ટેક્સાસની ઓસ્ટિન સ્થિત ગીગાફેક્ટ્રીમાં ટેસ્લાની ઈન્વેસ્ટર ડે-2023 ઈવેન્ટ આયોજિત થઈ હતી. આ સમય દરમિયાન CEO ઈલોન મસ્કે પોતાનો ત્રીજો માસ્ટર પ્લાન રજૂ કર્યો. તેમાં જણાવવામાં આવ્યુ છે કે, ટેસ્લાનો ટાર્ગેટ સસ્ટેનેબલ એનર્જી ઈકોનોમીને સ્થાપિત કરવાનું છે.
મસ્કનું લક્ષ્ય 240 ટેરાવૉટ પ્રતિ કલાક (TWH) ઉર્જા ભંડારણ અને 30 ટેરાવૉટ પ્રતિ કલાકનું રિન્યૂએબલ એનર્જીનું પ્રોડક્શન ડેવલોપ કરવાનું છે. તેના માટે 10 ટ્રિલિયન ડોલર (લગભગ 800 લાખ કરોડ રુપિયા)ની જરુરિયાત રહેશે. આ રકમ વિશ્વની GDPનાં લગભગ 10% છે. તે વર્તમાનમાં ઈન્ટરનલ કંબંશન (IC) ઈકોનોમી પર થનારા ખર્ચનાં અડધાથી પણ ઓછુ છે.
સોલાર અને વિન્ડ એનર્જી માટે મોટા લેવલ પર પ્રોડક્શનની તૈયારી
મસ્કે જણાવ્યું કે, આવશ્યક સોલાર એન્ડ વિન્ડ એનર્જીને જનરેટ કરવા માટે વિશ્વની 0.2%થી પણ ઓછી જમીનની જરુરિયાત રહેશે. આ સાથે જ તેઓએ એ પણ જણાવ્યું કે, ત્રીજા માસ્ટર પ્લાન અંતર્ગત આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)ની મદદથી કંપનીની પ્રોડક્શન કેપેસિટી વધારવામાં મદદ મળશે. ટેસ્લા મેક્સિકોમાં ગીગાફેક્ટ્રી પણ લગાવવા જઈ રહી છે.
પેટ્રોલ-ડીઝલ ગાડીઓની જગ્યા લેશે EV
મસ્કનાં માસ્ટર પ્લાનનો ટાર્ગેટ પૂરી રીતે ઈલેક્ટ્રિક અને ઓટોનોમસ ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ સ્થાપિત કરવાનો છે. આ સિસ્ટમથી પેટ્રોલ-ડિઝલથી ચાલતા વાહનોની જગ્યા ઈલેક્ટ્રિક વાહનો લઈ લેશે. તેઓએ વીજળીથી અને ચાર્જિંગથી ચાલતા વિમાનો અને પાણીના જહાજોની સંભાવના પણ દર્શાવી.
વર્ષનાં અંતમાં આવશે ટેસ્લાનો સાયબરટ્રક
ટેસ્લાનાં અધિકારી લાર્સ મોરાવી અને ફ્રાંઝ વોન હોલ્જહૌસેને સ્ટેનલેસ સ્ટીલથી સાયબર ટ્રક બનાવવાનાં પડકાર વિશે વાત કરી. મોરાવીએ જણાવ્યું કે, ‘ટેસ્લા સાયબરટ્રકની બનાવટ સમયે શીખેલા પાઠ પરથી તેના આગામી પેઢીનાં વાહનોને વધુ કાર્યક્ષમ રીતે બનાવવામાં મદદ કરશે. હોલ્જહૌસેને જાહેરાત કરી હતી કે, સાયબર ટ્રક આ વર્ષના અંતમાં આવશે. તેના લાખો યુનિટ બુક થઈ ચૂક્યા છે.
જલ્દી જ આવશે લોકોને પછાડનારા રોબોટ
ઈવેન્ટ દરમિયાન ટેસ્લાનાં એન્જિનિયરોએ જણાવ્યું કે, કંપની ભવિષ્યમાં કારના એસેમ્બલિંગનો ખર્ચ અડધો કરી દેશે. આ સાથે જ ટેસ્લાએ એક નવો વીડિયો પણ બતાવ્યો હતો, જેમાં ટેસ્લા રોબોટ સ્વતંત્ર રીતે અને કોઇ સપોર્ટ ફ્રેમ વગર ચાલી રહ્યો હતો. જો કે, તે જીવંત પ્રદર્શન નહોતું. હ્યુમનોઇડ રોબોટ પ્લેટફોર્મમાં ઉપયોગમાં લેવાતા ઓફ-ધ-સેલ્ફ એક્ટિવેટર્સ અને મોટર્સ શોધવામાં નિષ્ફળ થયો હોવા છતાં, મસ્કને આશા છે કે રોબોટ્સ ટૂંક સમયમાં માણસોને પાછળ છોડી દેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.