વેચાણ / ઇકોને ઓમિની કાર બંધ થવાનો ફાયદો થયો, 50% બુકિંગ વધ્યું

Eco had the benefit of closing the Omni car, bookings increased by 50%

Divyabhaskar.com

Nov 17, 2019, 10:36 AM IST

ઓટો ડેસ્કઃ મારુતિ સુઝુકીનાં મલ્ટી પર્પઝ વ્હીકલ (MPV) ઇકોનાં વેચાણમાં વધારો થયો છે. કંપનીના જણાવ્યા અનુસાર, ઓમિની બંધ થયા બાદ ઇકોએ ગ્રાહકોને તેની તરફ ખેંચ્યા છે. વ્હીકલ સેફ્ટીના નવા નિયમોને કારણે ઓમિની ગાડી બંધ કરવી પડી હતી. તેના કારણે ઇકો ગાડીની કોમ્પિટીશન ઘટતાં ઓક્ટોબર મહિનામાં ઇકોના 10,011 યૂનિટ્સ વેચાયાં છે. ગયા મહિનાની સરખામણીએ આ વેચાણમાં 50%નો વધારો થયો છે. ઇકોની એક્સ શો રૂમ કિંમત 3.62 લાખ રૂપિયા છે.

સેફ્ટી ફીચર્સ
ન્યૂ ઇકોમાં રિવર્સ પાર્કિંગ આસિસ્ટ સિસ્ટમ અને કો-ડ્રાઇવર સીટ બેલ્ટ રિમાઇન્ડર જેવાં સ્ટાન્ડર્ડ ફીચર્સ આપવામાં આવ્યાં છે. આ સાથે તેમાં સ્પીડ અલર્ટ સિસ્ટમ, ABS (એન્ટિ લોક બ્રેકિંગ સિસ્ટમ) અને એરબેગ્સ જેવાં ફીચર્સ વેરિઅન્ટ પ્રમાણે સેટ કરવામાં આવ્યાં છે. એટલે કે, આ ગાડી તમામ સેફ્ટી નોર્મ્સને અનુસરે છે.

5 અને 7 સીટર વેરિઅન્ટ્સ ઉપલબ્ધ
મારુતિની આ કાર 5 અને 7 સીટર વેરિઅન્ટમાં આવે છે. બંને કાર્સની લંબાઈ અને પહોળાઈ એક જેવી છે. આ સાથે તેમાં બૂટ સ્પેસ પણ આપવામાં આવી છે. 7 સીટર વેરિઅન્ટમાં થર્ડ રો સીટ આપવામાં આવી છે. બંને વેરિઅન્ટ્સ 6 કલરમાં આવે છે. તેમાં રેડ, સિલ્વર, ગ્રે, વ્હાઇટ, બ્લેક અને બ્લુ સામેલ છે. આ તમામ મેટાલિક કલર્સ છે. તેનાં પેટ્રોલ વેરિઅન્ટની એવરેજ 16 km/l અને CNGની એવરેજ 20km/kg છે. કારમાં 1.2 લિટરનું પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે, જે 73bhp પાવર અને 101Nm का ટોર્ક જનરેટ કરે છે. આ 5 સ્પીડ મેન્યુઅલથી સજ્જ છે. તેમજ, તેનું CNG એન્જિન પણ 1.2 લિટરનું છે. આ 63bhp પાવર અને 83Nm ટોર્ક જનરેટ કરે છે.

X
Eco had the benefit of closing the Omni car, bookings increased by 50%

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી