• Gujarati News
  • Utility
  • Automobile
  • Equipped With Projector Headlamps And Calling Connectivity, Hero Launches New Variant Of Maestro Edge 125, Starting At Rs 72,250

ન્યૂ લોન્ચ:પ્રોજેક્ટર હેડલેમ્પ અને કોલિંગ કનેક્ટિવિટીથી સજ્જ હીરોએ માએસ્ટ્રો એજ 125નું નવું વેરિઅન્ટ લોન્ચ કર્યું, પ્રારંભિક કિંમત 72,250 રૂપિયા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

હીરો મોટોકોર્પે ઇન્ડિયન માર્કેટમાં એડવાન્સ્ડ કનેક્ટિવિટીવાળું માએસ્ટ્રો એજ 125 સ્કૂટર લોન્ચ કરી દીધું છે. આ સ્કૂટર તેનાં સેગમેન્ટમાં પ્રોજેક્ટર LED હેડલેમ્પ, ફુલ્લી ડિજિટલ સ્પીડોમીટર, બ્લુટૂથ કનેક્ટિવિટી વિથ કોલ અલર્ટ, ટર્ન બાય ટર્ન નેવિગેશનવાળું ફર્સ્ટ સ્કૂટર પણ છે. તેનાં ડ્રમ વેરિઅન્ટની એક્સ શો રૂમ કિંમત 72,250 રૂપિયા અને ડિસ્ક વેરિઅન્ટની એક્સ શો રૂમ કિંમત 79,750 રૂપિયા રાખવામાં આવી છે.

એન્જિન ડિટેલ્સ
તેમાં 124.6ccનું BS-VI કમ્પ્લાયન્ટ પ્રોગ્રામ્ડ ફ્યુલ ઇન્જેક્શન એન્જિન આપવામાં આવ્યું છે, જે એક્સસેન્સ ટેકનોલોજી સાથે આવે છે. આ એન્જિન 9BHP પર 7000 RPM પાવર અને 10.4 Nm પર 5500 RPMનો ટોર્ક જનરેટ કરે છે.

સ્પેસિફિકેશન્સ અને ફીચર્સ

સ્કૂટરમાં ટોપલ અલર્ટ, થેફ્ટ અલર્ટ, ફાઇન્ડ માય પાર્કિંગ, ટ્રેક માય વ્હીકલ, ટ્રિપ એનાલિસિસ જેવાં ફીચર્સ મળશે
સ્કૂટરમાં ટોપલ અલર્ટ, થેફ્ટ અલર્ટ, ફાઇન્ડ માય પાર્કિંગ, ટ્રેક માય વ્હીકલ, ટ્રિપ એનાલિસિસ જેવાં ફીચર્સ મળશે
  • નવાં માએસ્ટ્રો એજ 125માં નવા શાર્પ હેડલેમ્પ્સ, શાર્પ ફ્રંટ ડિઝાઇન, નવી સ્પોર્ટી ડ્યુઅલ ટોન સ્ટ્રિપ પેટર્ન, માસ્ક્ડ વિંકર્સ અને નવા પ્રિઝમેટિક કલર્સ સહિત ઘણા નવા ફેરફારો કરવામાં આવ્યા છે.
  • સ્કૂટરમાં બ્લૂટૂથ કનેક્ટિવિટી સાથેનું ડિજિટલ સ્પીડોમીટર આપવામાં આવ્યું છે, જે સારી ડિસ્પ્લે, ટર્ન-બાય-ટર્ન નેવિગેશન, મિસ્ડ કોલ અલર્ટ, ઇનકમિંગ કોલ અલર્ટ, RTMI (રિયલ-ટાઇમ માઇલેજ ઇન્ડિકેશન), ECO ઇન્ડિકેટર જેવી ડિટેલ્સ આપે છે.
  • 'હીરો કનેક્ટ'માં 8 મહત્ત્વપૂર્ણ ફીચર્સ જેવાં કે ટોપલ અલર્ટ, થેફ્ટ અલર્ટ, ફાઇન્ડ માય પાર્કિંગ, ટ્રેક માય વ્હીકલ, ટ્રિપ એનાલિસિસ વગેરે સામેલ છે.
  • આ સ્કૂટર બે નવા પ્રિઝમેટિક કલર્સ પ્રિઝમેટિક યલો અને પ્રિઝમેટિક પર્પલમાં આવે છે. તેને કેન્ડી બ્લેઝિંગ રેડ, પેન્થર બ્લેક, પર્લ સિલ્વર વ્હાઇટ, મેટ ટેક્નો બ્લુમાં પણ ખરીદી શકાય છે.