• Home
  • Utility
  • Automobile
  • Eco Insurance Company's initiative is providing free auto insurance to customers for one month due to lockdown

રાહત / એકો ઇન્શ્યોરન્સ કંપનીની પહેલ, લોકડાઉનના કારણે કંપની ગ્રાહકોને એક મહિના માટે ફ્રી ઓટો ઇન્શ્યોરન્સ આપી રહી છે

Eco Insurance Company's initiative is providing free auto insurance to customers for one month due to lockdown
X
Eco Insurance Company's initiative is providing free auto insurance to customers for one month due to lockdown

દિવ્ય ભાસ્કર

Apr 08, 2020, 03:32 PM IST

દિલ્હી. દિલ્હી. ઓનલાઇન ઇન્શ્યોરન્સ પ્રોવાઇડર એકો જનરલ ઇન્શ્યોરન્સ કંપનીએ તાજેતરમાં જ જાહેરાત કરી કે, તે કોરોના વાઇરસ રોગચાળાને કારણે તેના ગ્રાહકોને વિના મૂલ્યે એક મહિનાનો ઓટો વીમો આપશે. એકો જનરલ ઇન્શ્યોરન્સે એક પ્રકાશનમાં જણાવ્યું કે, લોકડાઉનને કારણે લોકો આ સમયે તેમના વાહનોનો ઉપયોગ નથી કરી રહ્યાં. તેથી, તેનો ઇન્શ્યોરન્સનો પણ એક મહિના માટે ઉપયોગ કરવામાં નથી આવ્યો. ગ્રાહકોને આવા સમયે સપોર્ટ કરવા માટે ઓનલાઇન ઇન્શ્યોરન્સ પ્રોવાઇડર એકો જનરલ વીમાએ એક મહિના માટે વીમાના પૈસા નહીં લેવાનો નિર્ણય કર્યો છે. કંપનીએ કહ્યું કે, કાર અને બાઇકના માલિકોને એક મહિનાનો વીમો લંબાવવામાં ઇન્ડસ્ટ્રીની આ પહેલ છે.

જે ગ્રાહક એકોની ઓટોઇન્શ્યોરન્સ પોલિસીના રિન્યૂઅલ અથવા ખરીદદાર છે તેમણે ફક્ત 12મહિના માટે પેમેન્ટ કરવાનું રહેશે અને કોઈ વધારાનો ખર્ચ ચૂકવ્યા વગર તેમને વધારાના એક મહિનાનો ઇન્શ્યોરન્સ ફ્રી મળશે. આ પહેલથી ગ્રાહકોને એક મહિનાના રાહત મળશે કારણ કે, તેમણે એક મહિનો તેમની બાઇક કે કારનો ઉપયોગ ન કર્યો હોવાથી તેમને વીમો ભરવામાં રાહત મળશે.

સરકારે પહેલેથી જ 21મી એપ્રિલ સુધી થર્ડ પાર્ટી પોલિસીઓના પ્રીમિયમની ચૂકવણી માટે ગ્રેસ પિરિઅડની જાહેરાત કરી દીધી છે. આ સિવાય, એકોએ જણાવ્યું છે કે, તે કોઈ વધારાનો ખર્ચ વસૂલ્યા વિના થર્ડ પાર્ટી ટેન્યોર પર એક મહિનાનું વિસ્તરણ અને ઓન ડેમેજ પોલિસી રજૂ કરી રહી છે. હાલના એકો ગ્રાહકો માટે એક મહિનાના લોકડાઉન એક્સ્ટેંશનનો લાભ મેળવવા માટેની અંતિમ તારીખ નાણાકીય વર્ષ 2 એપ્રિલ 2020થી 31 માર્ચ 2021 છે. કંપનીનું કહેવું છે કે, નવા ગ્રાહકો ઓટોઇન્શ્યોરન્સ પર એક મહિનના એક્સટેન્શનનો લાભ લોકડાઉન સમય 14 એપ્રિલ, 2020 સુધી લઈ શકે છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી