• Gujarati News
  • Utility
  • Automobile
  • Equipped With 3 Driving Modes, The Dark Edition Of Tata Safari Will Launch On January 17, Find Out What's New In The Interior And Exterior.

કન્ફર્મ:3 ડ્રાઇવિંગ મોડથી સજ્જ ટાટા સફારીની ડાર્ક એડિશન 17 જાન્યુઆરીએ લોન્ચ થશે, ઇન્ટરિયર અને એક્સટિરિયરમાં નવું શું હશે જાણી લો

9 દિવસ પહેલા
  • કૉપી લિંક

ટાટા મોટર્સ વધુ એક પોપ્યુલર મોડેલની ડાર્ક એડિશન લોન્ચ કરવા જઈ રહી છે. કંપનીએ સફારીના ડાર્ક એડિશનનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. કંપની તેને 17 જાન્યુઆરીએ એટલે કે આવતા સોમવારે લોન્ચ કરશે. ડાર્ક એડિશનમાં આવનારી ટાટા સફારી કંપનીનું ચોથું મોડેલ છે.

ગયા વર્ષની શરૂઆતમાં ટાટા મોટર્સે હેરિયર, નેક્સન સબ-કોમ્પેક્ટ SUV અને અલ્ટ્રોઝ પ્રીમિયમ હેચબેકનાં ડાર્ક એડિશન વેરિઅન્ટ્સ લોન્ચ કર્યાં હતાં. ટાટા મોટર્સ દ્વારા શેર કરવામાં આવેલાં ટીઝરમાં સફારીની થ્રી-રોની 7-સીટર SUVની ગ્રિલ ડાર્ક કલરમાં બતાવવામાં આવી છે.

કોસ્મેટિક અપડેટ્સ મળી શકે છે
તે હેરિયર, નેક્સન અને અલ્ટ્રોઝ ડાર્ક એડિશન જેવી કોસ્મેટિક અપડેટ્સ સાથે આવે એવી શક્યતા છે. એક્સટીરિયરને ઓલ-બ્લેક થીમ સાથે કેબિનની અંદરના કેટલાક એલિમેન્ટ્સ ડાર્ક કલરમાં આપવામાં આવે એવી શક્યતા છે. સફારી SUVના અન્ય સ્પેસિફિકેશન્સ જૂનાં મોડેલ જેવાં જ રહે એવી અપેક્ષા છે. ટાટા મોટર્સે 2020ની શરૂઆતમાં સફારી SUV લોન્ચ કરી હતી. ત્યારબાદ સપ્ટેમ્બરમાં કંપનીએ સફારી SUVનું ગોલ્ડ એડિશન વેરિઅન્ટ પણ લોન્ચ કર્યું હતું. થ્રી-રો SUV સેગમેન્ટમાં સફારી હ્યુન્ડાઈ અલ્કાઝાર અને મહિન્દ્રા XUV700ને કડી ટક્કર આપશે.

3 ડ્રાઇવિંગ રોડ મળશે
ટાટા સફારી SUVમાં 2.0-લિટર ડીઝલ એન્જિન આપવામાં આવ્યું છે. આ કાર મેક્સિમમ 168 bhpનો પાવર જનરેટ કરે છે. આટલું જ નહીં, આ SUV 6-સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશનના ઓપ્શન સાથે પણ આવે છે. આ SUVમાં ત્રણ ડ્રાઇવિંગ મોડ પણ છે. પહેલો સિટી, બીજો સ્પોર્ટ્સ અને ત્રીજો ડ્રાઇવિંગ મોડ.

ફીચર્સ
સફારીના ફિચર્સ વિશે વાત કરીએ તો તેમાં IRA કનેક્ટેડ કાર ટેક્નોલોજી, એન્ડ્રોઇડ ઓટો અને એપલ કાર પ્લે સપોર્ટ, 9 સ્પીકર JBL સાઉન્ડ સિસ્ટમ, વાયરલેસ ચાર્જર, એર પ્યુરિફાયર, પેનોરેમિક સનરૂફ, ક્રૂઝ કંટ્રોલ, ઓટોમેટિક સાથે 8 ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, EBD, ABS, ટ્રેક્શન કંટ્રોલ, 6 એરબેગ્સ, રિઅર પાર્કિંગ સેન્સર અને કોર્નર સ્ટેબિલિટી કંટ્રોલ ટાયર પ્રેશર મોનિટરિંગ વગેરે જેવાં સેફ્ટી ફીચર્સ આપવામાં આવ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...