ન્યૂ લોન્ચ / ઇલેક્ટ્રિક સ્કૂટર BattRE gps: ie લોન્ચ થયું, કિંમત 64,990 રૂપિયા

X

દિવ્ય ભાસ્કર

May 23, 2020, 01:20 PM IST

દિલ્હી. ઇલેક્ટ્રિક વ્હીકલ સ્ટાર્ટઅપ BattRE Electric Mobility તરફથી એક નવું ઇલેક્ટ્રિક સ્કૂટર BattRE gps:ie લોન્ચ કરવામાં આવ્યું છે. તેની કિંમત 64,990 રૂપિયા રાખવામાં આવી છે. આ ઇન્ટરનેટ કનેક્ટેડ ઇલેક્ટ્રિક સ્કૂટર છે. BattRE કંપનીએ આ ઇન્ટરનેટ કનેક્ટેડ સ્કૂટરને Aeris Communicationsની પાર્ટનરશિપમાં ડેવલપ કર્યું છે.

ફીચર્સ

આ ઇલેક્ટ્રિક સ્કૂટરમાં એક સિમ કાર્ડ ઇન્ટિગ્રેટેડ છે, જેના માધ્યમથી સ્માર્ટ વ્હીકલ ફંક્શન્સને ફોન પર ઓફિશિયલ એપથી એક્સેસ કરી શકાય છે. સ્કૂટરમાં GPS, ટ્રેસિંગ રિમોટ, ઇમ્મોબિલાઇઝેશન, ડ્રાઇવર બિહેવિયર રિપોર્ટ્રસ, ટ્રિપ રિપોર્ટ્સ, જિયોફેન્સ, ડિવાઇસ મેનેજમેન્ટ અને સિક્યોર પાર્ક જેવાં ફીચર્સ છે. તેમાં એક અલર્ટ ફીચર પણ આપવામાં આવ્યું છે, જે બટો અલર્ટ, ક્રેશ અલર્ટ અને સ્પીડ અલર્ટ સાથે ડિવાઇસ સ્ટેટ વિશે રાઇડરને નોટિફાય કરે છે.

ફુલ ચાર્જ પર 65 કિમી ચાલશે

BattREનું આ ઇલેક્ટ્રિક સ્કૂટર 48V 24Ah લિથિયમ ફેરો ફાસ્ફેટ બેટરી સાથે આવે છે, જે BLDC હબ મોટરને પાવર આપે છે. એકવાર ફુલ ચાર્જ થવા પર તેની મેક્સિમમ ડ્રાઇવિંગ રેન્જ 65 કિમી છે. તેની બેટરી ફુલ ચાર્જ થવાનાં આશરે અઢી કલાકનો સમય લાગશે.

એમેઝોન પરથી પણ ખરીદી શકાશે

BattRE gps:ie સ્કૂટરનું વજન 60 કિલો છે. તેમાં ટ્યુબલેસ ટાયર મળે છે. સ્કૂટરની બંને બાજુ 220mm ડિસ્ક બ્રેક આપવામાં આવી છે. ફ્રંટમાં ટેલિસ્કોપિક ફોર્ક્સ અને રિઅરમાં અડજસ્ટેબલ કોઇલઓવર સસ્પેન્શન છે. સ્કૂટરમાં LED હેડલેમ્પ, રિવર્સ મોડ, કી-લેસ ઇગ્નિશન અને એન્ટિ-થેફ્ટ અલાર્મ જેવાં ફીચર્સ પણ છે. આ સ્કૂટર ઉત્તર પ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, કર્ણાટક, તેલાંગાણા અને તમિળનાડુમાં 50થી વધુ ડીલરશિપ પર મળશે. ડીલરશિપ સિવાય આ સ્કૂટર એમેઝોન પરથી પણ ખરીદી શકાશે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી