ઇન્સેન્ટિવમાં વધારાની અસર:2023 સુધી ઇલેક્ટ્રિક વ્હીકલ સેલ્સમાં 26%નો ગ્રોથ થશે, પેટ્રોલ-ડીઝલના ભાવવધારાને કારણે પણ વેચાણ વધશે

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઇલેક્ટ્રિક વ્હીકલ (EV)ને લઇને કેન્દ્ર સરકાર તરીફથી જાહેર કરવાનાં આવેલું ઇન્સેન્ટિવ અને પેટ્રોલ-ડીઝલના ઊંચા ભાવને કારણે દેશમાં 2020-2023 દરમિયાન ઇલેક્ટ્રિક વાહનોને વેગ મળશે. આ સમયગાળા દરમિયાન દેશમાં ઇલેક્ટ્રિક વાહનોના વેચાણમાં વાર્ષિક ધોરણે 26% વૃદ્ધિ થઈ શકે છે. ફિચ સોલ્યુશન્સે મંગળવારે આ જણાવ્યું હતું. જો કે, COVID-19 રોગચાળા અને મર્યાદિત સ્થાનિક ઉત્પાદનની આર્થિક અસર ઇલેક્ટ્રિક વાહનોના વિસ્તરણમાં પડકારો પેદા કરી શકે છે.

કેન્દ્રીય બજેટમાં પ્રમોશનથી આઉટલુક સુધરશે
ફિચે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે, કેન્દ્રીય બજેટમાં ઇલેક્ટ્રિક વાહનો (EV)ના પ્રમોશનથી EV સેલ્સના વેચાણ માટેના લાંબાગાળાના દૃષ્ટિકોણમાં સુધારો થશે. પરંતુ વર્ષ 2032 સુધીમાં ફક્ત નવા ઇલેક્ટ્રિક વાહનો વેચવાના લક્ષ્યાંકને પૂર્ણ નહીં કરી શકાય. ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે સરકારે અનેક પગલાં લીધાં છે, જેમાં પેટ્રોલ અને ડીઝલ પર પ્રતિ લીટર એક રૂપિયાની વધારાની એક્સાઈઝ ડ્યૂટી, ઇલેક્ટ્રિક વાહનો પર GST રેટ 12%થી ઘટાડીને 5% અને ઇલેક્ટ્રિક વાહનો ખરીદનારાઓને ઇન્કમ ટેક્સમાં છૂટ વગેરે જેવા ઇન્સેન્ટિવ આપવાનો સમાવેશ થાય છે.

એશિયા ક્ષેત્રમાં વેચાણમાં તેજી રહેશે
ફિચે કહ્યું કે, એશિયા ક્ષેત્રના ઘણા દેશોમાં ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. આનાથી આ ક્ષેત્રના વેચાણને વેગ મળશે. આ ઉપરાંત, ઉત્સર્જન ઘટાડવા અને ઇલેક્ટ્રિક વ્હીકલ મેન્યુફેક્ચરિંગ ઇન્વેસ્ટમેન્ટ માટે આકર્ષક પગલાં લેવામાં આવતા હોવાથી ઇલેક્ટ્રિક વાહનોને પણ ટેકો મળશે. ફિચનું માનવું છે કે, વર્ષ 2021માં એશિયામાં ઇલેક્ટ્રિક વાહનનું વેચાણ 78.1% ના દરે વિસ્તરશે. આ વર્ષ 2020ના માત્ર 4.8%ના ગ્રોથના અંદાજથી ઘણો વધારે રહેશે.

2030ના અંત સુધીમાં 10.9 મિલિયન ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ થશે
ફિચનું કહેવું છે કે, વર્ષ 2030ના અંત સુધીમાં એશિયા ક્ષેત્રમાં ઇલેક્ટ્રિક વાહનનું વેચાણ વધીને 10.9 મિલિયન યૂનિટ થઈ જશે. વર્ષ 2020માં 1.4 મિલિયન ઇલેક્ટ્રિક વાહનોના વેચાણ થવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. ફિચના જણાવ્યા અનુસાર, ઇલેક્ટ્રિક વાહનોની માગ 2021-2029 દરમિયાન ત્રણ મોટી એડવાન્સ્ડ ઇકોનોમીથી વધશે. તેમાં ચીન, જાપાન અને દક્ષિણ કોરિયા સામેલ છે. આ ત્રણેય દેશો ઉત્સર્જન ઘટાડવાના તેમના વચન પ્રમાણે કાર્ય કરી રહ્યા છે.