ઓડી-ઇલેક્ટ્રિક રિક્ષા:ભારતીય રસ્તાઓ પર દોડશે ઇલેક્ટ્રિક થ્રી-વ્હીલર્સ, મહિલાઓ માટે રોજગારીની તકો ઊભી થશે

18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાયલોટ પ્રોજેક્ટના ભાગરૂપે 3 ઓડી સંચાલિત ઇ-રિક્ષાને ભારત લાવવામાં આવશે.
  • બિન-નફાકારક સંસ્થાઓ અને ખાસ કરીને મહિલાઓને ઉપલબ્ધ કરાવવામાં આવશે.
  • આ પ્રોજેક્ટમાં ચાર્જિંગ માટે સૌરઊર્જાના ઉપયોગને ધ્યાનમાં લેવાશે.

જર્મન-ઇન્ડિયન સ્ટાર્ટઅપ ‘નુનામ’ ભારતીય રસ્તાઓ માટે ઇલેક્ટ્રિક થ્રી-વ્હીલર્સ રજૂ કરી રહ્યું છે. આ EV થ્રી-વ્હીલર્સની વિશેષતા એ છે કે, તે ઇલેક્ટ્રિક કારમાંથી વપરાયેલી બેટરી દ્વારા સંચાલિત થશે. આ પ્રોટોટાઇપ વાહનો ઓડી ઈ-ટ્રોન ટેસ્ટ ફ્લીટમાંથી વપરાયેલી બેટરીનો ઉપયોગ કરે છે. ઓડી જણાવે છે કે, આ પ્રોજેક્ટનો હેતુ આ હાઈ-વોલ્ટેજ ઇલેક્ટ્રિક કાર બેટરીની કાર લાઈફ સાયકલ પૂર્ણ થયા બાદ તેના ઉપયોગની શોધ કરવાનો છે. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ ભારતમાં ખાસ કરીને મહિલાઓ માટે રોજગારીની તકો ઊભી કરવાનો છે.

આ પ્રોજેક્ટનો ઉદ્દેશ ભારતમાં ખાસ કરીને મહિલાઓ માટે રોજગારીની તકો ઊભી કરવાનો છે.
આ પ્રોજેક્ટનો ઉદ્દેશ ભારતમાં ખાસ કરીને મહિલાઓ માટે રોજગારીની તકો ઊભી કરવાનો છે.

ઇલેક્ટ્રિક રિક્ષા બર્લિન અને બેંગલુરુ સ્થિત અને ઓડી એન્વાયર્નમેન્ટલ ફાઉન્ડેશન દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવતાં એક બિન-નફાકારક સ્ટાર્ટઅપના પ્રયત્નોનું પરિણામ છે. ‘નુનામ’ ઉપરાંત Audi AG અને Audi Environmental Foundation વચ્ચેના પ્રથમ પ્રોજેક્ટ હેઠળ ઇલેક્ટ્રિક રિક્ષાના ત્રણ પ્રોટોટાઇપ્સ બનાવવામાં આવ્યા છે. કંપનીએ એક અખબારી નિવેદનમાં જણાવ્યું છે કે, ‘ભારતમાં રિક્ષાચાલકો ન તો ઝડપી રિક્ષા ચલાવે છે કે ન તો રિક્ષા સાથે દૂરની મુસાફરી કરે છે, તેથી ઇલેક્ટ્રિક મોટર વિશેષ શક્તિશાળી હોવી જરૂરી નથી. આ ઉપરાંત એ વાત પણ ધ્યાનમાં રાખવી કે, આ વ્હીકલ ઉચ્ચ-ઊર્જા-ઘનતાવાળી બેટરી દ્વારા સંચાલિત હશે અને પ્રમાણમાં તેનું વજન ઓછું હશે.’

Audi AG અને Audi Environmental Foundation વચ્ચેના પ્રથમ પ્રોજેક્ટ હેઠળ ઇલેક્ટ્રિક રિક્ષાના ત્રણ પ્રોટોટાઇપ્સ બનાવવામાં આવ્યા છે.
Audi AG અને Audi Environmental Foundation વચ્ચેના પ્રથમ પ્રોજેક્ટ હેઠળ ઇલેક્ટ્રિક રિક્ષાના ત્રણ પ્રોટોટાઇપ્સ બનાવવામાં આવ્યા છે.

ભારતમાં ઇલેક્ટ્રિક રિક્ષાઓ સામાન્ય છે, પરંતુ તેમાંની મોટાભાગની લીડ-એસિડ બેટરીથી સંચાલિત છે, જેનું આયુષ્ય ટૂંકું હોય છે અને ઘણીવાર તેનો યોગ્ય રીતે નિકાલ કરવામાં આવતો નથી. તદુપરાંત, આ તમામ થ્રી-વ્હીલર્સ મુખ્યત્વે પબ્લિક ગ્રીડ ઈલેકટ્રીસીટી દ્વારા ચાર્જ કરવામાં આવે છે, જેમાંથી મોટા ભાગની વીજળી કોલસા આધારિત પાવર સ્ટેશનોમાંથી મેળવવામાં આવે છે. આ અંગે ‘નુનામ’ નો જવાબ સોલર પાવર ચાર્જિંગ સ્ટેશનના સ્વરૂપમાં છે. વપરાયેલી ઓડી ઇ-ટ્રોન બેટરી દિવસ દરમિયાન ચાર્જ થશે ને બફર સ્ટોરેજ યુનિટ તરીકે કામ કરશે અને સાંજના સમયે આ પાવર રિક્ષાઓને આપી દેવામાં આવે છે. ઓડી કહે છે કે, આનાથી સ્થાનિક રિક્ષા ડ્રાઇવિંગ મોટાભાગે કાર્બન-મુક્ત બનશે. કંપની વધુમાં જણાવે છે કે, બેટરીએ તેની ઇલેક્ટ્રિક કાર લાઇફ સાઇકલ પૂર્ણ કર્યા પછી અને ઇ-રિક્ષામાં તેના ઉપયોગ થયા પછી પણ તેના જીવનનો અંત નથી આવતો. તેનો ઉપયોગ હજુ પણ LED લાઇટિંગ જેવી સ્ટેશનરી એપ્લિકેશનને પાવર આપવા માટે થઈ શકે છે.

ઓડી કહે છે કે, આનાથી સ્થાનિક રિક્ષા ડ્રાઇવિંગ મોટાભાગે કાર્બન-મુક્ત બનશે.
ઓડી કહે છે કે, આનાથી સ્થાનિક રિક્ષા ડ્રાઇવિંગ મોટાભાગે કાર્બન-મુક્ત બનશે.

‘નુનામ’ના સહસ્થાપક પ્રદિપ ચેટર્જી સમજાવે છે કે,‘આ કારની બેટરી કારનું આયુષ્ય લાંબુ ટકાવી રાખવા માટે ડિઝાઈન કરવામાં આવી છે, પરંતુ કારમાં તેના ઉપયોગ પછી પણ તેમાં ઘણી ઉર્જા હોય છે, જેને ઉપયોગમાં લઈ શકાય. નીચી રેન્જ અને વીજળીની જરૂરિયાતવાળા વાહનો માટે તેમજ એકંદરે ઓછું વજન ધરાવતા વાહનો માટે આ બેટરી ઉપયોગમાં લઈ શકાય. અમે અમારાં સેકન્ડ લાઈફ પ્રોજેક્ટમાં ઇલેક્ટ્રિક કારની યુઝ થયેલી બેટરીનો ઉપયોગ ઇલેક્ટ્રિક વાહનોમાં ફરીથી કરીએ છીએ. તમે તેને ઇલેક્ટ્રિક મોબિલિટી 'લાઇટ' કહી શકો છો. આ રીતે, અમે એ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે, બેટરી હજી પણ ઉપયોગમાં લેવાતાં કેટલો પાવર આપી શકે છે?’