મહિન્દ્રા XUV700 ઇન્ડિયન માર્કેટમાં 14 ઓગસ્ટના રોજ લોન્ચ થવા જઈ રહી છે, પરંતુ લોન્ચિંગ પહેલાં SUVના ઘણાં ફીચર્સ સામે આવી રહ્યા છે. લેટેસ્ટ રિપોર્ટ મુજબ, મહિન્દ્રા XUV700માં સોની ઇમર્સિવ 3D સરાઉન્ડ સિસ્ટમ આપવામાં આવી રહી છે. આ ભારતની પહેલી એવી કાર હશે જેને સોનીના ઇનબિલ્ટ સાઉન્ડ સિસ્ટમ સાથે રજૂ કરવામાં આવશે.
XUV700ના સાઉન્ડ સિસ્ટમની વાત કરીએ તો તેમાં 13 ચેનલ DSP એમ્પ્લિફાયર સાથે 12 કસ્ટમ સ્પીકર અને એક સબ-વૂફર આપવામાં આવશે. સોનીનો દાવો છે કે તે ક્લિયર અને બેસ્ટ મ્યૂઝિકનો એક્સપિરિયન્સ આપે છે. આ મ્યૂઝિક સિસ્ટમ કોમ્પ્રેસ્ડ ઓડિયો ફાઇલના અવાજને પણ સુધારશે.
મહિન્દ્રા XUV700માં નવી બ્રાંડનો લોગો આવશે
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મહિન્દ્રા XUV700 કંપનીની પહેલી SUV હશે જેમાં નવા લોગોનો ઉપયોગ કરવામાં આવશે. મહિન્દ્રા XUV700 કંપની માત્ર ફીચર્સની દૃષ્ટિએ જ નહીં ડિઝાઇન મામલે પણ અન્ય SUVથી એડવાન્સ હશે.
મહિન્દ્રા XUV700ની ડિઝાઇન XUV500 પર બેઝ્ડ છે. જો કે, તેને નવાં પ્લેટફોર્મ પર બનાવવામાં આવી રહી છે. આ SUV મહિન્દ્રાની સૌથી મોડર્ન ડિઝાઇનવાળી SUV હશે.
મર્સિડીઝ-બેન્ઝની જેમ ડ્યુઅલ ડિસ્પ્લે સેટઅપ હશે
XUV700ની ફ્રંટ ડિઝાઈનથી XUV500 જેવી જ લાગે છે. પરંતુ તેમાં સંપૂર્ણપણે નવો લુક અને સ્ટાઈલ મળશે. XUV700માં LED હેડલાઇટ, ફોગ લેમ્પ અને ટેલ લાઇટ મળી શકે છે.
ફીચર્સ નવી ડિઝાઇન સાથે તે એડવાન્સ ફીડર્સથી સજ્જ હશે. માહિતી અનુસાર, XUV700 તેના સેગમેન્ટની પહેલી SUV હશે જેમાં મર્સિડીઝ બેન્ઝની જેમ ડ્યુઅલ ડિસ્પ્લે સેટઅપ હશે. આ ડિસ્પ્લે ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ અને ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર તરીકે કામ કરશે.
ઓટો બૂસ્ટર હેડલેમ્પ
અન્ય ફીચર્સની વાત કરીએ તો આ SUVમાં ગ્રાહકોને વાયરલેસ ચાર્જિંગ પેડ, ડ્યુઅલ-ઝોન ક્લાઇમેટ કંટ્રોલ, ઇલેક્ટ્રોનિક પાર્કિંગ બ્રેક ઓટો હોલ્ડ, કી-લેસ એન્ટ્રી, પુશ સ્ટાર્ટ/સ્ટોપ બટન મળશે. આ ઉપરાંત, કંપનીએ કેટલાક નવાં ફીચર્સ પણ જાહેર કર્યાં છે, જેમાં ઓટો બૂસ્ટર હેડલેમ્પ્સ, સ્માર્ટ ડોર હેન્ડલ્સ, મોટું પેનોરેમિક સનરૂફ, પર્સનલ અલર્ટ અને ડ્રાઈવર ડ્રાયનેસ અલર્ટ સિસ્ટમ સામેલ છે.
ઓટો બૂસ્ટર હેડલેમ્પ સ્પીડ હશે તો ઓટોમેટિકલી ખૂલી જશે
જ્યારે SUV 80 kmphની ટોપ સ્પીડ પર પહોંચે છે ત્યારે ઓટોબૂસ્ટર હેડલેમ્પ્સ ઓટોમેટિકલી ઓન થઈ જાય છે. તે અંધારામાં વધુ પ્રકાશ આપીને રાત્રે તમને સુરક્ષિત રાખવાનું કામ કરે છે.
મહિન્દ્રા XUV700 સેગમેન્ટની પહેલી એવી SUV હશે જેમાં સ્માર્ટ ડોર હેન્ડલ આપવામાં આવશે. આ હેન્ડલને સ્પર્શ કરીને તમે બહારથી ખોલી શકો છો અને અંદરથી બંધ કરી શકો છો. હાલ આ દરવાજાના હેન્ડલ્સ ફક્ત લક્ઝુરિયસ કારમાં જ મળે છે.
એન્જિન ડિટેલ્સ
આ કારમાં 2.2-લિટર ટર્બો-ડીઝલ અને 2.0-લિટર ટર્બોચાર્જ્ડ પેટ્રોલ એન્જિન મળશે. જેમાં ડીઝલ એન્જિન લગભગ 185bhpનો પાવર આપવા સક્ષમ હશે અને ટર્બો પેટ્રોલ એન્જિન લગભગ 200bhpનો પાવર આપી શકશે. એન્જિનને મેન્યુઅલ અને ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે જોડવામાં આવશે. ઓલ વ્હીલ ડ્રાઇવ ઓપ્શન પણ કેટલાક મોડેલોમાં આપવામાં આવી શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.