તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Automobile
  • Electric Vehicle Batteries Can Be Charged Anywhere On The Highway During The Trip, Ez4EV Company To Launch Portable Charging Station

હવે ચાર્જિંગનું 'નો ટેન્શન':સફર દરમિયાન હાઈવે પર ગમે ત્યાં ઈલેક્ટ્રિક વ્હીકલની બેટરી ચાર્જ કરી શકાશે, Ez4EV કંપની પોર્ટેબલ ચાર્જિંગ સ્ટેશન લોન્ચ કરશે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નવેમ્બર મહિનામાં કંપની તેની આ સર્વિસ લોન્ચ કરશે
  • યુઝર્સ મોબાઈલ પર લોકેશન ટ્રેક કરી ચાર્જિંગ વેન બોલાવી શકશે

તમારી પાસે ઈલેક્ટ્રિક વ્હીકલ છે અથવા જો તમે તેના ખરીદીનું પ્લાનિંગ કરી રહ્યા છો તો તમારા મનમાં હંમેશાં એક સવાલ રહેશે કે સફર દરમિયાન વ્હીકલની બેટરી પતી ગઈ તો તેને ચાર્જ કેવી રીતે કરશો? હવે તમારે તેની ચિંતા કરવાની જરૂર નહિ રહે. Ez4EV પ્રાઈવેટ લિમિટેડ કંપની ઈલેક્ટ્રિક વ્હીકલ માટે હરતું ફરતું પોર્ટેબલ મોબાઈલ ચાર્જિંગ સ્ટેશન લોન્ચ કરવા જઈ રહી છે. આ ઈલેક્ટ્રિક ચાર્જિંગ વેનનું નામ 'EzUrja' છે.

આ કંપની હાલ બેટરી અને ચાર્જર બનાવવાનું કામ કરે છે. કંપનીનું કહેવું છે કે પોર્ટેબલ મોબાઈલ ચાર્જિંગ સ્ટેશનની સુવિધા કંપની નવેમ્બર મહિનાથી શરૂ કરશે.

તમારાં લોકેશન પર વેન બોલાવી શકાશે

આ ચાર્જિંગ સ્ટેશન એક વેનમાં ઈન્સ્ટોલ રહેશે. તેને મોબાઈલથી ટ્રેક કરી તમારાં લોકેશન પર બોલાવી શકાશે. જેમ તમે સફર માટે કેબ બોલાવો છો આ સુવિધા એ જ પ્રકારની રહેશે. તમારાં લોકેશન પર આ વેન આવી તમારું વ્હીકલ ચાર્જ કરશે. આ સર્વિસ 24 કલાક ચાલુ રહેશે.

ટૂ વ્હીલર અને કમર્શિયલ વ્હીકલ પણ ચાર્જ થશે
EzUrjaમાં સ્લો અને ફાસ્ટ ચાર્જિંગ સિસ્ટમ મળે છે. તેની મદદથી ટૂ વ્હીલર અને કમર્શિયલ વ્હીકલ પણ ચાર્જ કરી શકાશે. તે નાનાં શહેરો અને હાઈવે પર ચાલતાં વ્હીકલ ચાર્જ કરશે. કંપનીનું કહેવું છે કે લિથિયમ, આયર્ન, મેંગેનીઝ અને ફોસ્ફેટ બેટરીનો એક સાથે ઉપયોગ કરવાથી બિઝનેસમાં ફાયદો મળશે. જ્યારે અન્ય પ્રકારની બેટરીમાં તે શક્ય નથી.

અન્ય સમાચારો પણ છે...