• Gujarati News
 • Utility
 • Automobile
 • Don't Rush To Buy A New Car, 5 Cars Are Coming Before Diwali From Full Size SUV Gloucester To Affordable Hatchback Hyundai I20

અપકમિંગ:નવી કાર ખરીદવામાં ઉતાવળ ન કરો, દિવાળી પહેલાં ફુલ સાઇઝ SUV ગ્લોસ્ટરથી લઇને અફોર્ડેબલ હેચબેક હ્યુન્ડાઇ i20 સહિત 5 ગાડીઓ આવી રહી છે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • અપડેટેડ થાર 2 ઓક્ટોબરે લોન્ચ થશે, તેની પ્રારંભિક કિંમત લગભગ 10 લાખ રૂપિયા રાખવામાં આવી શકે છે
 • લેન્ડ રોવર ડિફેન્ડર 15 ઓક્ટોબરે લોન્ચ થશે, તેની પ્રારંભિક કિંમત 69.99 લાખ રૂપિયા છે

પોસ્ટ લોકડાઉન પિરિઅડમાં અનેક મોટી ગાડીઓનું લોન્ચિંગ જોવા મળી ચૂક્યું છે અને હવે એવી અપેક્ષા છે કે આ વર્ષના બાકી રહેલા સમયગાળામાં પણ ઘણી નવી ગાડીઓ લોન્ચ થશે. ફેસ્ટિવ સિઝન નજીક છે અને આ શુભ પ્રસંગે કમાવવા માટે ઓટોમોબાઇલ કંપનીઓ નવી ગાડીઓ લોન્ચ કરવા તૈયાર છે. ઓટોમોબાઇલ કંપનીઓની ઉત્સુકતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે માત્ર ઓક્ટોબરમાં જ લગભગ 5 નવી ગાડીઓ ઇન્ડિયન માર્કેટમાં એન્ટ્રી કરવા તૈયાર છે. અહીં આ પાંચ ગાડીઓનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે, જે ઓક્ટોબરમાં લોન્ચ થઈ શકે છે.

1. મહિન્દ્રા થાર (Mahindra Thar)
અંદાજિત પ્રારંભિક કિંમતઃ 10 લાખ રૂપિયા(એક્સ શો રૂમ)

 • મહિન્દ્રાએ આ સ્વતંત્રતા દિવસ પર થારની નેક્સ્ટ જનરેશન મોડેલ શોકેસ કરી હતી અને આ અપડેટેડ SUV આ વર્ષે 2 ઓક્ટોબરના રોજ લોન્ચ કરવામાં આવશે. મહિન્દ્રાએ ચોક્કસપણે કારને અપગ્રેડ કરવા માટે ઘણું કામ કર્યું છે અને એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે કે ન્યૂ જનરેશન મોડેલથી થાર નેમપ્લેટ સાથે કંપનીને પણ સફળતા મળશે.
 • પોતાના ઓલ્ડ જનરેશન આઉટગોઇંગ મોડેલ કરતાં 2020 થાર ચોક્કસપણે એક સારી ઓફ-રોડર છે. જો કે, મહિન્દ્રાએ સ્પષ્ટપણે તેને વધુ સારી સિટી કાર બનાવી છે. આ કારમાં હવે ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ અને સ્માર્ટફોન કનેક્ટિવિટી, મહિન્દ્રાની બ્લુ સેન્સ એપ કનેક્ટિવિટી, TFT MID, ક્રુઝ કંટ્રોલ, સ્ટિયરિંગ માઉન્ટ કંટ્રોલ, ફ્રંટ-ફેસિંગ રિઅર સીટ, એક ઓપ્શનલ હાઇ ટોપ, રૂફ માઉન્ટેડ સ્પીકર્સ, ડ્રાઇવરની સીટ માટે હાઇટ અને ઇલેક્ટ્રિકલી અડજસ્ટેબલ વિંગ મિરર્સ છે.

2. MG ગ્લોસ્ટર (MG Gloster)
અંદાજિત પ્રારંભિક કિંમતઃ 32 લાખ રૂપિયા (એક્સ શો રૂમ)

 • MG મોટરે 24 સપ્ટેમ્બરના રોજ દેશમાં ગ્લોસ્ટર શોકેસ કરી. આ ફુલ સાઇઝ SUVને સૌપ્રથમ 2020 ઓટો એક્સપોમાં શોકેસ કરવામાં આવી હતી. ગ્લોસ્ટર એક બોડી ઓન ફ્રેમ કાર છે, જે ચીનમાં વેચાનારા મેક્સ D90 SUV પર બેઝ્ડ છે.
 • MG ગ્લોસ્ટરને પાવર આપવા બે અલગ અલગ 2.0-લિટર ડીઝલ એન્જિન હશે, જેમાંથી એક સિંગલ ટર્બોચાર્જર 163PS પાવર અને 375Nm ટોર્ક આપશે અને 2WD સ્ટાન્ડર્ડ હશે. બીજીબાજુ, ટ્વીન-ટર્બો સાથેનું 2.0-લિટર એન્જિન 218PS પાવર તેમજ 480Nm ટોર્ક આપશે અને તેમાં 4WD કન્ફિગરેશન મળે છે. આ સાથે જ તેમાં ટ્રાન્સમિશન માટે 8 સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સ આપવામાં આવ્યું છે.
 • ગ્લોસ્ટરમાં એડોપ્ટિવ ક્રુઝ કંટ્રોલ, ઓટોમેટિક પાર્કિંગ આસિસ્ટ,ફોરવર્ડ કોલિશન વોર્નિંગ, ઓટોમેટિક ઇમરજન્સી બ્રેકિંગ,. લેન ડિપાર્ચર વોર્નિંગ અને બ્લાઇંડ સ્પોટ ડિટેક્શન વગેરે જેવાં અનેક એડવાન્સ્ડ ફીચર્સ આપવામાં આવ્યાં છે. તેનાં ઇક્વિપમેન્ટ લિસ્ટમાં એક પેનોરેમિક સનરૂફ, મસાજ ફંક્શન સાથે 12-વે પાવર અડજસ્ટેબલ ડ્રાઇવર સીટ, 12.3-ઇંચ ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ ડિસ્પ્લે, 12-સ્પીકર સિસ્ટમ આપવામાં આવી છે.

3. લેન્ડ રોવર ડિફેન્ડર (Land Rover Defender)
પ્રારંભિક કિંમત: 69.99 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ)

 • લેન્ડ રોવર 15 ઓક્ટોબરના રોજ ભારતમાં થ્રી-ડોર ડિફેન્ડર 90ની સાથે સાથે ફાઈવ-ડોર ડિફેન્ડર 110ને લોન્ચ કરવાની તૈયારીમાં છે. આ વર્ષના પ્રારંભમાં બંને મોડેલોની કિંમત જાહેર થઈ ચૂકી છે. ડિફેન્ડર 90ની પ્રારંભિક કિંમત 69.99 લાખ રૂપિયા છે, જ્યારે ડિફેન્ડર 110ની પ્રારંભિક કિંમત 76.57 લાખ રૂપિયા છે. (બંને કિંમતો, એક્સ-શો રૂમ)
 • ડિફેન્ડર 10 અને 110 બંને વેરિઅન્ટ લેન્ડ રોવરના P300 2.0 લીટર પેટ્રોલ એન્જિનથી સજ્જ છે, જે 300ps અને 400nm ટોર્ક જનરેટ કરે છે અને સ્ટાન્ડર્ડ તરીકે એક ટોર્ક કનવર્ટર ઓટોમેટિક ટ્રાન્સમિશનથી સજ્જ છે. SUV એક ઈલેક્ટ્રોનિક એર સસ્પેન્શનની સાથે આવે છે, જેના કારણે રસ્તાની સ્થિતિના આધારે રાઈડરને નોર્મલ રાઈડ હાઈટથી 40mm નીચે અને 145mm ઉપરની તરફ રાઈડ હાઈટ પસંદ કરવાની મંજૂરી આપે છે.
 • નવી 2020 ડિફેન્ડરની સાથે તમને ઓલ વ્હીલ ડ્રાઈવ સિસ્ટમ, ઈલેક્ટ્રોનિક એક્ટિવ ડિફરેન્શિયલ, ઓલ ટેરેન પ્રોગ્રેસ કંટ્રોલ, ઈલેક્ટ્રોનિક ટ્રેક્શન કંટ્રોલ પણ મળે છે. અન્ય ફીચર્સમાં 10 ઈંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, 12.3 ઈંચનું ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર વિથ હેડ અપ ડિસ્પ્લે, કનેક્ટેડ કાર ટેક, એક મેરિડિયન ઓડિયો સિસ્ટમ, ઈલેક્ટ્રિકલી એડજસ્ટેબલ અને હીટેડ ફ્રન્ટ સીટ્સ, 360 ડિગ્રી સરાઉન્ડ કેમેરા સહિત ઘણાં સારાં ફીચર્સ આપવામાં આવ્યાં છે.

4. ટોયોટા ફોર્ચ્યુનર ફેસલિફ્ટ (Toyota Fortuner facelift)
અંદાજીત પ્રારંભિક કિંમત: 29 લાખ રૂપિયા (એક્સ-શો રૂમ)

 • ટોયોટાએ થોડા મહિના પહેલા થાઈલેન્ડમાં ફોર્ચ્યુનર માટે એક મિડ-લાઇફ ફેસલિફ્ટ રજૂ કરી હતી અને હવે આ અપડેટેડ SUV ટૂંક સમયમાં ભારતીય માર્કેટમાં લોન્ચ થવા જઈ રહી છે. એમિશન ટેસ્ટિંગ ઈક્વિપમેન્ટની સાથે ટેસ્ટિંગ દરમિયાન તાજેતરમાં તેનું પ્રોટોટાઇપ મોડેલ સ્પોટ થયું હતું.
 • ફોર્ચ્યુનર ફેસલિફ્ટમાં આઉટગોઈંગ મોડેલની સરખામણીમાં કેટલાક સામાન્ય કોસ્મેટિક અપડેટ જોવા મળશે, જેમાં રિ-ડિઝાઈન કરવામાં આવેલા બંપર, ટેલ લેમ્પ માટે નવી LED એલિમેન્ટ્સ અને આ ઉપરાંત રિ-સ્ટાઈલ ફ્રંટ ગ્રિલ વગેરે હશે. કરન્ટ મોડેલની જેમ ફેસલિફ્ટ મોડેલમાં પણ BS6 કમ્પ્લાયન્ટ 2.7 લિટર પેટ્રોલ અને 2.8 લિટર ડીઝલ એન્જિન મળશે, જો કે, તેને નવી રીતે ટ્યુન કરી શકાશે.

5. નેક્સ્ટ જનરેશન હ્યુન્ડાઇ i20 (Next-gen Hyundai i20)
અંદાજિત પ્રારંભિક કિંમતઃ 6 લાખ રૂપિયા (એક્સ શો રૂમ)

 • નેક્સ્ટ જનરેશન i20ની 2020ના મધ્યમાં ભારતમાં લોન્ચ કરવામાં આવે તેવી અપેક્ષા હતી. જો કે, આ ઇવેન્ટ મોકૂફ રાખવામાં આવી અને હવે તે આવતા મહિને લોન્ચ કરવામાં આવે તેવી શક્યતા છે. આઉટગોઇંગ મોડેલ કરતાં નેક્સ્ટ જનરેશન હ્યુન્ડાઇ i20 ફીચર્સ અને પાવરની દૃષ્ટિએ ચોક્કસપણે ઘણી સારી હશે.
 • નેક્સ્ટ જનરેશન i20નાં ફીચર લિસ્ટમાં એક મોટી ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, કનેક્ટેડ-કાર ટેક, સંપૂર્ણ ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, બોઝની 8-સ્પીકર સાઉન્ડ સિસ્ટમ સામેલ હશે. અપડેટ કરેલી હેચબેક વેન્યૂમાંથી પાવરટ્રેન ઉધાર લેવામાં આવે એવી ધારણા છે અને એટલે એવી ધારણા છે કે આ કાર 1.2 લિટર નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ, 1.0 લિટર ટર્બો પેટ્રોલ અને 1.5 લિટર ડીઝલ પાવરટ્રેન સાથે આવી શકે છે, જે સબ 4 મીટર SUVમાં જોવા મળે છે.
અન્ય સમાચારો પણ છે...