અપકમિંગ:SUV ખરીદવા માગતા હો તો ઉતાવળ ન કરો, આવતા મહિને માર્કેટમાં C5 એરક્રોસથી લઇને ટિગુઆન સહિત 5 ગાડીઓ આવી રહી છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઇન્ડિયન માર્કેટમાં ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રીએ વર્ષ 2021માં વેચાણના મામલે સારો એવો ગ્રોથ નોંધાવ્યો છે. નવું વર્ષ શરૂ થયે હજી 3 મહિના જ થયા છે પણ ઘણી નવી ગાડીઓ માર્કેટમાં લોન્ચ થઈ ચૂકી છે. આટલું જ નહીં, આવતા મહિને SUV સેગમેન્ટમાં સિટ્રોન, હ્યુન્ડાઈ, મહિન્દ્રા અને ફોક્સવેગન જેવી કંપનીઓ તેમની નવી પ્રોડક્ટ લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે.
અહીં એવી 5 ગાડીઓનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે જે ક્યાં તો એપ્રિલ મહિનામાં વેચાણ માટે ઉપલબ્ધ થઈ જશે અથવા તો લોન્ચ થઈ જશે.
1. સિટ્રોન C5 એરક્રોસ (Citroen C5 Aircross)

C5 એરક્રોસની ટક્કર જીપ કમ્પસ અને હ્યુન્ડાઈ ટૂસોન સાથે થશે
C5 એરક્રોસની ટક્કર જીપ કમ્પસ અને હ્યુન્ડાઈ ટૂસોન સાથે થશે

7 એપ્રિલ 2021ના રોજ ઇન્ડિયન માર્કેટમાં આવનારી સિટ્રોન તેની ફર્સ્ટ કાર C5 એરક્રોસ લોન્ચ કરશે. આ એક SUV છે. કંપનીએ આ કારનું બુકિંગ લેવાનું અગાઉથી જ શરૂ કરી દીધું છે. તેમાં 2.0 લિટરનું ટર્બો ડીઝલ એન્જિન આપવામાં આવશે, જે 177PS પાવર અને 400Nm ટોર્ક જનરેટ કરશે. એન્જિનને 8 સ્પીડ ટ્રાન્સમિશન સાથે જોડવામાં આવ્યું છે. એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે કે આ ગાડીની કિંમત લગભગ 30 લાખ રૂપિયા સુધી હોઈ શકે છે. કંપની તેને ભારતના 10 શહેરોમાં ખૂલેલી બ્રાંડ લા મેસન ડીલરશિપના માધ્યમથી વેચશે. C5 એરક્રોસની ટક્કર જીપ કમ્પસ અને હ્યુન્ડાઈ ટૂસોન સાથે થશે.

2. હ્યુન્ડાઈ અલ્કેઝર (Hyundai Alcazar)

6 અને 7 સીટ કન્ફિગ્રેશન માં આવશે
6 અને 7 સીટ કન્ફિગ્રેશન માં આવશે

હ્યુન્ડાઇ અલ્કેઝર 6 એપ્રિલ 2021ના ​​રોજ વૈશ્વિક સ્તરે રજૂ કરવામાં આવશે અને આ મહિનામાં તે ભારતમાં આવે તેવી સંભાવના છે. અલ્કેઝર એ ક્રેટાનું અનિવાર્યપણે થ્રી-રો વર્ઝન છે, જે 6 અને 7 સીટ કન્ફિગ્રેશન બંનેમાં અવેલેબલ થઈ શકે છે. તે ક્રેટાની જેમ ત્રણ એન્જિન ઓપ્શન સાથે ઉપલબ્ધ હશે, જેમાં 1.5 લિટર નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ (115PS/144Nm), 1.5 લિટર ટર્બો-ડીઝલ (115PS/250Nm) અને 1.4-લિટર ટર્બો - પેટ્રોલ (140PS/242Nm) સામેલ છે. ભારતમાં તે MG હેક્ટર પ્લસ, ટાટા સફારી તેમજ નેક્સ્ટ જનરેશન મહિન્દ્રા XUV500 ગાડીઓ સાથે સ્પર્ધા કરશે.

3. નેક્સ્ટ જનરેશન મહિન્દ્રા XUV500 (Next-Gen Mahindra XUV500)

પેનોરમિક સનરૂફ, પાવર અડજસ્ટેબલ સીટ્સ અને ડ્યુઅલ સ્ક્રીન ડેશબોર્ડ મળશે
પેનોરમિક સનરૂફ, પાવર અડજસ્ટેબલ સીટ્સ અને ડ્યુઅલ સ્ક્રીન ડેશબોર્ડ મળશે

નેક્સ્ટ જનરેશન મહિન્દ્રા XUV500 SUV આવતા મહિને ભારતમાં લોન્ચ થાય એવી શક્યતા છે. નેક્સ્ટ SUV રોડ ટેસ્ટિંગ દરમિયાન ઘણીવાર સ્પોટ થઈ ચૂકી છે. ટેસ્ટ મોડેલ અનુસાર, નવી XUV500માં પેનોરમિક સનરૂફ, પાવર અડજસ્ટેબલ સીટ્સ (મેમરી ફંક્શન સાથે આવવાની શક્યતા) અને ડ્યુઅલ સ્ક્રીન ડેશબોર્ડ જેવાં અનેક પ્રીમિયમ ફીચર્સ મળશે. એન્જિન ઓપ્શન થાર જેવું હોવાની શક્યતા છે, જેમાં એક 2.0 લિટર ટર્બો-પેટ્રોલ અને 2.2 લિટર ટર્બો-ડીઝલ સામેલ છે. પરંતુ નવી XUV500નાં એન્જિનને હાઈ ટ્યૂન કરવામાં આવશે.

4. મહિન્દ્રા બોલેરો નિયો (Mahindra Bolero Neo)

TUV300નું ફેસલિફ્ટ મોડેલ હશે, જેને બોલેરો નિયો તરીકે રિબ્રાંડ કરવામાં આવશે
TUV300નું ફેસલિફ્ટ મોડેલ હશે, જેને બોલેરો નિયો તરીકે રિબ્રાંડ કરવામાં આવશે

મહિન્દ્રા આવતા મહિને TUV300નું ફેસલિફ્ટ મોડેલ પણ લોન્ચ કરી શકે છે, જેને બોલેરો નિયો તરીકે રિબ્રાંડ કરવામાં આવશે. તેમાં 1.5-લિટરનું ટર્બો-ડીઝલ એન્જિન મળવાની શક્યતા છે, જે 100PS અને 240Nm પાવર આઉટપુટ જનરેટ કરશે. ટ્રાન્સમિશન ઓપ્શનમાં 5 સ્પીડ AMT મળવાની ધારણા છે.

5. 2021 ફોક્સવેગન ટિગુઆન (2021 Volkswagen Tiguan)

2.0 લિટર પેટ્રોલ એન્જિન અથવા 1.5-લિટર ટર્બો પેટ્રોલ એન્જિન આપવામાં આવી શકે છે
2.0 લિટર પેટ્રોલ એન્જિન અથવા 1.5-લિટર ટર્બો પેટ્રોલ એન્જિન આપવામાં આવી શકે છે

ફોક્સવેગન પણ આવતા મહિને ઇન્ડિયન માર્કેટમાં વર્ષ 2021 ટિગુઆન લોન્ચ કરી શકે છે. આ SUV ટેસ્ટિંગ દરમિયાન ગયા મહિને જ જોવા મળી હતી. અત્યારે ટિગુઆનના સ્પેસિફિકેશન્સ જાહેર નથી થયાં. પરંતુ શક્યતા છે કે તેમાં 2.0 લિટર પેટ્રોલ એન્જિન (190PS /320Nm) અથવા 1.5-લિટર ટર્બો પેટ્રોલ એન્જિન (150PS /250Nm) આપવામાં આવશે.