• Gujarati News
  • Utility
  • Automobile
  • Entry Of 2 More 'Made In India' Okaya Freedom Electric Scooters In The Market, Equipped With 12 Color Options, The Starting Price Of This Scooter Is ₹ 69,999

ન્યૂ લોન્ચ:માર્કેટમાં વધુ 2 'મેડ ઇન ઇન્ડિયા' ઓકાયા ફ્રીડમ ઇલેક્ટ્રિક સ્કૂટર્સની એન્ટ્રી, 12 કલર ઓપ્શનથી સજ્જ આ સ્કૂટરની પ્રારંભિક કિંમત ₹69,999

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

ઇલેક્ટ્રિક વ્હીકલનું માર્કેટ કૂદકે ને ભૂસકે વધી રહ્યું છે. દરરોજ નવી-નવી કંપનીઓ પોતાની ઇલેક્ટ્રિક પ્રોડક્ટ લઇને માર્કેટમાં એન્ટ્રી કરી રહી છે. સ્વદેશી કંપનીઓ પણ આ સેગમેન્ટમાં પોતાની ઓળખ ઊભી કરવામાં માગે છે. જેમાંની એક કંપની છે ઓકાયા ગ્રુપ. ઓકાયા ગ્રુપના ઇલેક્ટ્રિક વ્હીકલ ડિવિઝન Okaya EVએ ઇન્ડિયન માર્કેટમાં ફ્રીડમ સિરીઝ દરમિયાન 2 ઇલેક્ટ્રિક સ્કૂટર Okaya Freedum LA2 અને Okaya Freedum LI2 લોન્ચ કર્યાં છે, જે પ્રીમિયમ લુક અને પાવરફુલ ફીચર્સથી સજ્જ છે. જુલાઈ મહિનાથી અત્યાર સુધી કંપની 3 ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કરી ચૂકી છે અને હવે ફ્રીડમ સિરીઝ દ્વારા તે ગ્રાહકોને અફોર્ડેબલ પ્રાઇસમાં સ્ટાઇલિશ લુક અને સારી બેટરી રેન્જ ધરાવતા સ્કૂટર્સ ઓફર કરી રહી છે.

સ્કૂટર વ્હાઇટ, રેડ, બ્લુ, બ્લેક, ગ્રીન, ડીપ યલો અને ગ્રે સહિત 12 ઓપ્શનમાં ખરીદી શકાશે
સ્કૂટર વ્હાઇટ, રેડ, બ્લુ, બ્લેક, ગ્રીન, ડીપ યલો અને ગ્રે સહિત 12 ઓપ્શનમાં ખરીદી શકાશે

100% મેડ ઇન ઇન્ડિયા સ્કૂટર
ઓકાયા ફ્રીડમ ઇલેક્ટ્રિક સ્કૂટર ઇન્ડિયન માર્કેટમાં 69,999 રૂપિયાની પ્રારંભિક કિંમતથી લોન્ચ કરવામાં આવ્યું છે. ઓકાયા ફ્રીડમ સિરીઝના આ સ્કૂટરને વ્હાઇટ, રેડ, બ્લુ, બ્લેક, ગ્રીન, ડીપ યલો અને ગ્રે સહિત 12 કલર ઓપ્શનમાં લોન્ચ કરવામાં આવ્યું છે. ઓકાયા ફ્રીડમ ઇલેક્ટ્રિક સ્કૂટર પણ VRAAL લેડ એસિડ બેટરી અને લિથિયમ આયન ફોસફેટ બેટરી બંને હેઠળ 4 વેરિઅન્ટમાં ઉપલબ્ધ થશે. કંપનીનો દાવો છે કે, આ 100% મેડ ઇન ઇન્ડિયા સ્કૂટર છે. કંપની આવનારા સમયમાં વધુ પાવરફુલ ઇલેક્ટ્રિક સ્કૂટર અને બાઇક લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે.

સિંગલ ચાર્જમાં 70-80 કિમીનું અંતર કાપશે
ઓકાયા ફ્રીડમ LI2માં 250 વોટની BLDC હબ મોટર લગાવવામાં આવી છે. તેમાં 48V 30Ahની બેટરી લગાવવામાં આવી છે, જેને કંપનીના દાવા અનુસાર, સિંગલ ચાર્જમાં 70-80 કિમી સુધી ચલાવી શકાય છે. તેની બેટરી ગ્રાહક તેનાં ઘરે પણ ચાર્જ કરી શકશે અને તેને ફુલ ચાર્જ થવામાં 4-5 કલાક લાગશે. ઓકાયાના આ ઇલેક્ટ્રિક સ્કૂટરની ટોપ સ્પીડ 25 Kmph છે. અન્ય ફીચર્સ તરીકે સ્કીટરમાં ડિજિટલ ડિસ્પ્લે, ડિસ્ક ફ્રંટ બ્રેક. ડ્રમ રિઅર બ્રેક, ટેલિસ્કોપિક ફ્રંટ સસ્પેન્શન, મોનોસ્કોપિક રિઅર સસ્પેન્શન, LED હેડલેમ્પ, LED DRL, રિમોટ લોક/અનલોક અને વ્હીલ લોક જેવાં ફીચર્સ આપવામાં આવ્યાં છે.

ડિજિટલ ડિસ્પ્લે, ટેલિસ્કોપિક ફ્રંટ સસ્પેન્શન, મોનોસ્કોપિક રિઅર સસ્પેન્શન જેવાં અનેક ફીચર્સ મળશે
ડિજિટલ ડિસ્પ્લે, ટેલિસ્કોપિક ફ્રંટ સસ્પેન્શન, મોનોસ્કોપિક રિઅર સસ્પેન્શન જેવાં અનેક ફીચર્સ મળશે

ઓકાયા ફ્રીડમ LA2 એડવાન્સ્ડ ફીચર્સથી સજ્જ
ઓકાયા ફ્રીડમ LA2માં પણ 250 વોટની BLDC હબ મોટર અને 48V 28Ah VLRA (C20) બેટરી લગાવવામાં આવી છે. કંપની દ્વારા કરવામાં આવેલા દાવા અનુસાર, આ ઇલેક્ટ્રિક સ્કૂટરને સિંગલ ચાર્જમાં 50-60 કિમી સુધી ચાલી શકે છે. તેની બેટરી ફુલ ચાર્જ થવામાં 8-10 કલાકનો સમય લે છે. ઓકાયા ફ્રીડમ સિરીઝના આ ઇલેક્ટ્રિક સ્કૂટરની ટોપ સ્પીડ 25 Kmph છે. આ સ્કૂટરમાં ડિજિટલ ડિસ્પ્લે, ટેલિસ્કોપિક ફ્રંટ સસ્પેન્શન, મોનોસ્કોપિક રિઅર સસ્પેન્શન, LED હેડલેમ્પ, LED DRL, રિમોટ લોક/અનલોક અને વ્હીલ લોક સાથે ડિસ્ક ફ્રંટ બ્રેક અને ડ્રમ રિ્ર બ્રેક જેવાં ફીચર્સ પણ આપવામાં આવ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...