તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભારતમાં ટેસ્લા:ઇલોન મસ્કની કંપની બેંગલુરુમાં પહેલું મેન્યુફેક્ચરિંગ યૂનિટ ખોલશે, ઇન્ડસ્ટ્રીયલ કોરિડોરથી 3 લાખ રોજગારી પેદા થશે

20 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઇલેક્ટ્રિક કાર બનાવતી કંપની ટેસ્લા ટૂંક સમયમાં ભારતમાં વાહનોનું પ્રોડક્શન શરૂ કરવાની તૈયારીમાં છે. તેની શરૂઆત કર્ણાટકની રાજધાની બેંગલુરુથી થશે. કંપની અહીં ઇલેક્ટ્રિક ગાડીઓના નિર્માણ માટે યૂનિટ ખોલશે. આ માહિતી મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ આપી હતી.

ટુમકુર જીલ્લામાં ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર બનાવવાની યોજના છે
બીએસ યેદિયુરપ્પાએ જણાવ્યું કે, રાજ્યના ટુમકુર જીલ્લામાં ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર પણ બનાવવામાં આવશે. તેની કિંમત આશરે 7,725 કરોડ રૂપિયા હશે. આ દ્વારા લગભગ 2.8 લાખ નવી નોકરીઓ પેદા થશે. તેમણે કેન્દ્રીય બજેટને ઐતિહાસિક ગણાવ્યું અને કહ્યું કે તેનાથી દેશના અર્થતંત્રમાં સુધારો થશે. આનાથી વર્ષ 2025 સુધીમાં દેશના GDPને 5 ટ્રિલિયન ડોલર સુધી પહોંચવામાં મદદ મળશે.

ભારતમાં ટેસ્લાએ જાન્યુઆરીમાં એન્ટ્રી લીધી
અમેરિકન કંપની ટેસ્લા જાન્યુઆરીમાં વર્ષ 2021માં ભારતમાં એન્ટ્રી લીધી. કંપનીએ દેશમાં ટેસ્લા ઈન્ડિયા મોટર્સ અને એનર્જી પ્રા.લિ. નામથી રજિસ્ટ્રેશન કરાવ્યું છે. મીડિયા રિપોર્ટ્સમાં જણાવ્યા મુજબ, વૈભવ તનેજા, વેંકટરંગમ શ્રીરામ અને ડેવિડ જોન ફિસ્ટિનની ટેસ્લા ઈન્ડિયાના ડાયરેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે. ગયા વર્ષે કંપનીના CEO ઇલોન મસ્કે સોશિયલ મીડિયા પર કહ્યું હતું કે, અમે વર્ષ 2021માં ભારતમાં એન્ટ્રી કરવાની યોજના બનાવીએ છીએ. કંપની ભારતમાં મોડેલ 3 સિડેન કાર સાથે એન્ટ્રી કરવાની તૈયારીમાં છે. તેની કિંમત આશરે 60 લાખ રૂપિયા હશે.

કેન્દ્રીયમંત્રી નીતિન ગડકરીએ સૌપ્રથમ માહિતી આપી હતી
જો કે, ભારતમાં ટેસ્લાની આવવા અંગેની માહિતી કેન્દ્રીયમંત્રી નિતિન ગડકરી દ્વારા સૌપ્રથમ આપવામાં આવી હતી. તેમણે કહ્યું કે, ટેસ્લા 2021ની શરૂઆતમાં ભારતમાં કામગીરી શરૂ કરશે. ખાસ વાત એ છે કે દેશમાં ટેસ્લાની એન્ટ્રી એવા સમયે થઈ રહી છે જ્યારે કેન્દ્ર અને રાજ્ય સરકાર હવા પ્રદૂષણ ઘટાડવાનો પ્રયાસ કરી રહી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

વધુ વાંચો