્લસ 1.5L DCT | ₹17.95 લાખ |
2023 Kia Carensને એક નવું 1.5 લિટર ટર્બો ચાર્જ્ડ પેટ્રોલ એન્જિન મળે છે, જે Hyundai Alcazar અને જલ્દી જ લોન્ચ થનારી નવી જનરેશન વર્નાને પણ પાવર પૂરો પાડશે. આ એન્જિન 1.4 લિટર ટર્બો પેટ્રોલ યૂનિટની જગ્યા લઈ લે છે, જેને BSVI ફેઝ-2 અથવા RDE ઉત્સર્જન માપડંદોને પૂરા કરવા માટે અપગ્રેડ કરવામાં આવ્યા નથી. નવુ પાવરટ્રેન 160PS અને 253nmનો ટોર્ક જનરેટ કરવામાં સક્ષમ છે. તે 1.4L ટર્બો એન્જિનની તુલનામાં 20PS વધુ પાવર અને 11nmનો વધુ ટોર્ક પૂરો પાડે છે.
મેન્યુઅલ ગિયરબોક્સ સિવાય 2023 Kia Carens iMT (ઈન્ટેલિજન્ટ મેન્યુઅલ ટ્રાન્સમિશન)થી સજજ છે, તેમાં 7-સ્પીડ DCT (ડ્યુઅલ ક્લચ ઓટોમેટિક ટ્રાન્સમિશન) પણ મળે છે. Carens 1.5L iMT ₹12 લાખથી ₹17.55 લાખ સુધીની કિંમતોમાં ઉપલબ્ધ છે, જે તેને જૂના Carens 1.4L એન્જિનની સાપેક્ષે 50 હજાર સુધી મોંઘુ બનાવે છે. Carens ટર્બોનાં DCT વર્ઝનની કિંમત ₹15.75 લાખથી ₹18.45 લાખની વચ્ચે છે, જો કે આ કિંમત 1.4L ટર્બો DCTથી 50 હજાર વધુ છે.
કારેન્સ ડિઝલ iMTની કિંમત
મોડેલ | કિંમત |
પ્રેસ્ટીજ પ્લસ 1.5L DCT | ₹15.25 લાખ |
લક્ઝરી પ્લસ 6-સીટ 1.5L DCT | ₹17.90 લાખ |
લક્ઝરી પ્લસ 1.5L DCT | ₹17.95 લાખ |
Carensનું ડિઝલ વર્ઝન 1.5L ટર્બો યૂનિટ દ્વારા સંચાલિત છે, જે 115PS અને 250Nmનો ટોર્ક ઉત્પન્ન કરે છે. 2023માં પુનરાવર્તન સાથે કિઆએ iMT ટ્રાન્સમિશનની સાથે 6-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સને બદલી દીધુ છે. તે 6-સ્પીડ ટોર્ક કન્વર્ટર ઓટોમેટિક ગિયરબોક્સની સાથે પણ ઉપલબ્ધ છે.
કિઆની કાર્સ એલેક્સા કનેક્વિટીને પણ સપોર્ટ કરશે
કિઆ કનેક્ટેડ કાર હવે એલેક્સા કનેક્ટિવિટીને પણ સપોર્ટ કરે છે. પ્રેસ્ટિજ પ્લસ ટ્રીમ હવે ચામડાથી કવર્ડ ગિયર નોબની સાથે આવે છે. MPVમાં 10.25 ઈંચ ટચસ્ક્રિન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ, ક્રૂઝ કંટ્રોલ, ઈલેક્ટ્રિકલ વન-ટચ ફોલ્ડિંગ સેકન્ડ રો સીટ્સ, વેન્ટિલેટેડ ફ્રન્ટ સીટ્સ અને ઈલેક્ટ્રિક સનરુફ છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.