FAME II પોલિસીની કમાલ:ઈલેક્ટ્રિકલ ટૂ-વ્હીલરના ભાવમાં 28,000 રૂપિયા સુધીનો ઘટાડો થયો, પેટ્રોલની વધતી કિંમતોની વચ્ચે ઈલેક્ટ્રિક વ્હીકલ બેસ્ટ ઓપ્શન

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

સરકારે ફાસ્ટર એડોપ્શન એન્ડ મેન્યુફેક્ચરિંગ ઓફ ઈલેક્ટ્રિક વ્હીકલ (FAME II) યોજના અંતર્ગત ઈલેક્ટ્રિક ટૂ-વ્હીલર પર GST ઘટાડી દીધો છે. ત્યારબાદ તેની કિંમત 28 હજાર રૂપિયા સુધી ઓછી થઈ ગઈ છે. પહેલા ઈલેક્ટ્રિક વ્હીકલ પર GST દર 12 ટકા હતો, જેને ઘટાડીને હવે 5 ટકા કરવામાં આવ્યો છે. પેટ્રોલની વધતી કિંમતોની વચ્ચે ઈલેક્ટ્રિક ગાડીઓ સસ્તી હોવાથી તેને ખરીદવાને લઈને લોકોનો રસ વધી શકે છે.

સરકાર દ્વારા FAME II યોજનામાં સુધારો કરવામાં આવ્યો છે, ત્યારબાદ ઈલેક્ટ્રિક ટૂ-વ્હીલરની કિંમતો ઘણી ઓછી થઈ ગઈ છે. પહેલા ઈલેક્ટ્રિક ટૂ-વ્હીલર પર 10,000 રૂપિયા પ્રતિ kWhની સબ્સિડી મળતી હતી, પરંતુ હવે તેને વધારીને 15,000 રૂપિયા પ્રતિ kWh કરવામાં આવી છે. હીરો ઈલેક્ટ્રિકલ ટૂ-વ્હીલર કંપનીના અનુસાર, તેને પોતાની સિંગલ બેટરી વેરિઅન્ટવાળી ઈલેક્ટ્રિક ટૂ-વ્હીલર પર 12% અને ટ્રિપલ બેટરીવાળા મોડેલ પર 33% સુધી કિંમતમાં ઘટાડો કર્યો છે.

GST દરના ઘટાડા બાદ નવી હીરો ઈલેક્ટ્રિકની કિંમતો

મોડેલજૂની કિંમતનવી કિંમત% (ચેન્જ)
હીરો ફોટોન HX79,940 રૂપિયા71,449 રૂપિયા12%
હીરો ઓપ્ટિમા ER (ડબલ બેટરી)78,640 રૂપિયા58,980 રૂપિયા33%
હીરો NYX HX (ટ્રિપલ બેટરી)1,13,115 રૂપિયા85,136 રૂપિયા33%

આ ઈલેક્ટ્રિક ટૂ-વ્હીલર પણ સસ્તા થઈ ગયા​​​​​​​​​​​​​​

મોડેલજૂની કિંમતઘટાડો
TVS iQube1.02થી 1.14 લાખ11,250 રૂપિયા
ઓકિનાવા iPraise+1.09 લાખ7,200થી 17,900 રૂપિયા
રિવોલ્ટ RV 40090,799 રૂપિયા28,200 રૂપિયા

નવીન મુંજાલે તેને એક મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું
હીરો ઈલેક્ટ્રિકલ ટૂ-વ્હીલર કંપનીના મેનેજિંગ ડિરેક્ટર નીવન મુંજાલે જણાવ્યું કે, ફેમ ટૂ (Fame II) અંતર્ગત સબ્સિડીમાં વધારો થવાથી દેશમાં ઈલેક્ટ્રિક વાહનોની માગ વધશે. છેલ્લા એક દાયકામાં ઈલેક્ટ્રિક વાહન ઉદ્યોગની દૃષ્ટિએ સૌથી મહત્ત્વપૂર્ણ પગલું છે. ફેમ ટૂ અંતર્ગત સબ્સિડીમાં વધારો થવાથી દેશમાં ઈલેક્ટ્રિક મોબિલિટીના નવા યુગની શરૂઆત થશે. લિટર દીઠ 100 રૂપિયાનું પેટ્રોલ પહોંચતાં લોકો ઇલેક્ટ્રિક સ્કૂટર્સ ખરીદવામાં રસ દાખવશે.

અન્ય સમાચારો પણ છે...