તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઇ-મોબિલિટી:અર્થ એનર્જીએ ત્રણ ઈલેક્ટ્રિક ટૂ-વ્હીલર લોન્ચ કર્યા, કિંમતથી લઈને રેન્જ સુધી બધું જાણો

2 મહિનો પહેલા

ઈલોક્ટ્રોનિક વાહનો બનાવતી ભારતીય કંપની અર્થ એનર્જીએ ત્રણ નવા ઈલેક્ટ્રિક ટૂ-વ્હીલર લોન્ચ કર્યા. તેમાં દેશની પહેલી ઈલેક્ટ્રિક ક્રૂઝર બાઈક ઈવોલ્વ-R પણ સામેલ છે, જેની કિંમત 1.42 લાખ રૂપિયા છે. તે સાથે કંપનીએ 92,000 રૂપિયાનું ગ્લાઈડ+ ઈલેક્ટ્રિક સ્કૂટર અને 1.30 લાખ રૂપિયા કિંમતની સ્ટ્રીટ ઈલેક્ટ્રિક મોટરસાયકલ ઈવોલ્વ-Z પણ લોન્ચ કરી છે. (તમામ ઓન રોડ કિંમતો છે)

1 હજાર રૂપિયામાં બુકિંગ કરી શકાય છે
કંપનીના જણાવ્યા પ્રમાણે, ગ્લાઈડ+ ઈ-સ્કૂટર આ મહિનાના અંતથી શોરૂમમાં ઉપબલ્ધ થશે જ્યારે ઈવોલ્વ Z અને ઈવોલ્વ R મોડેલ માર્ચના અંત સુધી ઉપલબ્ધ થશે. વર્તમાનમાં મુંબઈમાં કંપનીના સાત ડીલરશીપ છે. કંપની આ વર્ષના અંત સુધી સમગ્ર દેશમાં 45 શોરૂમ ખોલવાની યોજના બનાવી રહી છે. ગ્રાહક 1,000 રૂપિયામાં વાહનોનું ઓનલાઈન બુકિંગ કરી શકે છે અને ડીલરશીપ ગ્રાહકના લોકેશન પર તેને પહોંચાડવામાં મદદ કરશે.

ઈવોલ્વ Zની રેન્જ 100 કિમી પ્રતિ ચાર્જ

  • ઈલેક્ટ્રિક સ્કૂટર ગ્લાઈડ+માં 100 કિમીની રેન્જ અને 60 કિમી પ્રતિ કલાકની ટોપ સ્પીડ મળશે. તેમાં LED હેડલાઈટ્સ અને CBS આપવામાં આવી છે.
  • ઈવોલ્વ Zની રેન્જ 100 કિમી પ્રતિ ચાર્જ છે જ્યારે ટોપ સ્પીડ 95 કિમી પ્રતિ કલાક છે. ઈવોલ્વ Rની રેન્જ 100 કિમી પ્રતિ ચાર્જ અને ટોપ સ્પીડ 110 કિમી પ્રતિ કલાક છે.
  • ઈવોલ્વ R અને Zમાં એક જેવા સ્પેસિફિકેશન છે. ફરક એટલો જ છે કે ઈવોલ્વ Zમાં 40 મિનિટની ફાસ્ટ ચાર્જિંગની ક્ષમતા મળે છે. બંને બાઈકમાં ફ્રંટ-વ્હીલ ABS મળે છે.
  • ત્રણેય ઈલેક્ટ્રિક વાહનોમાં એક TFT ડેશબોર્ડ છે, જેમાં ટર્ન-બાય-ટર્ન નેવિગેશન ડાયલ આપવામાં આવ્યું છે. કંપની ભવિષ્યમાં ઓવર ધ યર અપડેટની સુવિધા પણ તેમાં પ્રદાન કરશે.

માત્ર પહેલા વર્ષમાં બે વખત સર્વિસિંગ થશે

  • તમામ નોન રિમૂવેબલ બેટરી લગાવવામાં આવી છે. કંપનીનું કહેવું છે ગ્રાહકોની સુવિધા માટે ડીલર તેમના લોકેશન પર જ ચાર્જિંગ સ્ટેશન સ્થાપિત કરશે.
  • સર્વિસની વાત કરીએ તો ગ્રાહકોને માત્ર પ્રથમ વર્ષમાં બે વખત સર્વિસિંગ કરાવવી પડશે ત્યારબાદ વર્ષમાં એક વખત સર્વિસિંગ થશે.
  • કંપનીનું કહેવું છે કે સર્વિસનો ચાર્જ પેટ્રોલ વાહનની તુલનામાં 30 ટકા ઓછો હશે. અર્થ એનર્જીએ વર્ષના અંત સુધીમાં લગભગ 12,000 EV વેચવાનું લક્ષ્યાંક રાખ્યું છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

વધુ વાંચો