Divyabhaskar.com
Oct 09, 2019, 09:06 AM ISTઓટો ડેસ્કઃ ગુગલના કો-ફાઉન્ડર લેરી પેજની એવિએશન સ્ટાર્ટઅપ કંપની કિટી હોકે તેનું ત્રીજું ઇલેક્ટ્રિક એરક્રાફ્ટ હેવીસાઇડ (HSVD) રજૂ કર્યું છે. અત્યારે તેને એક કોન્સેપ્ટ મોડલ તરીકે રજૂ કરવામાં આવ્યું છે. સિંગલ સીટર હેવીસાઇડ વિશેની સૌથી ખાસ વાત એ છે કે, તેનું કદ હેલિકોપ્ટર કરતા 100 ગણું નાનું છે. તે 15 મિનિટમાં 88 કિલોમીટરનું અંતરક કાપવામાં સક્ષમ છે.
30dbaનો સાઉન્ડ જ પ્રોડ્યૂસ કરે છે
- આ વિમાન કદમાં બહુ નાનું છે અને આકાશમાં વિમાનની જેમ ઉડાન ભરે છે. આ હેલિકોપ્ટરની જેમ વર્ટિકલ ટેક-ઓફ અને લેન્ડિંગ કરવામાં સક્ષમ છે.
- કિટી હોકના જણાવ્યા મુજબ, જ્યારે પરંપરાગત હેલિકોપ્ટર 1500 ફૂટની ઉંચાઈ પર ઉડતી વખતે 80dba અવાજ ઉત્પન્ન કરે છે, ત્યારે હેવીસાઇડ ફક્ત 30dba અવાજ જ ઉત્પન્ન કરે છે.
- હેવીસાઇડનું નામ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર ઓલિવર હેવિસાઇડ દ્વારા પ્રેરિત છે. આ ઇલેક્ટ્રિક એરક્રાફ્ટને એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે કે તે ક્યાંય પણ ટ્રાન્સપોર્ટ કરી શકાય છે.
- તેના નાના કદને કારણે તેને કોઈ મોટા રનવે અથવા હેલિપેડની જરૂર નથી. વજનમાં હલકું હોવાને કારણે તે બહુ એનર્જી એફિશિયન્ટ છે.
- તેની પાંખો પર 6 મોટર્સ લાગેલી છે, જ્યારે બે મોટર્સ કેબીનની આગળની તરફ લાગેલી છે. 192 કિમી કલાક દીઠ સરેરાશ ગતિએ ઉડાન ભરવા પર આ 15 મિનિટમાં 48 કિમીનું અંતર કાપે છે.
- કંપનીએ સેમી ઓટોનોમસ ફ્લાઇંગ ટેક્સી બનાવવા માટે બોઇંગ સાથે પાર્ટનરશિપ કરી છે. ગયા વર્ષે પણ કંપનીએ બે એરક્રાફ્ટ રજૂ કર્યાં હતાં, જેમાં ટૂ સીટર કોરા અને સિંગલ સીટર ફ્લાયર સામેલ છે.