• Gujarati News
  • Utility
  • Automobile
  • Electric Scooters Worth Rs 500 Crore Were Sold On The Second Day Of The Company, The Company Earned Rs 1100 Crore In 2 Months From This

એક સેકન્ડની કમાણી 63 હજાર રૂપિયા:OLAએ બીજા દિવસે 500 કરોડ રૂપિયાનાં ઇલેક્ટ્રિક સ્કૂટર વેચ્યાં, બે દિવસમાં 1100 કરોડ રૂપિયાની કમાણી થઈ

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઇલેક્ટ્રિક સ્કૂટરનો નેક્સ્ટ સેલ 1 નવેમ્બરથી શરૂ થશે
  • પ્રથમ દિવસે 600 કરોડ રૂપિયાનું વેચાણ કર્યું હતું

ઓલા ઇલેક્ટ્રિક સ્કૂટરનું વેચાણ જે દિવસથી શરૂ થયું છે, ત્યારથી રેકોર્ડ પર રેકોર્ડ બની રહ્યા છે. સ્કૂટરનું પ્રી-બુકિંગ શરૂ થયું છે અમે 24 કલાક દરમિયાન તેના એક લાખથી વધારે સ્કૂટર બુક થઈ ગયા છે. પ્રથમ દિવસે 600 કરોડ રૂપિયાનું વેચાણ પૂરું થયા પછી કંપનીએ બીજા દિવસે 500 કરોડના ઇલેક્ટ્રિક સ્કૂટર વેચ્યા. કંપનીના બે દિવસનું વેચાણ 1100 કરોડ રૂપિયાથી વધારે થઈ ગયું છે.

નેક્સ્ટ સેલ 1 નવેમ્બરથી શરૂ થશે
ઓલાના ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આંકડા જાહેર કર્યા છે. ભાવિશે લખ્યું, બીજો દિવસ પ્રથમ દિવસ કરતાં પણ જોરદાર રહ્યો. 2 દિવસમાં વેચાણ 1100 કરોડ રૂપિયાને પાર થઇ ગયું. 1 નવેમ્બરથી ફરીથી સેલ શરૂ થશે. ઉલ્લેખનીય છે કે, કંપનીએ 15 સપ્ટેમ્બરથી ઓફિશિયલી બુકિંગ શરૂ કર્યું હતું, તે 16 સપ્ટેમ્બર સુધી ચાલ્યું. કંપનીએ દર સેકન્ડમાં 4 સ્કૂટર્સનું વેચાણ કર્યું.

બે દિવસમાં થયેલા 1100 કરોડના વેચાણનું ગણિત

  • ઓલ સ્કૂટરની કંપનીએ 2 દિવસમાં 1100 કરોડ રૂપિયાની કમાણી કરી
  • 24 કલાકની કમાણી (1100 કરોડ/2 દિવસ)= 550 કરોડ રૂપિયા
  • 1 કલાકની કમાણી (550 કરોડ/ 24 કલાક) = આશરે 23 કરોડ રૂપિયા
  • 1 મિનિટની કમાણી (23 કરોડ/60 મિનિટ) = 38 લાખ રૂપિયા
  • 1 સેકન્ડની કમાણી (38 લાખ/60 સેકન્ડ) = 63 હજાર રૂપિયા

ઓલા સ્કૂટરની કિંમત
ઓલા ઇલેક્ટ્રિક સ્કૂટર બે વેરિઅન્ટ S1 અને S1 Proમાં મળે છે. તેનું બુકિંગ 499 રૂપિયામાં થઈ રહ્યું છે. ઓલા ઇલેક્ટ્રિક સ્કૂટરનાં એન્ટ્રી લેવલ S1 વેરિઅન્ટની કિંમત 99,999 રૂપિયા અને S1 Pro વેરિઅન્ટની કિંમત 1,29,999 રૂપિયા નક્કી કરવામાં આવી છે. આ સ્કૂટર્સની ડિલિવરી આગામી મહિનાથી એટલે કે ઓક્ટોબરથી શરૂ થશે. તેને સીધા ગ્રાહકો સુધી પહોંચાડવામાં આવશે. ઓલા ઇલેક્ટ્રિક સ્કૂટર ઓનલાઇન કંપનીની ઓફિશિયલ વેબસાઇટ અથવા મોબાઇલ એપ્લિકેશનથી જ ખરીદી શકાશે. કંપની જેણે પહેલાં બુકિંગ કર્યું હશે તે મુજબ ગ્રાહકોને સ્કૂટરની ડિલિવરી કરશે.

ઓલા સ્કૂટરનાં સ્પેસિફિકેશન્સ અને ફીચર્સ

  • 3 સેકન્ડમાં 0થી 40kmની સ્પીડઃ ઓલાએ S1 સ્કૂટરમાં 8.5 કિલોવોટ પીક પાવર જનરેટ કરતી મોટર લગાવી છે. આ મોટર 3.9 કિલોવોટ કેપેસિટીવાળી બેટરી સાથે જોડવામાં આવી છે. તે 0થી 40 કિલોમીટરની સ્પીડ માત્ર 3 સેકંડમાં પકડી લે છે. તેની ટોપ સ્પીડ 115 કિમી પ્રતિ કલાક છે. સિંગલ ચાર્જ પર તે 181 કિમી સુધીની રેન્જ આપે છે. તેમાં રાઈડિંગ માટે નોર્મલ, સ્પોર્ટ અને હાઈપર મોડ આપવામાં આવ્યા છે. ઓલા સ્કૂટરની બેટરીને ફુલ ચાર્જ કરવામાં 6 કલાકનો સમય લાગે છે. ખાસ વાત એ છે કે આ સ્કૂટરમાં ક્રૂઝ કન્ટ્રોલ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત, ઓલા ફાસ્ટ ચાર્જરથી ઈલેક્ટ્રિક સ્કૂટરને માત્ર 18 મિનિટમાં 50 ટકા ચાર્જ કરી શકાય છે. સ્કૂટરમાં 7 ઈંચની ટચસ્ક્રીન ડિસ્પ્લે મળશે, જે વાઈફાઈ કનેક્ટિવિટીને સપોર્ટ કરે છે.
  • રિવર્સ મોડ મળશેઃ ઓલા ઈલેક્ટ્રિક સ્કૂટરમાં રિવર્સ મોડ ફીચર મળશે. આ ફીચરમાં તમે ઈલેક્ટ્રિક સ્કૂટર S1ને સરળતાથી બેઠાં બેઠાં રિવર્સ પણ કરી શકો છો. અગાઉ આ ઓપ્શન બીજા કોઈ સ્કૂટરમાં જોવા નથી મળ્યો.
  • સ્કૂટરનું સ્પીડોમીટર બદલી શકશોઃ તેની ડિસ્પ્લેમાં જે સ્પીડોમીટર મળશે, તેમાં ઘણા પ્રકારના ફેસ મળશે. તેને ડિજિટલ, નંબર્સ અથવા વિવિધ ફોર્મેટમાં રાખી શકાય છે. ખાસ વાત એ છે કે, તમે જેવો ફેસ સિલેક્ટ કરશો સ્કૂટર તેવો અવાજ કરશે.
  • 7 ઈંચની ડિસ્પ્લે મળશેઃ ઓલાએ આ સ્કૂટરમાં 7 ઈંચની ટચસ્ક્રીન ડિસ્પ્લે આપી છે, જે મૂવ ઓપરેટિંગ સિસ્ટમ સાથે આવે છે. ડિસ્પ્લે ઘણી શાર્પ અને બ્રાઈટ છે. તે વોટર અને ડસ્ટપ્રૂફ છે. ઓલા સ્કૂટરમાં વોઈસ આસિસ્ટ, બિલ્ટ ઈન સ્પીકર વગેરે છે. ઓલા ઈલેક્ટ્રિક સ્કૂટરને ડિજિટલ ડિસ્પ્લેમાં મૂળ ડિસ્પ્લે મળે છે. તે એ પણ બતાવશે કે તે કેટલું કાર્બન એમિશન બચાવી રહ્યું છે. ઓલા ઈલેક્ટ્રિક સ્કૂટરમાં હિલ હોલ્ડ કંટ્રોલ, રિવર્સ આસિસ્ટ, ક્રૂઝ કન્ટ્રોલ, 3GB રેમની સાથે 7 ઈંચ ટચસ્ક્રીન ડિસ્પ્લે ઓક્ટાકોર પ્રોસેસર મળે છે. તે 4G, વાઈફાઈ અને બ્લૂટૂથ કનેક્ટિવિટીને સપોર્ટ કરે છે.
  • વોઈસ કમાન્ડ પણ ફોલો કરશેઃ સ્કૂટર વોઈસ કમાન્ડથી કંટ્રોલ થશે. તેના માટે યુઝરને Hi ઓલા કહીને કમાન્ડ આપવું પડશે. જેમ કે, Hi ઓલા પ્લે સમ મ્યુઝિક કમાન્ડ આપશો તો ગીત પ્લે થવા માંડશે. ઈન્ક્રીઝ વોલ્યૂમ કમાન્ડ આપવા પર અવાજ વધી જશે. મ્યૂઝિક માટે તેમાં બિલ્ટ-ઈન સ્પીક આપવામાં આવ્યું છે.
  • કોલ અટેન્ડ કરી શકશોઃ જો રાઈડિંગ દરમિયાન કોઈનો કોલ આવશે તો તમે સ્ક્રીન પર ટેપ કરીને તેને અટેન્ડ કરી શકશો. તેના માટે ફોન કાઢવાની જરૂર નહીં પડે. આ કામને વોઈસ કમાન્ડ દ્વારા પણ કરી શકાશે.
  • કંપની 400 શહેરોમાં બનાવશે ચાર્જિંગ પોઈન્ટઃ કંપનીએ ઓલા ઈલેક્ટ્રિક સ્કૂટર માટે 400 શહેરોમાં 1,00,000થી વધારે લોકેશન અથવા ટચપોઈન્ટ્સ પર હાયપરચાર્જર લગાવવાની જાહેરાત કરી છે. તેનાથી ઓલા ઈલેક્ટ્રિક સ્કૂટરના ગ્રાહકોને ચાર્જિંગમાં અસુવિધા નહીં થાય. કઈ સિટીમાં ચાર્જિંગ પોઈન્ટ છે એ વાતની જાણકારી કંપનીની ઓફિશિયલ વેબસાઈટ પર મળશે.
  • બૂટ સ્પેસમાં બે હેલમેટઃ તેમાં મોટી બૂટ સ્પેસ પણ મળશે. તેના વીડિયો ટીઝરમાં બતાવવામાં આવ્યું છે કે બે હેલમેટ રાખવામાં આવી રહ્યા છે. સામાન્ય રીતે સ્કૂટરની બૂટ સ્પેસમાં એક જ હેલમેટ આવે છે.
  • કી-લેસ એક્સપિરિયન્સ મળશેઃ ઓલા ઈલેક્ટ્રિક સ્કૂટરમાં પહેલી વખત તમને કી-લેસ એક્સપિરિયન્સ મળશે. સ્કૂટરની સાથે કંપની ચાવી નથી આપી રહી. તેને તમે સ્માર્ટફોન એપ અને સ્ક્રીનની મદદથી લોક-અનોલક કરી શકશો. તેમાં સેન્સર આપવામાં આવ્યાં છે, જેનાથી તમે જેવા સ્કૂટરની પાસે જશો, સ્કૂટર નામ સાથે હાય કરશે અને જ્યારે તમે દૂર જશો ત્યારે તે નામને બાય કહેશે.