ડેટ્સન રેડીગો ફેસલિફ્ટ:₹2.83 લાખની નવી સ્ટાઈલિશ અને એડવાન્સ્ડ ડેટ્સન રેડીગો ફેસલિફ્ટ લોન્ચ થઈ, BS6ને પણ સપોર્ટ કરશે
- તેમાં 6 કલર ઓપ્શન મળશે, મેટાલિક કલર માટે તમારે 3 હજાર રૂપિયા ભરવા પડશે
- રેડીગો 1.0 T(O) AMT વેરિઅન્ટની કિંમત જૂના વેરિઅન્ટ કરતાં 40 હજાર રૂપિયા વધારે છે
‘ડેટ્સને રેડીગો’નું નવું ફેસલિફ્ટ મોડેલ ભારતીય બજારમાં લોન્ચ થયું છે. નવી રેડીગોની પ્રારંભિક કિંમત 2.83 લાખ રૂપિયા છે. તેમાં પહેલાંની જેમ 0.8 લિટર અને 1.0 લિટર એન્જિન આપવામાં આવ્યું છે પરંતુ તેને BS6 એમિશન નોર્મ્સથી અપગ્રેડ કરવામાં આવ્યું છે. કારમાં 8 ઈંચની ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, રિવર્સ પાર્કિંગ સહિત ઘણાં એડવાન્સ ફિચર્સ છે. કિંમતની વાત કરીએ તો BS4 મોડેલ કરતાં 54 હજાર રૂપિયા મોંઘી છે. નવા વર્ઝનમાં 6 કલર ઓપ્શન મળશે, મેટાલિક કલર માટે તમારે 3 હજાર રૂપિયા ચૂકવવા પડશે. તે ચાર ટ્રિમ લેવલ અને ત્રણ એન્જિન ગિયરબોક્સમાં ઉપલબ્ધ છે.
વેરિઅન્ટ વાઈસ કિંમત
મોડેલ | કિંમત એક્સ-શોરૂમ, પૅન ઈન્ડિયા) |
રેડી ગો 0.8 (D) | 2,83,000 રૂ. |
રેડી ગો 0.8 (A) | 3,58,000 રૂ. |
રેડી ગો 0.8 (T) | 3,80,000 રૂ. |
રેડી ગો 0.8 T(O) | 4,16,000 રૂ. |
રેડી ગો 1.0 T(O) | 4,44,000 રૂ. |
રેડી ગો 1.0 T(O)AMT | 4,77,000 રૂ. |
ભાવમાં કેટલો વધારો થયો?
- કિંમતની વાત કરીએ તો BS6 રેડીગો 0.8ની શરૂઆતી કિંમત 2.83 લાખ રૂપિયા છે, જે જૂના મોડેલ કરતાં 3 હજાર રૂપિયા વધારે છે.
- રેડીગો 0.8(O) અને રેડીગો 1.0 T(O) મેન્યુઅલ વેરિઅન્ટની કિંમત જૂના વેરિઅન્ટની કિંમત કરતાં 54 હજાર રૂપિયા વધારે છે.
- તે ઉપરાંત ટોપ રેડીગો 1.0 T(O) AMT ગિયરબોક્સ વેરિઅન્ટની કિંમત જૂના વેરિઅન્ટ કરતાં 40 હજાર રૂપિયા વધારે છે.
નવી રેડીગો ફેસલિફ્ટમાં શું નવું હશે?
- સૌથી મોટો ફેરફાર તેની ડિઝાઈનમાં જોવા મળશે. તેમાં એક્સ્ટિરિયર અને ઈન્ટિરિયર બંનેમાં ફેરફાર કરવામાં આવ્યો છે. તેના ફ્રન્ટ-એન્ડ પર ઘણું કામ કરવામાં આવ્યું છે. તેમાં સ્લિમ હેડ્લાઈટસ, એલ શેપની DRL આપવામાં આવી છે, તેમજ ક્રોમ પર પણ વર્ક કરવામાં આવ્યું છે. તે ઉપરાંત તેમાં સેગમેંટ ફર્સ્ટ LED ફોગ લેમ્પ પણ છે.
- ઈન્ટિરિયરની વાત કરીએ તો તેમાં 8 ઈંચની ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, પિયાનો બ્લેક ફિનિશ વિથ સિલ્વર બેઝલ્સ, ડ્યુઅલ ટોન ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, ઈન્ટરનલ એડજસ્ટેબલ મિરર્સ, રિવર્સ પાર્કિંગ સેન્સર અને કેમેરા, નવું ડેશબોર્ડ એન્ડ કંટ્રોલ્સ, ડ્યુઅલ એરબેગ્સ, ABS (એન્ટિ-લોક બ્રેકિંગ સિસ્ટમ), એપલ કાર પ્લે, એન્ડ્રોઈડ ઓટો, વોઈસ રેકગ્નિશન અને બ્લૂટુથ કનેક્ટિવિટી ઉપલબ્ધ છે.
- ટોપ વેરિઅન્ટમાં નવા ટૂ-ટોન વ્હીલ કવર મળે છે, જે એલોય વ્હીલની ફીલ આપે છે. તે ઉપરાંત તેમાં વિંગ મિરર, જેને કેબિનની અંદરથી જ એડજસ્ટ કરી શકાશે. તે નવા બ્રાઉન અને બ્લૂ કલર સહિત કુલ 6 કલર ઓપ્શનમાં ઉપલબ્ધ છે. મેટાલિક કલર માટે અલરથી 300 રૂપિયા ભરવા પડશે.
રેડીગો ફેસલિફ્ટના એન્જિનમાં નવું શું છે?
- કંપનીએ તેમાં મિકેનિકલ ફેરફાર કર્યા છે. તેના 54hp/72Nm પાવરવાળા 0.8 લિટર અને 68hp/91Nm પાવરવાળા 1.0 લિટર એન્જિનને BS6માં અપગ્રેડ કરવામાં આવ્યાં છે.
- પહેલાંની જેમ જ બંને એન્જિન ઓપ્શનમાં 5 સ્પીડ ગિયરબોક્સ મળે છે જ્યારે 1.0 લિટર એન્જિનમાં 5 સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સનો ઓપ્શન પણ મળે છે.
- BS4ની સરખામણીએ રેડીગો ફેસલિફ્ટની માઈલેજ ઘટી ગઈ છે. ARAI (ઓટોમોટિવ રિસર્ચ એસોસિયેશન ઓફ ઈન્ડિયા)ના જણાવ્યા પ્રમાણે, રેડીગો 0.8માં 20.71Kmpl (પહેલાં કરતાં 1.99 Kmpl ઓછી) અને રેડીગો 1.0 મેન્યુઅલમાં 21.7Kmpl (પહેલાં કરતાં 0.8Kmpl ઓછી) અને રેડીગો 1.0 ઓટોમેટિકમાં 22Kmpl (પહેલાં કરતાં 1 Kmpl ઓછી) માઇલેજ મળે છે.